પરખ અગ્રવાલ/અંબાજી: યાત્રાધામ અંબાજીમાં ભરેલા ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે અને ના અંતિમ દિવસ સુધી માં ૧૮ લાખ ઉપરાંત યાત્રીકોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીએ પણ મેળાના છેલ્લા દિવસે અંબાજી પહોંચી મા અંબાનાં દર્શને લાભ લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિભાઇ ચૌધરીને મંદિરમાં પૂજા-અર્ચના કરી પુજારીના આશીર્વાદ દીધા હતા. ખાસ કરીને ચાલુ વર્ષે પડેલા સારા વરસાદના પગલે ખેડૂતોમાં પણ ભારે ઉત્સાહ છે ને ખેડૂતો પણ મોટી સંખ્યામાં અંબાજી દર્શનાર્થે પહોંચ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને પણ આજથી જ શરૂ થઈ છે સેવા સપ્તાહનો પણ તેમને સરાહના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે દરેક આયુષ્યમાનની પ્રાર્થના કરી હતી. અંબાજી ખાતે ચાલુ વર્ષે મેળા દરમ્યાન પ્લાસ્ટિક પ્રતિબંધ અને સ્વચ્છતાને લઈને પણ તેમને કામગીરીના વખાણ કર્યા હતા.


અમદાવાદ: સગીર યુવતી સાથે અડધી રાત્રે બળજબરી કરનાર બે ભાઇઓની ઘરપકડ


મેળાના છેલ્લા દિવસે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મા અંબાના દર્શન કરવા અંબાજી આવી પહોંચ્યા હતા. તેઓએ પરિવાર સાથે મંદિરમાં પૂજા અર્ચના કરી આરતીનો પણ લાભ લીધો. જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધજા ચઢાવવામાં આવી છે. બનાસકાંઠાના પ્રસિદ્વ યાત્રાધામ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મહામેળાનો આજે શનિવારે અંતિમ દિવસ છે. રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ લાંબી લાંબી ધજાઓ સાથે પદયાત્રા કરીને માતાના દરબારમાં આવતા હોય છે.


થરા-રાધનપુર હાઇવે પર પીધેલી હાલતમાં કાર ચાલકે 10ને અડફેટે લીધા, 2ના મોત


છઠ્ઠા દિવસે બપોર બાદ ત્રિશૂળિયા ઘાટ રોડ પર પદયાત્રીઓની સંખ્યા નહિવત જોવા મળી હતી. એટલે કે પગપાળા સંઘો જય અંબેના જયઘોષ સાથે અંબાજી પહોંચી ગયા હતા. મહામેળામાં અત્યાર સુધી 19 લાખથી વધુ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા છે. દૂર-દૂરથી લાખો પદયાત્રિકો માના ચરણોમાં શીશ ઝૂકાવી પાવન બન્યા હતા. કરોડો શ્રદ્ધાળુઓના દુઃખ હરનારી મા અંબાના સાનિધ્યમાં લાખો પદયાત્રિકોએ દર્શન કર્યા બાદ વતનની વાટ પકડી છે.


અમદાવાદ: દવા બનાવતી કંપનીમાં કામ કરતા 12 બાળ મજૂર સહિત 94 લોકોને પોલીસે છોડાવ્યા


શુક્રવારે મેળાના છઠ્ઠા દિવસે બે લાખ માઈભક્તો પગપાળા અંબાજી પહોંચ્યા હતા. છઠ્ઠા દિવસે 21 ગ્રામ સોનું મા અંબાને ચડાવાયું હતું. મા અંબાને મળેલી ભેટસોગાદ અને પ્રસાદની કુલ આવક 3.67 કરોડ જેટલી નોંધાઈ છે. મેળાના છ દિવસ દરમિયાન 8.34 લાખ મુસાફરો એસટીમાં બેસી પરત રવાના થયા હતા. 7 હજાર કરતાં વધુ ધજાઓ ચઢાવાઇ હતી. જ્યારે આરોગ્ય વિભાગે 2.92 લાખ દર્દીઓની સારવાર કરી હતી.


જુઓ Live TV:-