ખતરો વધુ નજીક આવ્યો : વાવાઝોડું આઉટર લાઈનને ટચ થઈ ગયું, સાંજે આ સમયે ગમે ત્યારે ત્રાટકશે
Gujarat Cyclone Latest Update : દર કલાકે છ કિલોમીટર નજીક આવી રહી છે બિપરજોય નામની આફત...ગુજરાતના દરિયાકિનારાથી હાલ 180 કિલોમીટર દૂર છે વાવાઝોડું...ગુજરાત માટે આજનો દિવસ સૌથી ભારે
Gujarat Wether Forecast : 7 કલાક બાદ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. અને આ સમય હોય શકે છે સાંજના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો. તેથી જ એટલે જ ગુજરાત માટે આજે સાંજના 6 વાગ્યાથી રાત્રિના 9.30 વાગ્યા સુધીનો સમય ભારે છે. આજે કચ્છના જખૌ પોર્ટ નજીક બિપરજોય વાવાઝોડું ટકરાવાનું છે. હાલની સ્થિતિએ વાવાઝોડું કચ્છના જખૌથી 180 કિમી દૂર છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી 210 કિમી દૂર છે. તો કચ્છના નલિયાથી 210 કિમી દૂર છે. જ્યારે પોરબંદરથી 290 કિમી દૂર છે. વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની સૌથી વધુ અસર કચ્છ અને તેની આસપાસના જિલ્લા એટલે કે મોરબી, જામનગર, દ્વારકામાં સૌથી વધારે જોવા મળશે. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મના સ્વરૂપમાં છે. વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. જે બાદમાં વધીને 150 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે. રાહત કમિશનર આલોક પાંડેએ વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ આપતા કહ્યું કે, વાવાઝોડુ આઉટર લાઈનને ટચ થઈ ચૂક્યું છે.
દ્વારકામાં મુસાફરો માટે બનાવાયેલા શેડ તૂટ્યા
વાવાઝોડાને કારણે દ્વારકા ચોપાટી પાસે ભારે પવન ફૂંકાયો છે. યાત્રિકો માટે બનાવેલા શેડ તૂટી ગયા છે. ભારે પવનમાં દુકાનોના શેડ ઉડ્યાં છે. નાના વેપારીઓની કેબિનોને ભારે નુકસાની થઈ છે. કેટલીક નુકસાન થઈ તે તો બાદમાં ખબર પડશે. ગોમતી ઘાટ જતા માર્ગો પર બેરિગેટ મુકાય છે. લોકોને ગોમતી ઘાટ પર ના જવા અપીલ કરાઈ છે.
Cyclone Biporjoy: આવી રહેશે વાવાઝોડાની ટકરાવાની પેટર્ન, અઢી-ત્રણ કલાક ટકરાતું રહેશે
વાવાઝોડાના ડરથી આખું કંડલા પોર્ટ ખાલી થઈ ગયું, PHOTOs માં જુઓ બંદરનો સુમસાન નજારો
અંબાલાલ પટેલની નવી આગાહી : વાવાઝોડાની સુપર સાયક્લોનિક અસર ખતરનાક હશે
પવનને લઈને લોકોને તોકતે વાવાઝોડા ની યાદ આવી ગઈ છે. બિપોરજોય વાવાઝોડું જેમ જેમ અરબી સમુદ્રમાં નજીક આવી રહ્યું છે તેમ જાફરાબાદના દરિયામાં છેલ્લા 5 દિવસથી કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે છેલ્લા 5 દિવસથી 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 2000 લોકોની જાફરાબાદ અને રાજુલાના નિચાણવાળા વિસ્તારમાં થી સ્થળાંતર કરવામાં આવ્યું છે.