રાજકોટમાં ચૂંટણી પહેલા મહિલાઓ રણચંડી બની, સશક્ત મહિલાઓને ઉમેદવાર બનાવવાની ઉઠી માંગ
- ‘કોંગ્રેસમાં કામ કરે છે તેને ટિકિટ નથી મળી...’ તેવી લાગણી રાજકોટ કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓને થઈ રહી છે
- ચૂંટણીમાં નામોની જાહેરાત પહેલા જ રાજકોટમાં સરદારધામ ખાતે પાટીદાર (patidar) મહિલાઓએ વિરોધ દર્શાવ્યો
રક્ષિત પંડ્યા/રાજકોટ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Polls) જાહેર થતા જ લગભગ દરેક પાલિકામાં નારાજગી, વિરોધ, રિસામણા-મનામણાનો દોર શરૂ થયો છે. આવામાં રાજકોટ (rajkot) માં પણ વિરોધનો વંટોળ ઉભો થયો છે. ચૂંટણીને લઈને રાજકોટમાં રાજકારણ ગરમાયું છે. સ્થાનક સ્તરે કકળાટ વધ્યો છે. જેમાં રાજકોટની મહિલાઓએ અવાજ ઉઠાવ્યો છે.
કોંગ્રેસમાં મહિલા કાર્યકર્તાઓ નારાજ
કોંગ્રેસે અત્યાર સુધી બે યાદી જાહેર કરી છે. જેમાં મહિલા કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી છે. ટિકિટ કપાતા મહિલા કાર્યકરો નારાજ થઈ છે. વોર્ડ નંબર 1 બાદ અન્ય 3 વોર્ડ માં પણ વિરોધના સૂર વધ્યા છે. વોર્ડ નંબર 2, 13 અને 16 માં મહિલા કાર્યકરો નારાજ જોવા મળી છે. ‘કોંગ્રેસ (congress) માં કામ કરે છે તેને ટિકિટ નથી મળી...’ તેવો વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. જોકે, હજુ નામો જાહેર થશે ત્યારે પક્ષને વધુ કકળાટનો સામનો કરવો પડી શકે છે. વોર્ડ નંબર 1ના પ્રમુખ હર્ષાબેન જાડેજાએ પોતાના જ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : કોંગ્રેસે બીજી યાદી જાહેર કરતા જ કકળાટ થયો, કેટલાક વોર્ડ પ્રમુખ હરખાયા તો કેટલાક ગિન્નાયા...
મહિલા સરપંદના વહીવટદાર પતિ સામે વિરોધ
તો બીજી તરફ, રાજકોટમાં પાટીદાર મહિલા નેતાઓનો આક્રોશ જોવા મળ્યો છે. ચૂંટણી (Local Body Elections) માં નામોની જાહેરાત પહેલા જ રાજકોટમાં સરદારધામ ખાતે પાટીદાર (patidar) મહિલાઓએ વિરોધ દર્શાવ્યો છે. તો અસંખ્ય મહિલા કાર્યકર્તાઓએ ટ્વીટ કરી છે કે, કેટલીક મહિલા સરપંચ તરીકે કોર્પોરેટરો હોય છે, પણ વહીવટ તો તેમના પતિ જ કરતા હોય છે; આ બદલવાની જરૂર છે. સરદારધામનાં મહિલા આગેવાન શર્મિલા બાંભણિયાએ ટ્વીટ કર્યું છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ રૂપાણી, ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ, કોંગ્રેસ-પ્રમુખ અમિત ચાવડા, આપ- પ્રમુખ ગોપાલ ઈટાલિયા, NCP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલને ટ્વીટ કર્યાં છે અને સશક્ત મહિલાઓને ટિકિટ આપવા માંગ કરી છે.
આ પણ વાંચો : ચૂંટણીમાં નારાજગીના દોર વચ્ચે સુરતમાં બે દિવસમાં 1351 ફોર્મ ઉપડ્યા
સશક્ત મહિલાઓને ઉમેદવાર બનાવવાની માંગ ઉઠી
શર્મિલા બાંભણિયાએ કહ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સશક્ત મહિલાઓને જ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે. આગેવાન કે કાર્યકરોની પત્નીને ટિકિટ ન અપાય એવી રાજકીય પાર્ટીના અધ્યક્ષો પાસે માગ કરવામાં આવી છે. સમાજમાં સારું પ્રતિનિધિત્વ માટે સક્ષમ મહિલાને ટિકિટ આપવામાં આવે, શર્મિલા બાંમભણિયાએ કહ્યું હતું કે મહિલા સરપંચ હોવાથી તેમના પતિ જ વહીવટ કરતા હોય છે, જેને બદલવાની જરૂર છે.