અમદાવાદ: સગીર યુવતી સાથે અડધી રાત્રે બળજબરી કરનાર બે ભાઇઓની ઘરપકડ

મહિલા તથા સગીરાઓ પર શારીરિક ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખોખરા વિસ્તારમાં એક એવી ઘટના બની છે કે, એક સગીરા તેના ઘરે ઊંઘતી હતી. ત્યારે બે ઈસમો બારીમાંથી સ્પાઇડરમેનની જેમ આવ્યા અને લાકડીથી સગીરાને જગાડીને નીચે લઇ ગયા હતા. નીચે લઇ જઇ તેની સાથે બળજબરી કરવા લાગ્યા હતા. આ સમયે સગીરાની માતા જાગી ગઇ હતી અને બંને સગીરોનો ભાંડો ફૂટી ગયો હતો.   

Updated By: Sep 14, 2019, 11:27 PM IST
અમદાવાદ: સગીર યુવતી સાથે અડધી રાત્રે બળજબરી કરનાર બે ભાઇઓની ઘરપકડ

ઉદય રંજન/અમદાવાદ: મહિલા તથા સગીરાઓ પર શારીરિક ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખોખરા વિસ્તારમાં એક એવી ઘટના બની છે કે, એક સગીરા તેના ઘરે ઊંઘતી હતી. ત્યારે બે ઈસમો બારીમાંથી સ્પાઇડરમેનની જેમ આવ્યા અને લાકડીથી સગીરાને જગાડીને નીચે લઇ ગયા હતા. નીચે લઇ જઇ તેની સાથે બળજબરી કરવા લાગ્યા હતા. આ સમયે સગીરાની માતા જાગી ગઇ હતી અને બંને સગીરોનો ભાંડો ફૂટી ગયો હતો. 

આ મામલે ખોખરા પોલીસને જાણ કરતા જ બંને ભાઇઓ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે ખોખરા પોલીસસ્ટેશન પાસે આવેલા એક આવાસમાં રહેતી 36 વર્ષની મહિલા પોતાના પરિવાર સાથે રાત્રે ઘરમાં ઊંઘતી હતી. આ દરમિયાન મોડી રાત્રે બ્લોકના પાઇપ પર ચડીને ઉપર આવ્યા હતા અને બે શખ્સોએ લાકડીથી સગીર પુત્રીને જગાડી હતી અને તેને નીચે લઈ ગયા હતા. જે બાદમાં બંને ભાઈઓ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરવા લાગ્યા હતા.

સુરત: EMI માટે બેંક તરફથી વારંવાર ફોન આવતા યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું

આ દરમિયાન સગીરાની માતા પણ જાગી ગઈ હતી અને માટે પુત્રી ઘરમાં મળી ન આવતા શોધખોળ શરૂ કરી હતી. આ સમયે જ તેની નજર બંને ભાઈઓ પર પડી હતી. માતાએ જોયું કે બંને તેની પુત્રી સાથે બળજબરી કરી રહ્યા હતા. મહિલાએ બુમો પાડતા બંને ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદમાં સગીરાએ માતાને કહ્યું કે, છેલ્લા છ મહિનાથી બંને ભાઇઓ તેને હેરાન કરતા હતા. સગીરાના ફોટો તેમના ફોનમાં હોવાનું કહીને બંને તેને હેરાન કરતા હતા. દીકરીની આવી વાત બાદ માતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.

જુઓ Live TV:-