રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: કચ્છ (Kutch) જિલ્લો એક ભારત (India) પાકિસ્તાન (Pakistan) ની સરહદને અડીને આવેલો સંવેદનશીલ વિસ્તાર છે. ભુજ (Bhuj) તાલુકાના કાળીતલાવડી ગામે સવારે મોબાઈલ ટાઇમઝોન પાકિસ્તાન (Pakistan) ના સિંધ પ્રાંત અને બદીન શહેરનો થઇ જાય છે.
 ભારત પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કાળીતલાવડી ગામમાં જીપીએસ લોકેશન આપમેળે પાકિસ્તાનના વિવિધ પ્રાંતના થઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુજ (Bhuj) તાલુકાના કાળીતલાવડી ગામે વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં કેટલાક યુઝર્સના મોબાઈલ ટાઇમઝોન (Mobile Timezone) સિંધ પ્રાંત અને તેના બદીન શહેરનો દર્શાવતા આશ્ચર્ય સર્જાયું છે. જો કે સમય સાથે જ તેમના ફોનના એલાર્મ પણ અડધો કલાક પહેલા વાગે છે.

Jio અને Airtel Xstream કરતાં ચઢિયાતો છે Excitel નો આ ખાસ પ્લાન, મળશે હાઇ સ્પીડ ઇન્ટરનેટ


આ અગાઉ અનેકવાર એવી ચર્ચાઓ થઇ હતી કે, પાકિસ્તાનના રેડિયો કચ્છ (Kutch) માં સંભળાય છે. જો કે હવે તો ત્યાંના નેટવર્ક ઝોન પણ કચ્છના ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક (Mobile Network) ને અસર કરી રહ્યા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. સ્પેસ એપ્લિકેશન સાથે જોડાયેલા તજજ્ઞોના મત અનુસાર પાકિસ્તાનનું બેસ ટ્રાન્સસેઇવેર સ્ટેશનનું સિગ્નલ પ્રબળ હોતા આ પ્રકારનો બદલાવ થઇ શકે છે. 


લોકેશન એ કોઈપણ મોબાઈલ નેટવર્કના બીટીએસ એટલે કે બેસ ટ્રાન્સસેઇવેર સ્ટેશન સિગ્નલની આસિસ્ટેડ સર્વિસ હોય છે. એટલે જ તે દૂરથી પણ સંભવત તે સિંધ કે બદીન દર્શાવતું હોય. પાકિસ્તાનથી કાળીતલાવડી ઘણું દૂર હોવા છતાં ટાઇમઝોન બદલાય છે અને GPS લોકેશનમાં પણ પાકિસ્તાનના જુદાં જુદાં શહેરો અને ગામડાનું લોકેશન પણ આવતું હોય છે.


Viral Video: અમદાવાદી યુવકો રાત્રિ કર્ફ્યુંમાં બન્યા રાતના રાજા, બેરિકેટિંગ આગળ કર્યો ડાન્સ

ભુજના કાળીતલાવડી (Kalitalavadi) થી બદીનનું અંતર 173 કિલોમીટર જેટલું સીધી લીટીમાં થાય છે. તો મોબાઈલના સિગ્નલ આધારે જીપીએસ (GPS) અને ટાઇમઝોન (Timezone) બદલવા એ સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર મુદ્દો છે. કાળીતલાવડી (Kalitalavadi) ના અગ્રણીઓ અને લોકોમાં આ મુદ્દે ભારે ચર્ચા પણ થઈ રહી છે કે કચ્છ કલેકટર, SP, IG, તથા સરહદને લગતી એજન્સીઓ દ્વારા યોગ્ય તપાસ કરવી જોઈએ અને આ સમસ્યાનો ઉકેલ પણ લાવવો જોઈએ.


કાળીતલાવડી (Kalitalavadi) ના હરિ આહીર નામના યુવકે જણાવ્યું કે, તેના મોબાઈલમાં સવારે પાંચ અને સાડા પાંચ વાગ્યાના અરસામાં આ ઘટના બને છે, જેમાં તેના ફોનમાં સવારનું એલાર્મ અડધો કલાક વહેલું થતા ખબર પડી હતી. થોડા સમય પહેલા સિંધ અને તાજેતરમાં બદીનનું લોકેશન દર્શાવતું હતું. 

હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર એક્શન મોડમાં, BU પરમિશન વિનાની બિલ્ડીંગોને AMC એ કરી સીલ


આ ઉપરાંત Twitter, Facebook કે અન્ય સોશિયલ મીડિયામાં કોઈ પણ નવી પોસ્ટ કરે કે કોમેન્ટ કરે ત્યારે તેના ફોનમાં Automatic પાકિસ્તાનના શહેરોનું લોકેશન સિલેક્ટ થઈ જાય છે. પરંતુ મને એમ થયું કોઈ મારા ફોનમાં જ ટેકનિકલ ખામી હશે માટે આવું બનતું હશે પરંતુ આવું અવારનવાર બનતા મે આ વાત મારા મિત્ર વર્તુળમાં જણાવી હતી.


Karachi, Rahimabad, Sindh, Khorwah,Tando Jam વગેરે જેવા પાકિસ્તાનના શહેરોના લોકેશન અને ટાઇમ ઝોન મોબાઈલમાં બતાવે છે. આ ઉપરાંત Google Map માં પણ લોકેશન માટે જોવું હોય તો આ યુવાન પાકિસ્તાનમાં છે તેવું જણાઈ આવે છે. પાકિસ્તાનના જુદાં જુદાં શહેર તથા ગામડાનો લોકેશન સિલેક્ટ થઈ જાય છે.

VIDEO VIRAL: Neha Kakkar સાથે મારઝૂડ કરી રહ્યો છે પતિ રોહનપ્રીત, લગ્નના 6 મહિના બાદ શરૂ થઇ હાથાપાઇ


આ ઘટના અંગે કચ્છ કલેકટર, SP, SOG, કે સરહદ સબંધિત એજન્સીએ આની નોંધ લેવી જોઈએ અને યોગ્ય તપાસ કરવી જોઈએ. પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંઘે આ સમગ્ર ઘટના અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ ઘટના અંગે SOGના પી આઈ દ્વારા તપાસ કરવામાં આવશે.


જાણો શું કહ્યું ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે?
ટાઇમઝોન અને આ સેટિંગ ઓટોમાં હોય ત્યારે નજીકના મોબાઈલ ટાવરમાંથી અક્ષાંશ-રેખાંશના આધારે પકડતું હોય છે. અમેરિકામાં એકસાથે 4 ટાઇમઝોન છે જેથી ત્યાંના લોકોને ઓટો ટાઇમઝોનની જરૂર પડતી હોય છે. રેખાંશના આધારે જે મોબાઈલ નેટવર્ક નજીક હોય ત્યાંથી તે ઓટો ટાઇમઝોન ડિટેકટ કરી મોબાઈલ લોકેશન અને ત્યાંનો સમય ઓટોમાં સેટ કરે છે. નવાઈની વાત છે, પાકિસ્તાન કાળીતલાવડીથી કેટલીય દૂરી પર હોતા આ ઘટના આશ્ચર્ય પમાડે તેવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube