અમદાવાદ : શહેરના શેલા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્મ શેલા ગામે તળાવના નવિની કરણ અને બ્યુટીફીકેશનનું ભુમીપુજન કર્યું હતું.  ખાતમુહૂર્ત પીપીપી ધોરણે તળાવનો વિકાસ કરવામાં આવશે. પાંચ કરોડના ખર્ચે તળાવનું બ્યુટીફીકેશન કરાશેશેલા તળાવના નવીનીકરણ અને બ્યુટિફિકેશન પ્રોજેક્ટની મુખ્ય બાબતો બ્યુટિફિકેશન પ્રોજેક્ટની મુખ્ય બાબતો જોઈએ તો એક લેક ઝોન હશે અને બીજો પબ્લિક પાર્ક ઝોન હશે. શેલાના બારમાસી તળાવના ઇનફ્લો અને આઉટફ્લોની ડિઝાઇનમાં સિટી સ્ટોર્મ વૉટર મેનેજમેન્ટ પ્લાનને એકીકૃત કરીને આખા વિસ્તાર માટે ફ્લડ પ્રૂફિંગ ડિવાઇસ સ્થાપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતને મોદી-શાહની જોડીએ અનોખુ અને આદર્શ રાજ્ય બનાવ્યું: CM


ઉપરાંત અસરકારક ભૂગર્ભ જળ રિચાર્જ થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે. મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરીને તળાવની આસપાસ શહેરી વન ઊભું કરાશે. પબ્લિક પાર્ક ઝોનમાં વૉક-વે, જળાશય પર પગપાળા પુલ, રમતનાં સાધનો સાથે બાળકોના રમતનાં મેદાન, શેડવાળી બેઠકો ધરાવતા પિકનિક સ્પોટ, વ્યાયામ અને યોગ માટે આઉટડોર જિમ્નેશિયમ, બેઠક સાથે વરિષ્ઠ નાગરિક વિસ્તાર, મૂર્તિ વિસર્જન માટે કોમ્યૂનિટી સ્પેસ, પાર્કિંગ વ્યવસ્થા વગેરે અનેક સુવિધાઓ વિકસાવાશે. આ ઉપરાંત ગામના પશુઓ માટે તળાળ ઝોનની બહાર હાલમાં ઉપયોગમાં લેવાતા પશુ માર્ગો પર પીવાના પાણીની ટાંકીઓ પણ ગોઠવવામાં આવશે. શેલા તળાવનું નવીનીકરણ અને બ્યુટિફિકેશન થતાં શેલા ગામ ઉપરાંત આસપાસના નવા વિકસતાં વિસ્તારના હજારો લોકોને અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે.


આખો દેશ જોતો રહેશે તેવો મારો સંસદીય વિસ્તાર બનાવવા માટે હું પ્રતિબદ્ધ છું: અમિત શાહ


આ પ્રસંગે અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, તળાવના ભુમી પુજન અંગે તમામ નાગરિકોને અભિનંદન. ગુજરાતમાં માત્ર ૧૨ વર્ષમાં દૂરંદેશી દાખવી પાણીના સંકટને દુર કરવાનું કામ કર્યું છે. નર્મદા ડેમનુ કામ હોય કે પછી ચેકડેમ, તળાવ ઊંડા કરવા, સૌની યોજના હોય તમામ તબક્કે ગુજરાતના નાગરિકોને પાણીની જરા પણ સમસ્યા ન રહે તેવી વ્યવસ્થા કરી છે. ગુજરાતને હરિયાળુ કરવા માટે માત્ર સરકાર નહી લોકો અને એનજીઓને સાથે જોડીને કામ કરવામાં આવ્યું છે. ગુજરાત માટે આજે સૌથી મોટી સંભાવના પાણી છે. માણસામાં વાવ છે અને તેને લાખા વણજારાની વાવ તરીકે ઓળખવામાં આવે છે. એ વખતે આજના કરતાં વધારે રૂપિયા ખર્ચી જળ સંચયનુ કામ થતું. નરેન્દ્ર મોદી નર્મદાનુ પાણી લાવ્યા હતા. સાણંદ અને અમદાવાદ જિલ્લા ખેડુતોને ૨૦૨૪ પહેલાં ખેતીનું પાણી મળશે. આ વિસ્તારના લોકો તેનો ઉત્સવ ઉજવશે.


GUJARAT CORONA UPDATE: 140 નવા કેસ, 66 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


લાંબા સમયથી સાણંદ વિસ્તારના ખેડૂતો નર્મદાના કમાન્ડ વિસ્તારમાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે. પાણી બચાવવું પડે તે માટે પ્રત્યેક જિલ્લામાં 75 તળાવ બનાવની શરૂઆત કરી છે. આઝાદીના અમૃત મહોત્સ નિમિત્તે ૭૫ તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આસપાસમાં પાણીના તળાવ થકી કૃષિ તળ પણ ઉંચા આવવાના છે. સાણંદમા ૭૫ હજાર લોકો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજાનાઓનો લાભ પહોંચ્યો છે. સાણંદના ૫૪ હજાર લોકોને આયુષ્યમાન કાર્ડ મળ્યા છે. પાંચ લાખ સુધીની ફ્રી સારવાર મળી રહે છે. લોકસભાની ચુટંણી પહેલાં સાણંદ તાલુકાનો સમાવેશ નર્મદાના કમાન્ડ અરીસામાં થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube