નેશનલ હાઈવે પરથી જવાનુ થતુ હોય તો ચેતી જવા જેવો કિસ્સો બન્યો
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (Vadodara) પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે (National highway) પર લૂંટારું ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. લૂંટારૂ ગેંગ જામ્બુવા પાસે હાઇવે પર પાર્કિંગ સાઇડમાં ઊભેલી ટ્રકમાંથી લૂંટ ચલાવતા હતા. આ સમયે પોલીસની પીસીઆર વાન પહોંચી જતા લૂંટારુઓએ પોલીસ પર ટ્રક ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
PFના નિયમમાં આવી રહ્યો છે મોટો બદલાવ, તમારા પગાર પર થશે સીધી અસર
જામ્બુવા પાસે હાઈવે પર પાર્કિંગ સાઇડ પર કર્ણાટકની ટ્રક ઉભી હતી. જેમાં સોપારી અને કાજુનો માલ સમાન હતો. વહેલી સવારે 12 થી 15 લૂંટારુઓ ટ્રક પર ત્રાટક્યા હતા. ટ્રક ચાલક સૂતો હતો તે સમયે માલ સામાનની લૂંટ ચલાવતા હતા. આવામાં હાઇવે પાસે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની પીસીઆર વાનની નજર આ લૂંટ પર પડી હતી. પોલીસની વાન જોઈ લૂંટારુઓ પોતાની ટ્રક લઈ ભાગ્યા હતા. જેથી પીસીઆર વાન ચાલકે લૂંટારુઓનો પીછો કરતા લૂંટારુઓએ પીસીઆર વાન પર ટ્રક ચઢાવી દીધી અને પોલીસ જવાનોને મારવાનો પ્રયાસ કર્યો હતો.
સાથે જ પોલીસ વાન પર પથ્થરમારો કરી વાનના કાચ તોડી નાંખ્યા હતા. પોલીસ જવાને આ વિશેનો મેસેજ કન્ટ્રોલમાં રૂમમાં આપતા અન્ય પીસીઆર વાન પણ મદદે આવી પહોંચી હતી. જેને પણ ટ્રકનો પીછો કરતા લૂંટારુઓએ બીજી પોલીસ વાનને પણ ટક્કર મારી ખાડામાં પાડવાનો પ્રયાસ કર્યો હતો. આમ, વાનમાં બેઠેલા પોલીસ જવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી. પરંતુ સદ્નસીબે તેઓનો બચાવ થયો હતો. લૂંટારુઓ સોપારી અને કાજુનો માલ લૂંટી ફરાર થઈ ગયા હતા. પીસીઆર વાન ચાલકોએ લૂંટારુઓ સામે લૂંટ, પોલીસ પર હુમલો અને હત્યાના પ્રયાસની ફરિયાદ આપી છે.
હાલ, ટ્રકમાંથી માલ સામાન ચોરી કરીને તથા પોલીસ પર હુમલો કરીને ફરાર થયેલા લૂંટારોઓને શોધવા પોલીસે વિવિધ ટીમો બનાવી છે. લૂંટારુઓએ પીસીઆર વાનચાલક પર ટ્રક ચઢાવી દઈ હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારે પોલીસને ટ્રકનો નંબર હાથ લાગ્યો છે અને ટ્રકના નંબરના આધારે લૂંટારુઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે તેવું ડીસીપી ઝોન-3ના સંજય ખરાતે જણાવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે