મૌલિક ધામેચા, અમદાવાદ : બુટલેગરો દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે રોજેરોજ નીતનવા કિમિયા અજમાવી રહ્યાં છે. એક નવો કિમિયો પકડાયો. જેમાં પાઉડરની થેલીઓની આડમાં દારૂ ઘૂસાડવાનું ષડયંત્ર ઝડપાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મળતી માહિતી મુજબ પાઉડરની થેલીઓની આડમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર પકડાયું છે. આ ષડયંત્ર હેઠળ રાજસ્થાન થી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો નવો કીમિયો  અજમાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ આર.આર.સેલે 13 લાખથી વધુની કિંમતના દારૂના જથ્થા ભરેલી ટ્રક સાથે એક વ્યક્તિની આ મામલે ધરપકડ કરી છે. 



અત્રે જણાવવાનું કે બગોદરા નજીકથી એક ટ્રક ઝડપીને દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. રાજસ્થાન થી દારૂનો જથ્થો રાજકોટ લઈ જવાતો હતો. પોલીસે ટ્રક સહિત કુલ 25.89 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 



ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...