અમદાવાદ: દવા બનાવતી કંપનીમાં કામ કરતા 12 બાળ મજૂર સહિત 94 લોકોને પોલીસે છોડાવ્યા
કઠવાડા જીઆઈડીસીમાં આવેલી GSP ક્રોપ સાયન્સ નામની દવા બનાવતી કંપનીમાં ત્રણ મહિનાથી કામ કરતા 12 બાળકો સહિત 94 બંધૂઆ(કરાર આધારિત)મજૂરોને નિકોલ પોલીસે છોડાવ્યા છે. આ તમામ મજૂરોને ગોંધી રાખી તેમની ઈચ્છા વિરૂદ્ધ કામ કરાવવાની સાથે આર્થિક શોષણ પણ કરવામાં આવતું હતું.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: કઠવાડા જીઆઈડીસીમાં આવેલી GSP ક્રોપ સાયન્સ નામની દવા બનાવતી કંપનીમાં ત્રણ મહિનાથી કામ કરતા 12 બાળકો સહિત 94 બંધૂઆ(કરાર આધારિત)મજૂરોને નિકોલ પોલીસે છોડાવ્યા છે. આ તમામ મજૂરોને ગોંધી રાખી તેમની ઈચ્છા વિરૂદ્ધ કામ કરાવવાની સાથે આર્થિક શોષણ પણ કરવામાં આવતું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર સિનોયહીલ પુટી ક્રિશ્ચન મૂળ આસામ અને હોતન બાયુની ક્રિશ્ચન જે મૂળ નાગાલેન્ડ મારફતે આરોપી મુકેશ ભરવાડ મજૂરોને લાવી કામ કરાવતો હતો. આ તમામ મજૂરોને SP રિંગ રોડ પર રણાસણ ટોલટેક્સ પાસે આવેલા બામ્ભા ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. આ મામલે મુકેશ રણછોડ ભરવાડ નામના શખ્સની અટકાયત કરી ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
સુરત: EMI માટે બેંક તરફથી વારંવાર ફોન આવતા યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું
મુકેશ ભરવાડ બેથી ત્રણ એજન્ટ દ્વારા આ લોકોને નાગાલેન્ડ અને આસામથી લાવ્યો હતો. જેમાના કેટલાક ત્રણ માસથી અને કેટલાક ચાર માસથી કામ કરતા હતા. હાલ કેટલી કંપનીઓમાં આ લોકોને મજૂરી કરાવવામાં આવતી હતી. તે અંગે તપાસ ચાલુ છે. તમામ મજૂરોને પગાર પણ આપતા ન હતા અને પરિવાર સાથે વાત નહોતા કરવા દેતા. આ મામલે જુવેનાઇલ જસ્ટિસ, ચાઈલ્ડ લેબર, બોન્ડેડ લેબર કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ આ કેસની અન્ય એજન્સીઓ પણ તપાસ કરશે. આરોપી મુકેશ ભરવાડના લગ્ન આસામમાં થયા હોવાથી તે ત્યાંથી મજૂરો લાવતો હતો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે