આવી રીતે માઈક્રોવેવમાં બનાવો ઢોકળા, 10 મિનીટ પણ નહિ લાગે...
ગુજરાતનો ફેમસ નાસ્તો ઢોકળા (Dhokla) હવે ગુજરાતમા જ નહિ, પરંતુ આખા દેશમાં બહુ જ શોખથી ખાવામાં આવે છે. હેલ્ધી હોવાથી તે ભારતીયોના નાસ્તામાં સામેલ થયો છે. ઢોકળા બનાવવામાં પહેલા જ્યા બહુ જ જફા થતી હતી, ત્યાં આજે અમે તમને ઢોકળા બનાવવાની સરળ રેસિપી બતાવીશું. આજે અમે બતાવીશું કે કેવી રીતે માઈક્રોવેવની મદદથી તમે ટેસ્ટી ઢોકળા બનાવી શકો છે. જાણી લો ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગી (Gujarati food) બનાવવાની રેસિપી...
અમદાવાદ :ગુજરાતનો ફેમસ નાસ્તો ઢોકળા (Dhokla) હવે ગુજરાતમા જ નહિ, પરંતુ આખા દેશમાં બહુ જ શોખથી ખાવામાં આવે છે. હેલ્ધી હોવાથી તે ભારતીયોના નાસ્તામાં સામેલ થયો છે. ઢોકળા બનાવવામાં પહેલા જ્યા બહુ જ જફા થતી હતી, ત્યાં આજે અમે તમને ઢોકળા બનાવવાની સરળ રેસિપી બતાવીશું. આજે અમે બતાવીશું કે કેવી રીતે માઈક્રોવેવની મદદથી તમે ટેસ્ટી ઢોકળા બનાવી શકો છે. જાણી લો ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગી (Gujarati food) બનાવવાની રેસિપી...
નેશનલ હાઈવે પરથી જવાનુ થતુ હોય તો ચેતી જવા જેવો કિસ્સો બન્યો
ઢોકળા બનાવવા માટે શુ જરૂર પડે
- 1 કપ બેસન
- 1 મોટો ચમચી રવા
- 2 કાપેલા લીલા મરચાં
- 2 ઈંચ ટુકડો આદુને ક્રશ કરવું
- અડધો કપ દહી
- 1 ચમચી Eno
- ચપટી હળદર પાવડર
- 1 નાની ચમચી ખાંડ
- 1 અડધી ચમચી તેલ
- 1/4 કપ પાની
PFના નિયમમાં આવી રહ્યો છે મોટો બદલાવ, તમારા પગાર પર થશે સીધી અસર
આવી રીતે બનાવો સ્વાદિષ્ટ ઢોકળા
- સૌથી પહેલા એક મોટો વાડકો લો. તેમાં બેસન, દહી, રવા, પાણીને મિક્સ કરીને સારી રીતે ખીરુ બનાવો.
- હવે તેમાં આદુ, મરચા, હળદર પાવદર, મીઠું, ખાંડ, તેલ મિક્સ કરો અને પેસ્ટને બરાબર હલાવો. આ વાતનું ધ્યાન રાખો કે તેમાં કોઈ ગાંઠ ન પડે.
- તમે જે પેસ્ટ બનાવી છે તે વધુ પાતળી કે જાડી ન હોવી જોઈએ. માપમાં જ હોવી જોઈએ.
- હવે માઈક્રોવેવ બાઉલ લો. તેમાં ચારે તરફ સારી રીતે તેલ લગાવો, જેથી ઢોકળા નીચે ચોંટે નહિ અને પેનના કિનારા પર ચોંટે નહિ.
- હવે પેસ્ટમાં ઈનો પાવડર ઉમરો. એક મિનીટની અંદર જ પેસ્ટની માત્રા લગભગ બેગણી થઈ જશે.
- માઈક્રોવેવના બાઉલમાં પેસ્ટનો ઉમેરો. તેના બાદ તેને માઈક્રોવેવમાં રાખો.
- હવે ઓછામાં ઓછા ચાર મિનીટ માટે માઈક્રોવેવમાં ઢોકળા રાખો.
- હવે બાઉલને બહાર કાઢો અને થોડી મિનીટ માટે ઠંડી થવા દો. બાદમાં ચોરસ ટુકડામાં ઢોકળાને કાપો.
- હવે સમય આવ્યો વઘાર આપવાનો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, મીઠો લીમડો અને લીલા મરચા નાંખીને વઘાર આપો. તેના બાદ તેમાં પાણી, ખાંડ અને લીલા ધાણા એડ કરો.
- હવે આ મિશ્રણને બરાબર ઉકાળી લો. તેજ ગેસ પર 2 મિનીટ સુધી પાણી ઉકાળો.
- હવે ઢોકળા પર પાણી ઉમેરી દો. સ્વાદિષ્ટ ઢોળકા હવે સર્વ કરવા માટે તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક