એક્શનમાં BCCI, ટીમ ઈન્ડિયાની હાર પર 6 કલાક ચાલી બેઠક, રોહિત અને ગંભીરને પૂછાયા સવાલ
ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમે 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ હવે બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે મંથન ચાલી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતે 24 વર્ષમાં પ્રથમવાર ઘર આંગણે સ્કીન સ્પીવનો સામનો કરવો પડ્યો. આ હારથી ટીમ ઈન્ડિયાને જબરદસ્ત નુકસાન થયું અને તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન ગુમાવ્યું છે. આ હાર બાદ ટીમ ઈન્ડિયા અને બીસીસીઆઈમાં મંથન ચાલી રહ્યું છે.
હકીકતમાં બીસીસીઆઈએ એક બેઠક કરી, જેમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતને 0-3થી મળેલા પરાજયની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી છે. તેમાં મુંબઈ ટેસ્ટ માટે 'રેન્ક ટર્નર' ની પસંદગી, જસપ્રીત બુમરાહને આરામ આપવો અને ગૌતમ ગંભીરની કોચિંગ શૈલી પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા, પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની સાથે બીસીસીઆઈ સચિવ જય શાહ અને અધ્યક્ષ રોજર બિન્ની સામેલ હતા. ગંભીર ઓનલાઈન બેઠકમાં સામેલ થયો હતો.
હાર પર BCCIમાં મંથન
આ મામલા સાથે જોડાયેલા બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ ગોપનીયતાની શરત પર પીટીઆઈને જણાવ્યું કે આ 6 કલાકની મેરાથોન બેઠક હતી, જે આ પ્રકારની હાર બાદ નક્કી હતી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે અને બીસીસીઆઈ તે નક્કી કરવા ઈચ્છશે કે ટીમ પાટા પર પરત ફરે. સાથે તે જાણવા ઈચ્છશે કે થિંક-ટેંક (ગંભીર-રોહિત-અગરકર) આ વિશે શું વિચારી રહ્યાં છે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ દરમિયાન કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા જેના પર હવે સવાલો ઉઠી રહ્યાં છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે BCCI અધિકારી તે વાતથી નાખુશ હતા કે સતત બે મેચ હાર્યા બાદ બુમરાહને ત્રીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો. આ સિવાય આવી પિચો પર ભારતનું પ્રદર્શન સારૂ ન હોવાં છતાં રેન્ક ટર્નરનો વિકલ્પ પસંદ કરવો. આવા કેટલાક મુદ્દા છે જેના પર ચર્ચા થઈ છે.
(Inputs- PTI)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે