Gujarat Weather Forecast : ગુજરાતમાં આખરે મેઘ મહેર થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે. સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ આવી રહ્યો છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં રવિવારે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. ધોધમાર વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. સાથે ખેડૂતોને એક આશા બંધાય છે કે વરૂણદેવ મહેરબાની કરી રહ્યા છે, જેથી પાક સારો થશે. તો આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ સહિતના વિસ્તારોમાં સતત વરસાદ આવી રહ્યો છે. વર્ષાઋતુના આગમનની છડી પોકારાઈ જતા લોકોને ગરમીથી રાહત મળશે તેવી રાહ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તરફ રાજ્યમાં વરસાદ તો આવ્યો, પરંતુ સાથે મુશ્કેલીઓ પણ લાવ્યો જ છે. હજુ તો સીઝનની શરૂઆતના જ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. બોટાદમાં અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો ફસાઈ ગયા. તો મોરબી અને રાજકોટમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતમાંથી રવિવારે સાંજે પડેલા વરસાદે તંત્રની બેદરકારી છતી કરી દીધી. સુરત સિવિલમાં RMOની ઓફિસની બહાર જ લોબીમાં પાણી ભરાઈ ગયા. જેના કારણે દર્દીઓ અને હૉસ્પિટલના સ્ટાફને હાલાકી પડી.


ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : વિધિવત આગમનના 15 દિવસ બાદ જામ્યું ચોમાસું


વીજળી પડતાં પાકા મકાનનું ધાબું ચિરાયું
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીજળી પડવાનો ભયાનક કિસ્સો કેમેરમાં કેદ થયો છે. ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં વીજળી પડી હતી. મુકેશભાઈ માધવજીભાઈ ગોયાણીના ઘરના ધાબા પર લગાવેલા સોલાર હિટર પર વીજળી પડી હતી. વીજળી સોલાર હિટરના પાઇપ અને ધાબુ તોડી જમીનમાં સમાઈ ગઈ હતી. વીજળી પડતા સોલાર હિટર અને સ્લેબને મોટું નુકસાન થયુ છે. સદનસીબે વીજળી પડતા કોઈ જાનહાનિના સમાચાર નથી.


ભાવનગરમા વીજળી પડી
ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં પણ વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ. આ ઘટનાથી લોકોમાં કુતુહલ સર્જાયું હતું. પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં વિજપોલ પર વીજળી પડી હતી. પાલીતાણા પંથકમાં આજે બપોર બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે ચાલુ વરસાદે પાલીતાણા ના શક્તિનગર વિસ્તારમાં ભારે ગર્જના સાથે વીજળી પડી હતી. વીજળી પડતા સમગ્ર વિસ્તારની લાઈટ ગુલ થઈ ગઈ હતી. જોકે વીજળી પડવાની ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર નથી.


આ દેશની લોટરી લાગી, સમુદ્રમાંથી મળ્યો 3300 વર્ષ જૂનો ખજાનો


ગોંડલમાં વરસાદ વચ્ચે વીજળી પડી 
ગોંડલ તાલુકાના વેજાગામમાં પણ ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. રવિવારે બપોરના સમયે વીજળી પડી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. વીજળી પડ્યાને લઈને કોઈ જાનહાનિના સમાચાર નથી.


બનાસકાંઠામાં વરસાજની જમાવટ
બનાસકાંઠા જિલ્લામાં બરાબરનો વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારે પાલનપુરમાં વરસાદ વરસ્યો હતો. તો પાલનપુર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો. વડગામ, અમીરગઢમાં પણ છવાયો વરસાદી માહોલ છવાયો છે. ડીસા, દાંતીવાડા પંથકમાં વરસાદ જામ્યો છે. મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. 


તો બીજી તરફ, પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદથી તબાહી સર્જાઈ છે. અરુણાચલ પ્રદેશમાં વાદળ ફાટતા પૂર આવ્યું છે. ઈટાનગરમાં વાદળ ફાટતા ભૂસ્ખલન થયું છે. જેને કારણે નેશનલ હાઈવે 415 અનેક જગ્યાએથી તૂટી ગયો છે. આસામમાં સતત વરસાદથી મુશ્કેલીઓ વધી છે. આસામના ઘણા ભાગો પૂરમાં ડૂબી ગયા છે. 12 જિલ્લાના 4 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આસામમાં પૂરના કારણે 39 લોકોનાં મૃત્યુનો આંક પહોંચ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સતત સ્થિતિ પર નજર, રવિવારે અમિત શાહે પૂરની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક કરી હતી. 


પ્રાકૃતિક ખેતી કરી લખપતિ બની શકાય? ગુજરાતના આ સાહસિક ખેડૂત છે તેનો મોટો પુરાવો