કન્ટેનર ઇકો પર પડતા કારનો ભુક્કો બોલાયો; નવસારીના કસ્બા ધોળાપીપલા માર્ગ પર ગમખ્વાર અકસ્માત

27 તારીખે યોજાનાર લગ્ન માટે પરિવાર ખરીદી કરવા માટે સુરત ગયો હતો, પરંતુ કાળ બનીને મોત તેમના પર ત્રાટક્યું હતું. સુરતથી ખરીદી કરીને પાછી ફરતી વખતે નવસારીના કસ્બા ઘોળાપીપલા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં પૂરપાટ ઝડપે જતા કન્ટેનરે ઈકો કારને અડફેટે લીધી હતી

કન્ટેનર ઇકો પર પડતા કારનો ભુક્કો બોલાયો; નવસારીના કસ્બા ધોળાપીપલા માર્ગ પર ગમખ્વાર અકસ્માત

ઝી ન્યૂઝ/સુરત: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે નવસારીના કસ્બા ધોળાપીપલા માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે દોડતા કન્ટેનર સાથે સીએનજી ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કન્ટેનર ઇકો કાર પર પડતા કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. જેણા કારણે કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા છે. નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોના મૃતદેહ બહાર કાઢ્યા. હાલ ત્રણ મૃતદેહોને બહાર કઢાયા છે. જ્યારે કારમાં હજી પણ બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. રસ્તો બંધ થતાં હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આગામી  27 તારીખે યોજાનાર લગ્ન માટે પરિવાર ખરીદી કરવા માટે સુરત ગયો હતો, પરંતુ કાળ બનીને મોત તેમના પર ત્રાટક્યું હતું. સુરતથી ખરીદી કરીને પાછી ફરતી વખતે નવસારીના કસ્બા ઘોળાપીપલા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં પૂરપાટ ઝડપે જતા કન્ટેનરે ઈકો કારને અડફેટે લીધી હતી, એટલું જ નહીં, કન્ટેનરના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર ઈકો પર પડતા કારનો ભુક્કો બોલાઈ ગયો હતો.

જેણા કારણે કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા છે. ઘટનાની માહિતી મળતા નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોની મૃતદેહ બહાર કાઢી રહ્યા છે. હાલ ત્રણ મૃતદેહોને બહાર કઢાયા છે. જાણવા મળી રહ્યું છે કે કારમાં હજી પણ બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ ગમખ્વાર અકસ્માતના કારણે રસ્તો બંધ થતાં ટ્રાફિક જામ સર્જાયો છે.

સુરતમાં લગ્નની ખરીદી કરવા ગયેલા પરિવાર વિખેરાઈ હયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં કન્યાતા માતા પિતા અને ભાઈ બહેનનું મોત નિપજ્યું છે, જ્યારે વરરાજાના ભાઈનું પણ મોત થયું હોવાની માહિતી સામે આવી છે. જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચી ગયા છે. 27 તારીખે યોજાનાર લગ્ન પહેલા ચીખલીના પરિવારના માથે સૌથી મોટી ઘાત આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news