Latest Update News: AAP ના અમદાવાદ શહેર પ્રમુખ સામે કોર્ટમાં ફરિયાદ, પત્ની-પુત્ર સહિત 6 સામે ફરિયાદ

Mon, 29 Aug 2022-8:37 pm,

દિવસભરના મહત્વના સમાચારો અને લાઈવ અપડેટ માટે વાંચો અમારો લાઈવ બ્લોગ...

આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ સામે અરવલ્લી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કલોલ નિવાસી વિરલ ગિરી ગૌસ્વામીએ મોડાસા કોર્ડમાં ફરિયાદ દાખલ કરી છે. શહેર પ્રમુખ જયંતિલાલ મેવાડા સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, જયંતિલાલ મેવાડાએ ફરજ દરમિયાન 300 કરોડનો ભ્રસ્ટાચાર કરી મિલકત ખરીદી છે.
વધુ માહિતા વાંચવા અહીં ક્લિક કરો...

Latest Updates

  • ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂતોને આપવામાં આવશે સહાય, જાણો શું કહ્યું કૃષિમંત્રીએ

    કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજયના ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર હરહંમેશ કટિબદ્ધ છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આગામી તા. 1 સપ્ટેમ્બરના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી ખેડૂત હિતલક્ષી અનેક પ્રકલ્પો તથા સહાય વિતરણના કાર્યક્રમો યોજાશે.
    વધુ માહિતી માટે અહીં ક્લિક કરો...

  • 'ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ ભલે મૃદુ સ્વભાવના લાગે, પણ લવજેહાદને નહિ ચલાવે'- આવું કોણે કહ્યું?

    બનાસકાંઠા જીલ્લાના ડીસા પંથકમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. ડીસાના માલગઢ ગામની એક યુવતીને વિધર્મી યુવકે પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને યુવતી સહિત તેની માતા અને ભાઈનું બ્રેઇન વોશ કરી ધર્મપરિવર્તન કરાવતા તેમજ યુવતીના પિતાને ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરી 25 લાખ રૂપિયા માંગતા યુવતીના પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
    વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...

  • આપે જાહેર કરી સંગઠનની યાદી, સફીન હસન સંભાળશે સોશિયલ મીડિયા

    આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આજે આપ ગુજરાતનું સંગઠન પુર્ણ સ્વરૂપ પૂર્ણ થયું છે. બાકી રહેલા હોદ્દાઓ પર આજે આમ આદમી પાર્ટીએ સંગઠનોમાં નિમણૂક કરી હતી. ચોથી યાદીમાં 2100 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

  • અમદાવાદ: રાજ્યમાં દિવસે ને દિવસે રખડતા ઢોરોનો આતંક વધતો જાય છે. હાઇકોર્ટની ફટકાર બાદ પણ શહેરોના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ની 21 ટીમો રસ્તા પર રખડતા ઢોર્ને પકડવા માટે કાર્યરત છે. ગઇકાલે 100થી વધુ ગાયો પકડી 72 લોકો સામે FIR કરવામાં આવી હતી.  AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્રારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ત્રણ દિવસમાં 540 ગાયો પકડવામાં પકડવામાં આવી છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

    વિમાનની કોકપિટમાં પાઈલટ્સે કરી ખુબ બાથંબાથી
    કોકપિટમાં મારામારી કરનારા એર ફ્રાન્સના બે પાઈલટને સસ્પેન્ડ કરી દેવાયા છે. બંને પાઈલટ જૂન મહિનામાં કોકપિટમાં લડી પડ્યા હતા. તે સમયે ફ્લાઈટ જીનિવાથી પેરિસ જઈ રહી હતી. એર ફ્રાન્સે આ અધિકૃત જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પાઈલટ્સની મારામારીની અસર ફ્લાઈટ પર પડી નથી અને સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. એરલાઈન્સે કહ્યું કે મુસાફરોની સુરક્ષા માટે કંપની પ્રતિબદ્ધ છે. સ્વિટ્ઝરલેન્ડ લા ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ ફ્લાઈટ ટેક ઓફ થયાના થોડા સમય બાદ પાઈલટ અને કો પાઈલટ વચ્ચે લડાઈ  શરૂ થઈ ગઈ. બંનેએ એક બીજાનો કોલર પકડી લીધો અને મારપીટ કરવા લાગ્યા હતા. રિપોર્ટ મુજબ બંનેને છોડાવવા માટે કેબિન ક્રુએ પણ વચ્ચે પડવું પડ્યું. એક ક્રુ મેમ્બર કોકપિટમાં પાઈલટ સાથે જ રહ્યો. જે સમયે આ ઘટના ઘટી ત્યારે વિમાન ચાડ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. વિમાનની ટેંકમાંથી 1.4 ટન ફ્યૂલ ગાયબ હતું.  રિપોર્ટના તારણમાં કહેવાયું કે ક્રુ મેમ્બર્સે સુરક્ષા પ્રક્રિયાનું પાલન ન કર્યું જેનાથી આગ લાગવાનું જોખમ વધી ગયું. જો કે વિમાન સુરક્ષિત રીતે ચાડમાં લેન્ડ કરી ગયું. 

  • સત્તાની શતરંજ: PM મોદીના GUJARAT પ્રવાસ બાદ CM આક્રમક

    ગુજરાત વિધાનસભા (Gujarat Assembly Election 2022) ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાત (Gujarat) માં આપ પાર્ટી (Aam Aadmi Party) ના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) નું આક્રમણ અસાધારણ જોવા મળ્યું છે. જો કે હવે ભાજપ દ્વારા તેનો જવાબ આક્રમકતાથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધી આપના પ્રચાર આક્રમણ સામે ગુજરાત ભાજપ પાસે માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જ ચહેરાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પણ હવે ગુજરાતના મૃદુલ અને મક્કમ રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

  • તાપી નદી ફરી બનશે જીવંત, સુરતીઓને ક્યારેય પણ મીઠા પાણીની સર્જાશે નહી અછત

    ચેતન પટેલ, સુરત: સુરતની પ્રજા માટે મહત્વકાંક્ષી કન્વેશનલ બેરેજ થકી રૂઢથી કોઝવે સુધીના 10 કિમીનું મીઠા સરોવરનું તળાવ રચાશે. સરોવરમાં 1700 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે. આ પ્રોજેક્ટના કારણે શહેરમાંથી પસાર થતી તાપી નદી ફરી જીવંત થઇ જશે. તાપી નદી 12 માસે મીઠા પાણીથી ભરાયેલા રહેતા શહેરના ભૂગર્ભ જળની ક્વોલિટી સુધરશે. તેમજ બેરેજના કારણે તાપી નદીમાં બાકી રહી ગયેલા પાળા પણ બની જશે. સુરત મહાનગરપાલિકાએ તાપી નદી પર બેરેજ બનાવવાનું નક્કી કર્યું છે. જેના કારણે આવનારા વર્ષોમાં સુરતની પ્રજાને ક્યારે પણ પાણીની (Surat Water Problem) અછત સર્જાશે નહીં. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

  • Gujarat BJP નેતાઓ સાથે PM મોદીએ યોજી બેઠક, તૈયાર કરી ચૂંટણીની રણનીતિ

    અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને ફક્ત હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે તેને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની પ્રદેશ એકમની કોર કમિટીના સભ્યો સાથે બંધ બારણે બેઠક કરી. પાર્ટીના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે શનિવારથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ પ્રદેશ મુખ્યાલય 'કમલમ' માં બેઠક કરી હતી. ભાજપની બેઠકમાં સામેલ થવાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ગૃહ રાજ્યનો પ્રવાસ સમાપ્ત કર્યો અને દિલ્હી માટે રવાના થઇ ગયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજ્યમાંથી પાર્ટીની કોર કમિટીના મોટાભાગના સભ્યો બેઠકમાં જોડાય હતા.  વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

  • Ravindra Jadeja ના પત્ની કેમ કાર્યક્રમમાંથી ફટાફટ ભાગીને ગયા ઘરે? રિવાબાએ શું કહ્યું?

    Aisa Cup 2022 Ind vs Pak: ભારતે એશિયા કપ 2022ની પહેલી જ મેચમાં પાકિસ્તાન હરાવીને ધૂળ ચાડતું કરી દીધું છે.જેમાં ખાસ કરીને જાડેજા અને પંડ્યાની શાનદાર બેટિંગએ ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી-20 મેચમાં ખરો રંગ રાખ્યો હતો. જાડેજા અને પંડ્યા આ બે ગુજ્જુ બોયના સૌ કોઈ વખાણ કરી રહ્યું છે. ત્યાં ખુદ પ્રધાનમંત્રી મોદીએ પણ ગુજરાતના આ બે ખેલાડીઓના વખાણ કર્યાં હતાં. અને ટ્વીટ કરીને ટિમ ઈન્ડિયાને પાકિસ્તાન સામેની મેચમાં જીત બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં છગ્ગો ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી હતી. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... 

  • રખડતા ઢોરને લીધે ઝાયડસ બ્રિજ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    અમદાવાદ: રાજ્યમાં દિવસે ને દિવસે રખડતા ઢોરોનો આતંક વધતો જાય છે. હાઇકોર્ટની ફટકાર બાદ પણ શહેરોના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ની 21 ટીમો રસ્તા પર રખડતા ઢોર્ને પકડવા માટે કાર્યરત છે. ગઇકાલે 100થી વધુ ગાયો પકડી 72 લોકો સામે FIR કરવામાં આવી હતી.  AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્રારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ત્રણ દિવસમાં 540 ગાયો પકડવામાં પકડવામાં આવી છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.. 

     

  • App તમારા સ્માર્ટફોનને બનાવી દેશે CCTV camera

    મોટાભાગના લોકો તેમના ઘરની સલામતીને લઈને ચિંતિત હોય છે. જો ઘરમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન કરવામાં આવે તો ચોરો ઘરને તાકમાં રાખીને ધૂસી શકે છે. અને આવા સમયે ચોર તમારી ગેરહાજરીના સમયે ઘરમાં ચોરી કરી શકે છે. હવે આવી ઘટનાથી ટાળવા માટે લોકો પોતાના ઘરમાં CCTV કેમેરા લગાવતા હોય છે. પરંતુ મધ્યમ વર્ગના લોકો પાસે CCTV કેમેરા લગાવવાનું બજેટ હોતુ નથી. તેને લગાવવાનો ખર્ચ 5 હજારથી 20 હજાર સુધીનો હોય છે. વધુ વાંચવા માટે ક્લિક કરો...

  • અલકેશ રાવ, પાલનપુર: ડીસાના માલગઢ ગામમાં ધર્મપરિવર્તનનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધર્મી યુવકે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ગસાવી હતી. ત્યારબાદ યુવતિ સહિત તેની માતા અને ભાઇને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા યુવતિના પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેને લઇને પાલનપુર પોલીસે 5 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ વાંચવા માટે ક્લિક કરો... 

  • બ્રિજેશ દોશી, ગાંધીનગર: રાજ્યમાં અવાર નવાર આંદોલનો જોવા મળે છે. ગુજરાતમાં વારંવાર વિવિધ માંગણીને લઇને અલગ-અલગ કર્મચારી યુનિયન, કિસાન આંદોલન, એલઆરડી પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન, પૂર્વ સૈનિકોના આંદોલનને લઈને સરકાર ચિંતામાં જોવા મળી છે. ત્યારે સરકાર દ્વારા આ આંદોલનોના નિકાલ માતે પાંચ મંત્રીઓની કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ કમિટીમાં રાજ્ય સરકારના પાંચ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. આ કમિટીમાં જીતુ વાઘાણી, ઋષિકૅશ પટેલ, કનુ દેસાઇ, બ્રિજેશ મેરજા, હર્ષ સંધવીનો સમાવેશ કરવામાં આવશે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... 

  • મિશન 2022 માટે AAP એ જાહેર કરી સંગઠનની યાદી

    રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષોએ કમર કસી લીધી છે. ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી સતત પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની બે યાદી પણ જાહેર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે મિશન 2022 માટે આજે આમ આદમી પાર્ટીએ સંગઠનની યાદી જાહેર કરી છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link