અમદાવાદ :ગણતરીના કલાકોમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 290 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર થોડા કલાકોની જ વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં ક્યાં શુ અસર થઈ રહી છે તે અહીં જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CycloneVayu : વેરાવળ, વલસાડ, દ્વારકામાં દરિયાના મોજા બન્યા શક્તિશાળી, જુઓ શું થયું 


વાવાઝોડાની દિશા બદલાઈ
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે હાલમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું કે, પહેલા આ વાવાઝોડુ વેરાવળ અને દીવ વચ્ચે ટકરાવાનું હતું, પણ હવે વાયુએ પોતાની દિશા બદલી છે, અને હવે આ વાવાઝોડું પોરબંદર અને દિવ વચ્ચે ટકરાશે. વેરાવળની પશ્વિમ ભાગે વાવાઝોડું હીટ થશે. પરંતુ વાવાઝોડીની તીવ્રતામાં કોઈ ઘટાડો આવ્યો નથી. 155-160 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે. તો પવનની ગતિ 170 કિલોમીટરની સ્પીડ પર પણ જઈ શકે છે.


CMએ બે હાથ જોડીને વિનંતી કરી, ‘વાવાઝોડાથી સ્થળાંતરમાં સાથ સહકાર આપો’


વાવાઝોડાને પગલે ટ્રેન રદ કરાઈ
મુખ્યમંત્રીએ માહિતી આપી કે, હવાઈ સેવા, બસ સેવા અને રેલવેમાં પણ દરિયાઈ કાંઠો પરથી પસાર થાય છે ત્યાં સ્થગિત કરી છે. વાયુ વાવાઝોડાને પગલે કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ  છે. વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર અને ભૂજ-ગાંધીધામ જતી ટ્રેનો કેન્સલ કરાઈ છે. તમામ પેસેન્જર તથા એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરાઈ છે. સાંજે 6 વાગ્યાથી 14 જૂન સુધી વાવાઝોડાના પગલે તમામ ટ્રેનો રદ્દ રહેશે. 


‘વાયુ’ના પ્રકોપથી લોકોને બચાવશે સેના-એરફોર્સની ટીમ, વિવિધ વિસ્તારોમાં કામે લાગી


મુખ્યમંત્રીએ સ્થળાંતર કરી લેવાની અપીલ કરી
વાવાઝોડા વિશે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, એક દિવસ સુધી વાવાઝોડાની અસર રહેશે. આપણા માટે વધુ ગંભીર અને ચિંતાનો વિષય બન્યો છે. અમે હાલ બેઠકમાં વ્યવસ્થાની ચર્ચા કરી છે. આગોતરું આયોજન કર્યું છે. વાવાઝોડાની ઝડપ સામે સ્થળાંતર કરવાની ઝડપની ચેલેન્જ છે. એ વહેલા થાય તેવુ અમે ધ્યાન રાખી રહ્યાં છે. તેમણે લોકોને અપીલ કરી કે, એક દિવસ ઘર છોડવું પડે તો કંઈ નહિ ગુમાવો. કારણ કે, વાવાઝોડુ મધરાતે ત્રાટકવાનું છે. વીજળી પણ ગુલ થાય તેવી સક્યતા છે. આવા સમયે અંધારામાં ફાફા ન મારવા પડે, તેથી ગંભીરતા લઈને 10 જિલ્લાના નાગરિકોનો વિનંતી કરુઁ છું કે, સ્થળાંતરમાં સાથ આપો. વાવાઝોડાની તીવ્રતા વધતા દરિયાના મોજા ઉંચા ઉછળશે. તેથી દરિય કાંઠાના ગામાં પાણી ભરાશે. વરસાદનુ પણ પાણી ભરાશે. તેથી તમામ ગામોએ શિફ્ટ કરવું. પાકા મકાનોવાળઓએ પણ શિફ્ટ કરવું. એક પણ વ્યક્તિની જાનહાનિ ન થાય એ જ આપણી સફળતા બનશે. તેથી હું પ્રજાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે, લોકો સલામત સ્થળે સ્થળાંતર કરો તેવી મારી દર્દભરી અપીલ છે. તેમણે કહ્યું કે, પોતાના પશુઓને રાત્રે બાંધી ન રાખો. પૂરમાં અનેક પશુઓ તણાયા હતા. આવામાં તમારા પશુઓને પણ શિફ્ટ કરો. હાલ 1 લાખ 20 હજાર લોકો શિફ્ટ થયા છે. બપોર સુધી મોટાભાગના લોકો શિફ્ટ થશે,. સાંજ પછી વરસાદ શરૂ થશે. ગૃહમંત્રી પણ ગુજરાતની ચિંતામાં છે. તમામ લોકો સહકાર આપવા આવી ગયા છે. તમામ તંત્ર આપણી સાથે તૈયાર છે, ત્યારે લોકો પણ સાથ આપે.  


વાયુના સમાચાર Live


  • ઉનાના નવાબંદરના દરિયામાં બોટ ફસાઈ. જેમાં 7-8 માછીમારો હોવાની શક્યતા છે. ભારે મોજાના પગલે કાંઠે બોટ નથી આવી રહી. 

  • ઊનામાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો. નવાબંદર દરિયો ગાંડોતૂર 10થી 12 ફુટ દરિયાના મોજા ઉછળતા કાંઠે લાંગારાલી બોટ દરિયાઈ પાણીના જોરના કારણે દોરડું તોડી દરિયામાં ધસી ગઈ. આ બોટમા 7 થી8 લોકો ફસાયા છે. 

  • વાયુ વાવાઝોડાના પગલે રાજ્યની 108 સેવા સક્રિય બની. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમા 120 એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ. બીજી 50 એમ્બ્યુલન્સ બેકઅપ માટે રાખવામાં આવી છે. કુલ 600 કર્મચારીઓને એમ્બ્યુલન્સમાં હાલ સેન્ડબાય મૂકાયા છે. એમ્બ્યુલન્સમાં વાવાઝોડા સમયે અને વાવાઝોડા બાદની મેડિકલની સુવિધા આપી શકે એ તમામ સુવિધાઓ કરવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સનો સ્ટાફો 24 કલાક ડ્યુટી પર હાજર રહેશે. તથા 108ના અધિકારીઓ સતત સરકાર સાથે અને લોકલ તંત્ર સાથે સંપર્કમાં રહેશે. 

  • ઉનાના દરિયામાં ભારે કરંટ વચ્ચે મોજા ઉછળવાના શરૂ. 10 ફૂટથી વધુ ઊંચે ઊછળ્યા મોજા. 

  • કચ્છના નલિયા ખાતે 60 જેટલા મરીન કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. વાવાઝોડા સામે લડવા માટે વહીવટી તંત્ર મરીન કમાન્ડો સજ્જ છે. મરીન કમાન્ડો રેસ્ક્યુ જવાબદારી સંભાળશે. ત્રણ બોટ તેમજ લાઈફ રીંગ તેમજ વોકી ટોકી સેટ સાથે સજ્જ છે. સાથે જ મરીન કમાન્ડો પાસે ટોર્ચ અને પ્રાથમિક સારવાર માટેના બોક્સ પણ ઉપલબ્ધ છે. વાવાઝોડા માટે અત્યાધુનિક બોટ, ખાસ તાલીમ સાથે મરીન કમાન્ડો તેયાર છે.

  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહોંચીને અધિકારીઓ સાથે બેઠક કરી. અસરગ્રસ્ત એવા 10 જિલ્લાના કલેક્ટર્સ સાથે પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી. મુખ્યમંત્રીની સાથેની બેઠકમાં મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં. 

  • જામનગરમાં વાયુ વાવાઝોડાના પગલે રાજકીય પક્ષો સક્રિય થયા. જામનગર શહેરમાં ભાજપ દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા. શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કંટ્રોલરૂમ કાર્યરત થયો. ભાજપ દ્વારા લોકોની મદદ માટે ડિઝાસ્ટર હેલ્પલાઇન શરૂ કરાઈ. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિહ જાડેજા જોડિયાની મુલાકાત લેશે. 

  • પોરબંદરમાં સતત બીજા દિવસે જોખમી વૃક્ષોનુ ટ્રિમીંગ કરવામાં આવ્યું. પવનના કારણે વૃક્ષો ધરાશાયી ન થાય તે માટે કાર્યવાહી કરાઈ. મુખ્ય રસ્તાઓ સહિતના વિસ્તારમાં વૃક્ષોની ટ્રીમિંગ કામગીરી હાથ ધરાઈ.



  • રાજકોટના 4 તાલુકાના 3326 લોકોનું સ્થળાંતર કરાયું. ગોંડલ તાલુકાના 9 ગામોના 467 વ્યક્તિઓ, જેતપુર તાલુકાના 11 ગામોના 484 લોકો, ધોરાજી તાલુકાના 7 ગામોના 857 વ્યક્તિ, ઉપલેટના 25 ગામોના 1190 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે. આ તમામને 55 જેટલી સરકારી શાળામાં આશ્રય આપવામાં આવ્યો. 

  • હવામાન વિભાગના કહેવા પ્રમાણે વાવાઝોડું વેરાવળથી ૩૪૦ કિમી દૂર છે

  • તિથલ દરિયો ગાંડોતૂર બન્યો. પાણીનો પ્રવાહ ચોપાટી પાસે પહોંચ્યો. 5 થી 6 ફૂટ જેટલા પાણીનો વહેણ ઉછળી રહ્યો છે.

  • ઉનાના વિદ્યાનગર પ્રથમ વરસાદમાં જ મકાન ધ્વસ્ત થયું. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. 

  • મોરબી જિલ્લાના 9 ગામમાંથી 1250થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ. બોડકી, વર્ષામેડી, જુમાવાડી, મહિકા, કેરાળા અને ટીકીર સહિતના ગામમાંથી લોકોને સરકારી શાળાઓ સહિતની જગ્યાઓએ રાખવામાં આવ્યા.

  • વેરાવળના દરિયા કાંઠે આવેલ જાલેશ્વર વિસ્તારમાં તંત્ર જગ્યા ખાલી કરાવવા પહોંચ્યું, પરંતુ સ્થાનિકોએ જગ્યા ખાલી કરવાની ના પાડી. પોતાના ઘર તેમજ પોતાની બોટો અહીં હોવાથી તેમણે સ્થળાંતરની ના પાડી. વાવાઝોડાને પગલે વેરાવળ નગર પાલિકાના સ્પીકર વાહનો નીચાણવાળા વિસ્તારોમાં લોકોને જગ્યા ખાલી કરવા સૂચના આપવા નીકળ્યા.
     



  • તાપીના વાલોડ તાલુકામાં ગજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો. બુહારીના જમાણિયામા ભારે પવન ફૂંકાતા હવામાં ઉડતા નળિયા અને પતરા નજરે પડ્યા. વાવાઝોડા સાથે વરસાદ વરસી પડતા લોકો પણ ભયભીત બન્યા. સમગ્ર તાપી જિલ્લા મા અન્ય તાલુકાઓમાં વાવાઝોડાથી નુકશાન થયું છે. તો કેટલાક જગ્યાઓએ વૃક્ષો પણ ધારાશાહી થયા. 



  • વાયુ વાવાઝોડાથી ગુજરાતની 687 ગામની વીજળીને અસર થશે. 206 વીજ પોલ્સ, 158 વીજ ફીડર અને 5 ટ્રાન્સફોર્મરને નુકશાન થવાની આશંકા છે. 

  • ભાવનગર જિલ્લાના 4 તાલુકામાં 1009 લોકોનું સ્થળાંતર કરાયું. આ તમામ લોકોને આસપાસની 25 જેટલી સરકારી શાળામાં જગ્યા ફાળવવામાં આવી છે. આ તમામ લોકો માટે ગ્રામપંચાયત અને એનજીઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.