• પોતાની જ પાર્ટીમા જંગ લડી રહેલા ચિરાગ પાસવાને અમદાવાદમાં પીએમ મોદીના નજીકના ગણાતા નેતા સાથે કરી મુલાકાત

  • છેલ્લા ઘણા દિવસોથી ચિરાગ પાસવાનને પોતાના ઘરમાં જ બળવાનો કરવો પડ્યો છે. કાકા પારસ પાસવાને જ પક્ષ પર કબજો જમાવ્યો છે


બ્રિજેશ દોશી/અમદાવાદ :લોક જનશક્તિ પાર્ટી (Lok Janshakti Party) માં સ્થિતિ વણસી રહી છે. ત્યારે પાર્ટીના સાંસદ ચિરાગ પાસવાન (Chirag Paswan) એ સોમવારે અચાનક અમદાવાદની મુલાકાતે પહોંચ્યા છે. સૂત્રોના અનુસાર, ચિરાગ પાસવાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક નજીકના નેતા સાથે મુલાકાત કરી છે. મુલાકાત દરમિયાન તેમની વચ્ચે શુ વાતચીત થઈ તેનો કોઈ ખુલાસો થયો નથી. જોકે, લોજપા સાંસદે આ વિશે કહ્યું કે, આ એક ખાનગી મુલાકાત હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં નેતા સાથે મુલાકાત કરી 
એલજેપી નેતા ચિરાગ પાસવાનની ગુપ્ત મુલાકાતથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. તેમણે અમદાવાદમાં ભાજપ નેતા સાથે ગુપ્ત મુલાકાત કરી હોવાનું સામે આવ્યું છે. આ ગુપ્ત બેઠક માટે ચિરાગ પાસવાન અમદાવાદ આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી ચિરાગ પાસવાનને પોતાના ઘરમાં જ બળવાનો કરવો પડ્યો છે. કાકા પારસ પાસવાને જ પક્ષ પર કબજો જમાવ્યો છે. 


પાર્ટીમાં પોતાનો દાવો મજબૂત કરવા માગે છે ચિરાગ પાસવાન 
બિહારમાં લોજપા પાર્ટીમાં જે રીતે ધમાસાણ મચ્યુ છે, તેને જોઈને અમદાવાદની તેમની મુલાકાત બહુ જ મહત્વની ગણવામાં આવી રહી છે. કહેવાય છે કે, પીએમ મોદીના સૌથી ભરોસાપાત્ર નેતા સાથે મુલાકાત કરીને ચિરાગ પાસવાન પાર્ટીની અંદર પોતાનો દાવો મજબૂત કરવાના પ્રયાસોમા લાગ્યા છે. ચિરાગે આ મુલાકાત પીએમ મોદી અને બીજેપીને કરાયેલી અપીલ પર કોઈ રિસ્પોન્સ ન મળવા પર કરી છે.



ચિરાગ પાસવાન હાલ ગુજરાતમાં છે અને બિહારમા લાલુની પાર્ટી આરજેડી તેમને પોતાના પક્ષમાં ખેંચવાના પ્રયાસમાં લાગી છે. આરજેડીએ ચિરાગના પિતા રામવિલાસ પાસવાનની જયંતી ઉજવવાની પણ જાહેરાત કરી છે. આરજેડી 5 જુલાઈના રોજ તેમની જયંતી મનાવશે. તો બીજી તરફ, આરજેડીની ચિરાગ પાસવાનમાં દિલચસ્પી વધી જતા બીજેપીમાં ખલબલી મચી ગઈ છે. હવે આ રાજનીતિ શુ રંગ લાવે છે તે તો ટૂંક સમયમાં માલૂમ પડશે.