પૂર પહેલા સિંહોએ પાળ બાંધવાની શરૂઆત કરી, ઊંચાઈવાળા વિસ્તારો પર વસવાટ કર્યો
સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં હાલ સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે જંગલ વિસ્તારો પણ તેનાથી બાકાત ન હોઈ શકે. ગીર આસપાસના જંગલ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે, ત્યારે સિંહો આગમચેતીના ભાગરૂપે ઊંચાઈવાળા વિસ્તારો પર જતા દેખાઈ રહ્યાં છે. જેના પુરાવા રૂપે વીડિયો સામે આવ્યો છે.
કેતન બગડા/અમરેલી :સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં હાલ સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે જંગલ વિસ્તારો પણ તેનાથી બાકાત ન હોઈ શકે. ગીર આસપાસના જંગલ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે, ત્યારે સિંહો આગમચેતીના ભાગરૂપે ઊંચાઈવાળા વિસ્તારો પર જતા દેખાઈ રહ્યાં છે. જેના પુરાવા રૂપે વીડિયો સામે આવ્યો છે.
પૌત્રીએ કહ્યું, ‘દાદા રમાડતા ગંદી ગંદી વાતો કરે છે, શરીર પર હાથ ફેરવે છે’
અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદી તળાવોમાં વસતા સિંહોએ પોતાનું આશ્રય સ્થાન બદલ્યું છે. જાનવરોની સિક્સ સેન્સ મજબૂત હોય છે, કોઈ પણ કુદરતી ઘટનાને તેઓ પહેલેથી પારખી લેતા હોય છે. ત્યારે સિંહોએ પોતાની સિક્સ સેન્સને પારખીને પૂર વાળા વિસ્તારો છોડી ઉંચાઈવાળા વિસ્તારો પર જઈ રહ્યા છે.
આગામી બે દિવસમાં અતિથી ભારે વરસાદની આગાહી, જુઓ કયા વિસ્તારોને થશે વધુ અસર
નદી-તળાવોમાં પૂર આવવાની ભીતિ સિંહોને સતાવી રહી છે, તેથી પૂર આવવાની આગવી સૂજ ધરાવતા સિંહો ડુંગરની ઊંચાઈ પર જતા રહ્યા છે. શેત્રુંજી ઘાતરવડી ગાગડીયો સહિત કૃષ્ણ ગઢ તળાવ, મિતિયાળા અભયારણ્યનું હોરાવાળી તળાવ આસપાસ સિંહોનો કાયમી વસવાટ હોય છે. ઉનાળાની ગરમીથી બચવા સિંહો નદી તળાવો પાસે પોતાનું રહેઠાણ બનાવતા હોય છે. પરંતુ સાવરકુંડલા, ખાંભા, રાજુલા, લીલીયા ધારીમાં વરસાટ કરતા 60 જેટલા સિંહો નદી-તળાવો છોડતા દેખાઈ રહ્યા છે. તેઓ બેડીયા, હાથિયો, સાવજીયા ડુંગર પર પોતાની આગવી સૂઝબૂઝથી સ્થળાંતર કરી રહ્યાં છે. આમ, સિંહોએ પોતાની સિક્સ સેન્સથી પૂરના ખતરાને ટાળ્યો છે. પૂર આવે પહેલા સિંહોએ પાળ બાંધવાની શરૂઆત કરી દીધી છે.
રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ : અંકલેશ્વરમાં 7 ઈંચ, તો ભરૂચમાં 4.5 ઈંચ વરસાદ
ઉલ્લેખનીય છે કે, પ્રાણીઓ ભલે બોલી શક્તા નથી, પણ તેમની સિક્સ સેન્સ બહુ જ પાવરફુલ હોય છે. જેને કારણે તેઓ માથે આવવાનુ સંકટ પણ ટાળી શકે છે. ત્યારે ચોમાસુ માહોલ વચ્ચે સિંહોની સિક્સ સેન્સનો પુરાવો આપતો વીડિયો સામે આવ્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :