કચ્છ: રાપરમાં જાહેરમાં વકીલની ઘાતકી હત્યાથી ચકચાર, કાયદો અને વ્યવસ્થા બન્યા મજાક
કચ્છના રાપરતમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. રાપરમાં જાહેરમાં વકીલ દેવજીભાઇ મહેશ્વરીની ઘાતકી હત્યા થઇ હતી. જેના કારણે કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર સવાલ ઉઠી રહ્યા છે. વ્યવસાયે વકીલ તેવા વ્યક્તિની હત્યા થઇ જતા સમગ્ર રાપરમાં ચકચાર મચી જવા પામી છે.
રાપર : કચ્છના રાપરતમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. રાપરમાં જાહેરમાં વકીલ દેવજીભાઇ મહેશ્વરીની ઘાતકી હત્યા થઇ હતી. જેના કારણે કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર સવાલ ઉઠી રહ્યા છે. વ્યવસાયે વકીલ તેવા વ્યક્તિની હત્યા થઇ જતા સમગ્ર રાપરમાં ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ: ઉંચો ટોલટેક્સ વસુલતી કંપનીઓ સેવાના નામે ખાડા, 16 કિલોમીટર લાંબો ટ્રાફીક જામ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કેટલાક યુવાનો દ્વારા તિક્ષ્ણ હથિયારો વડે વકીલની ઓફીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યાં ઓફીસમાં જ તેમના પર ઉપરાછાપરી તિક્ષ્ણ હથિયારન ઘા મારીને તેમની હત્યા નિપજાવવામાં આવી હતી. જેમાં દેવજીભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
કોરોનાને કારણે ઓક્સિજનની માંગમા અચાનક ઉછાળો, કિંમત બેથી અઢી ગણી થઇ
હત્યારાઓ જો કે દેવજીભાઇની ઓફીસમાં લગાવાયેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બામસેફ સાથે જોડાયેલા અને ઇન્ડિયન લોયર એસોસિએશનનાં અધ્યક્ષ દેવજીભાઇ મહેશ્વરીની હત્યા થતા હોસ્પિટલ ખાતે મોટા પ્રમાણમાં લોકોનાં ટોળે ટોળા એકત્ર થયા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube