તાપી નદી ફરી બનશે જીવંત, સુરતીઓને ક્યારેય પણ મીઠા પાણીની સર્જાશે નહી અછત

અંદાજે 972 કરોડ રૂપિયાના ખર્ચે આ નવી કનેક્ટિવિટી ઉભી કરવામાં આવશે .જેથી કરીને સુરતના વિકાસ માટે મહત્વનું બની રહેશે. છેલ્લા 100 વર્ષના ડેટા એકઠા કર્યા બાદ બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

તાપી નદી ફરી બનશે જીવંત, સુરતીઓને ક્યારેય પણ મીઠા પાણીની સર્જાશે નહી અછત

ચેતન પટેલ, સુરત: સુરતની પ્રજા માટે મહત્વકાંક્ષી કન્વેશનલ બેરેજ થકી રૂઢથી કોઝવે સુધીના 10 કિમીનું મીઠા સરોવરનું તળાવ રચાશે. સરોવરમાં 1700 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે. આ પ્રોજેક્ટના કારણે શહેરમાંથી પસાર થતી તાપી નદી ફરી જીવંત થઇ જશે. તાપી નદી 12 માસે મીઠા પાણીથી ભરાયેલા રહેતા શહેરના ભૂગર્ભ જળની ક્વોલિટી સુધરશે. તેમજ બેરેજના કારણે તાપી નદીમાં બાકી રહી ગયેલા પાળા પણ બની જશે.

સુરત મહાનગરપાલિકાએ તાપી નદી પર બેરેજ બનાવવાનું નક્કી કર્યું છે. જેના કારણે આવનારા વર્ષોમાં સુરતની પ્રજાને ક્યારે પણ પાણીની (Surat Water Problem) અછત સર્જાશે નહીં. સુરતથી પસાર થનાર તાપી નદી અરબી સમુદ્રમાં (Tapi River Barrage) મળતી હતી .જેના કારણે કરોડો લિટર પાણી સમુદ્રમાં ઠલવાઇ જતું હતું. ખાસ કરીને મોનસુન સમયમાં પીવાલાયક પાણી સમુદ્રમાં જતું હતું. મોનસુનના પાણીને કઈ રીતે સ્ટોરેજ કરી શહેરીજનોને પીવાલાયક પાણી આપી શકાય તે વિચાર સાથે સુરત મહાનગરપાલિકા તાપી નદી પર કરોડોના ખર્ચે બેરેજ બનાવશે.

અંદાજે 972 કરોડ રૂપિયાના ખર્ચે આ નવી કનેક્ટિવિટી ઉભી કરવામાં આવશે .જેથી કરીને સુરતના વિકાસ માટે મહત્વનું બની રહેશે. છેલ્લા 100 વર્ષના ડેટા એકઠા કર્યા બાદ બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. બેરેજમાં 60 વર્ટિકલ ઓપરેટેડ ગેટ હશે. સૂંઢથી ભાઠા વચ્ચે 1036 મીટરનો બેરેજ બનાવવામાં આવશે. જેમાં 60 વર્ટિકલ ઓપરેટેડ ગેટ હશે. જેમાં એક ગેટ 15/7 મીટરનો એક ગેટ હશે અને તે દોઢ મીટર જેટલો પાણીમાં હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news