આંદોલનોથી ચિંતામાં Gujarat સરકાર: આંદોલનોના ગુંચવાડા ઉકેલશે આ 5 મંત્રીઓની કમિટી
હાલમાં રાજ્યમાં કિસાન આંદોલન, એલઆરડી પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન ચાલી રહ્યા છે. ત્યારે આ કમિટી દ્રારા તેમને શાંત પાડી અને યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
Trending Photos
બ્રિજેશ દોશી, ગાંધીનગર: રાજ્યમાં અવાર નવાર આંદોલનો જોવા મળે છે. ગુજરાતમાં વારંવાર વિવિધ માંગણીને લઇને અલગ-અલગ કર્મચારી યુનિયન, કિસાન આંદોલન, એલઆરડી પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન, પૂર્વ સૈનિકોના આંદોલનને લઈને સરકાર ચિંતામાં જોવા મળી છે.
ત્યારે સરકાર દ્વારા આ આંદોલનોના નિકાલ માતે પાંચ મંત્રીઓની કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ કમિટીમાં રાજ્ય સરકારના પાંચ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. આ કમિટીમાં જીતુ વાઘાણી, ઋષિકૅશ પટેલ, કનુ દેસાઇ, બ્રિજેશ મેરજા, હર્ષ સંધવીનો સમાવેશ કરવામાં આવશે.
આજે બપોરે આંદોલન માટે બનાવવામાં આવેલી કમિટીના મંત્રીઓની એક બેઠક મળશે. કમિટીમાં સમાવેશ કરવામાં આવેલા મંત્રીઓ દ્વારા આંદોલનના માર્ગે ગયેલા કર્મચારીઓનો ઉકેલ નિકાળી આંદોલનોને શાંત પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે હાલમાં રાજ્યમાં કિસાન આંદોલન, એલઆરડી પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન ચાલી રહ્યા છે. ત્યારે આ કમિટી દ્રારા તેમને શાંત પાડી અને યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે