પૌત્રીએ કહ્યું, ‘દાદા રમાડતા ગંદી ગંદી વાતો કરે છે, શરીર પર હાથ ફેરવે છે’

સાત વર્ષની સાવકી પૌત્રીને અડપલાં કરી દુષ્કર્મ આચરનાર દાદાની ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે. બીજા લગ્ન કરનાર પુત્રવધુએ સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી ભોગ બનનારનું મેડિકલ કરાવી તેનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવડાવાની કાર્યવાહી શરૂ કરી છે.

Updated By: Jun 28, 2019, 03:22 PM IST
પૌત્રીએ કહ્યું, ‘દાદા રમાડતા ગંદી ગંદી વાતો કરે છે, શરીર પર હાથ ફેરવે છે’

ઉદય રંજન/અમદાવાદ :સાત વર્ષની સાવકી પૌત્રીને અડપલાં કરી દુષ્કર્મ આચરનાર દાદાની ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે. બીજા લગ્ન કરનાર પુત્રવધુએ સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી ભોગ બનનારનું મેડિકલ કરાવી તેનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવડાવાની કાર્યવાહી શરૂ કરી છે.

આગામી બે દિવસમાં અતિથી ભારે વરસાદની આગાહી, જુઓ કયા વિસ્તારોને થશે વધુ અસર

શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી યુવતીના પ્રથમ લગ્ન આઠ વર્ષ પહેલાં થયા હતા. જેનાથી તેણે સાત વર્ષની દીકરી પણ છે. પરંતુ પ્રથમ પતિ સાથે મનમેળ ન થતા થોડા સમય મહેલા યુવતીએ છુટાછેડા લઇ લીધા હતા અને ત્રણ મહિના પહેલાં ગોમતીપુરના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાત વર્ષની દિકરીને સાથે લઇ યુવતી સાસરે રહેવા લાગી હતી. સસરા પણ સાત વર્ષની સાવકી પૌત્રીને રમાડતા હતા. 25 જૂનના રોજ યુવતીના મામા સસરાનું અવસાન થતા તે ત્યાં અંતિમવિધિમાં ગઇ હતી. ત્યાંથી યુવતી રાત્રે પરત આવી ત્યારે પાડોશી અને માતાએ ઘરે બોલાવી હતી. જેથી યુવતી માતાના ઘરે પહોંચી હતી. ત્યારે સાત વર્ષીય દિકરીએ પેશાબના ભાગે બળતરા થતા હોવાની ફરિયાદ કરી હતી.

સાઉથ આફ્રિકામાં વસેલા ગુજરાતીની લૂંટારુઓએ કરી હત્યા 

જેથી દીકરીની પુચ્છા કરતા તેણીએ જણાવ્યું હતું કે, જ્યારથી નવા પપ્પાના ઘરે આવી છું ત્યારથી દાદા રમાડતા રમાડતા ગંદી ગંદી વાતો કરે છે અને શરીરના જુદા જુદા ભાગે હાથ ફેરવે છે. ઉપરાંત પેશાબની જગ્યાએ આંગળી નાંખે છે, જેથી બળતરા થાય છે. આ અંગે સસરાને ઠપકો આપતા સસરાએ ઉલટા ચોર કોતવાલ કો દંડે તેવી સ્થિતિ ઉભી કરી યુવતીએ ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી આ અંગે યુવતીએ સસરા સામે ગોમતીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સસરાની ધરપકડ કરી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :