વાયરલ વીડિયોઃ `સિંહોના ટોળા હોતા નથી` કહેવતને ખોટી પાડતી તસવીર
ગીરના જંગલના અંદરથી પસાર થતા માર્ગ પર એક મોટો સિંહ પરિવાર આરામથી બેસેલો જોવા મળ્યો છે. 10થી વધુ સિંહના આ ટોળામાં નર અને માદા સિંહ ઉપરાંત 4-5 જેટલાં બાળ સિંહ પણ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
અમરેલીઃ સામાન્ય રીતે એવું કહેવાય છે કે, સિંહ સમુહમાં રહેતો નથી, તેને એકલવાયું જીવન પસંદ છે. જોકે, તાજેતરમાં જ અમરેલીમાં જે પ્રકારનો નજારો જોવા મળ્યો તેને જોતાં એ જુની કહેવત ખોટી પડે છે કે 'સિંહોના ટોળા હોતા નથી.'
અમરેલીમાં તાજેતરમાં સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે એ વાતી સાદેહી પુરે છે કે સિંહો ટોળામાં પણ રહે છે. ગીરના જંગલના અંદરથી પસાર થતા માર્ગ પર એક મોટો સિંહ પરિવાર આરામથી બેસેલો જોવા મળ્યો છે. 10થી વધુ સિંહના આ ટોળામાં નર અને માદા સિંહ ઉપરાંત 4-5 જેટલાં બાળ સિંહ પણ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
જુનાગઢના દામોદર કુંડમાં ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબી જતાં 12 વર્ષના બાળકનું મોત
સિંહોનું ટોળું જંગલની બોર્ડરની અંદર ઝાંપાની પાસે પણ જોવા મળ્યું હતું અને ત્યાર પછી બહાર રસ્તા પર આવીને આ જ ટોળું મસ્તી કરતું જોવા મળ્યું હતું. આ માર્ગ ગીર જંગલમાં રહેતા લોકો માટે જ સુરક્ષિત છે અને તેમના સિવાય બહારના લોકો આ માર્ગ પર પસાર થઈ શક્તા નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ એક તરફ બાઈક સવાર લોકો ઉભા છે, વચ્ચે સિંહોનું ટોળું છે અને તેની સામેની બાજુએ કારમાં પસાર થઈ રહેલા લોકો આરામથી નીચે ઉતરીને સિંહોનું દર્શન કરી રહ્યા છે.
જુઓ LIVE TV....