`એકાદું મંદિર ઓછુ બનશે તો ચાલશે પરંતુ શિક્ષણનું મંદિર બનતું હશે તો અમારો પુરતો સહયોગ રહેશે`

કોળી સમાજમાં વધુને વધુ શિક્ષણ તરફ લોકો વધે તેમજ સમાજના લોકો વ્યસનથીમુક્તિ મેળવે અને કુરિવાજો તેમજ અંધ શ્રધ્ધાથી દૂર રહેવા કુવરજીભાઈ બાવળીયાએ અપીલ કરી હતી.
રઘુવીર મકવાણા/બોટાદ: બરવાળા ખાતે તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં કુરિવાજો અને વ્યસન મુક્તિ અંગે પ્રતિજ્ઞા લેવરાવી હતી. કુવરજીભાઈ બાવળીયાએ અપીલ કરતા જણાવ્યું હતું કે એકાદું મંદિર ઓછુ બનશે તો ચાલશે પરંતુ શિક્ષણનું મંદિર બનતું હશે તો અમારો સહયોગ રહેશે.
માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે આ કાર્ડ! આયુષ્માન કાર્ડ જેવી જ 'વય વંદના યોજના' શરૂ
બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં આવેલ કોળી સમાજની વાડી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને બરવાળા તાલુકા કોળી સમાજનું સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, રાજુભાઈ સોલંકી સહિત કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બરવાળા કોળી સમાજના આગેવાનો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ફુલહાર અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
EPFO News: ઘડપણમાં કેટલું મળશે પેન્શન? તમારો પણ PF કપાય છે, તો સરળ સ્ટેપ વિશે જાણો
કોળી સમાજમાં વધુને વધુ શિક્ષણ તરફ લોકો વધે તેમજ સમાજના લોકો વ્યસનથીમુક્તિ મેળવે અને કુરિવાજો તેમજ અંધ શ્રધ્ધાથી દૂર રહેવા કુવરજીભાઈ બાવળીયાએ અપીલ કરી હતી, તેમજ એકાદું મંદિર ઓછું બનશે તો ચાલશે પરંતુ શિક્ષણનું મંદિર બને તો તેમા અમારો સહયોગ રહેશે તેમ કુવરજીભાઈ બાવળીયાએ પોતાના ઉદબોધનમા જણાવ્યું હતું.
એક્શનમાં BCCI, ટીમ ઈન્ડિયાની હાર પર 6 કલાક ચાલી બેઠક, રોહિત અને ગંભીરને પૂછાયા સવાલ
બરવાળા ખાતે યોજાયેલ કોળી સમાજના સ્નેહમિલન સમારોહ મા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત આગેવાનોએ સમાજમાં કુરિવાજો, વ્યસન મુક્તિ અને અંધ શ્રધ્ધા થી દૂર રહેવા પ્રતિજ્ઞા લેવરાવી હતી.