અમદાવાદ: દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી થઈ રહી છે. આજે ત્રીજા તબક્કાનું મતદાન છે. સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.  જેમાં 15 રાજ્યોની 117 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાત, કેરળ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, આસામ, દાદરા નાગરહવેલી, દમણ અને દીવની લોકસભા બેઠકો પર મતદાન થશે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાના કારણે ભાજપ તમામ બેઠકો પર જીત મેળવવાની આશા રાખીને બેઠો છે. જ્યારે કોંગ્રેસ તેના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પર મદાર રાખીને બેઠી છે. અલ્પેશ ઠાકોરે હમણા જ કોંગ્રેસ છોડી જ્યારે વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશમાં કોંગ્રેસની પક્કડ મજબૂત કરવામાં મદદ કરનાર જિજ્ઞેશ મેવાણી આ વખતે ચૂંટણી રેસમાં છે જ નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Live: નર્મદાના 314 ગામના આદિવાસીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર, ધરણા ધરી વિરોધ વ્યક્ત કર્યો


જો કે છેલ્લે જે મતદાનના આંકડા જાહેર થયા છે તે જાણીને રાજકીય પક્ષો ચિંતામાં મૂકાયા છે. બપોરે એક વાગ્યા સુધીમાં જે આંકડા જાહેર થયા છે તે મુજબ ગુજરાતની 26 બેઠકો માટે સરેરાશ મતદાન 39.34 ટકા નોંધાયું છે. દાહોદ,પંચમહાલ જેવા આદિવાસી વિસ્તારોમાં મતદાન વધુ નોંધાયું છે. 


ગુજરાતના આ ગામોમાં હજી સુધી એક પણ વોટ ન પડ્યો


મતદાનના લેટેસ્ટ આંકડા, 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન તે જાણો 



બેઠક 12 સુધી મતદાન

1 વાગ્યા સુધીમાં મતદાન

     
કચ્છ 24.36 36.48
બનાસકાંઠા 29.73 41.16
પાટણ 25.06 38.74
મહેસાણા 27.35 40.7
સાબરકાંઠા 27.93 43.08
ગાંધીનગર 24.21 36.97
અમદાવાદ (પૂર્વ) 19.12 26.31
અમદાવાદ (પૂશ્ચિમ) 20.1 34.96
સુરેન્દ્રનગર 23.45 36.86
રાજકોટ 26.55 39.91
પોરબંદર 20.54 28.04
જામનગર 22.14 35.12
જૂનાગઢ 23.17 39.14
અમરેલી 25.35 31.22
ભાવનગર 25.02 36.35
આણંદ 26.93 35.12
ખેડા 25.44 36.9
પંચમહાલ 24.31 38.22
દાહોદ 31.31 46.7
વડોદરા 25.78 41.61
છોટાઉદેપુર 26 38.96
ભરૂચ 25.03 44.86
બારડોલી 28.55 43.48
સુરત 23.38 35.61
નવસારી 24.28 32.53
વલસાડ 25.32 42.97

ગુજરાતની 26 બેઠકો માટે બપોરે એક કલાક સુધીમાં સરેરાશ 39.34 ટકા મતદાન નોંધાયું છે. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...