•  મતગણતરીનો દિવસ અલગ અલગ હોવાથી અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી

  • તમામ ચૂંટમીની મતગણતરી એક જ દિવસે રાખવાની માંગ કરી હતી

  • એક દિવસે મતગણતરી કરવી શક્ય ન હોવાની ચૂંટણી પંચે રજૂઆત કરી હતી


આશ્કા જાની/અમદાવાદ :સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મતગણતરી એક જ તારીખે નહિ થાય. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે થયેલી અરજી પર મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ અંગેની અરજી ફગાવી દીધી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીની મતગણતરીની તારીખ અલગ હોવાથી કોર્ટમાં અરજી થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી અંગે હાઈકોર્ટ આજે મોટો ચુકાદો આપ્યો છે. મહાનગર પાલિકા અને જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાની મતગણતરી અલગ અલગ રાખવાથી અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને એક જ દિવસે મતગણતરી રાખવાની માંગ કરી હતી. જેમાં એક દિવસે મતગણતરી કરવી શક્ય ન હોવાની ચૂંટણી પંચે રજૂઆત કરી હતી. જેમાં અલગ અલગ મતગણતરી કરવી કે એક દિવસે મતગણતરી કરવી તેના પર આજે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. 


આ પણ વાંચો : બે પત્નીઓ વચ્ચે પતિનો મરો... ભાજપા નેતાની બે પત્નીઓ અલગ અલગ પક્ષમાંથી લડી રહી છે ચૂંટણી


મહત્વનું છે ચૂંટણી પંચે અલગ અલગ મતદાનની સાથે મતગણતરી માટે અલગ અલગ તારીખો જાહેર કરી હતી. જેમાં અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી યોજવી એ તમામની ફરજ છે. જેના જવાબમાં ચૂંટણી પંચે 303 પાનાનું સોંગદનામું રજૂ કરી કહ્યું હતું. જેમાં ચૂંટણી પંચે જવાબ રજૂ કરીને કહ્યું કે, વર્ષ 2005માં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણની મતગણતરી અલગ અલગ થઈ હતી. એક જ દિવસે મતગણતરી કરવામાં વધુ સ્ટાફની જરૂર પડે, જેથી તે શક્ય નથી. ઉપરી અધિકારીએ દરેક સ્થળે પહોંચવાનું હોવાથી એ પહોંચી શક્તા નથી. તેમજ કોવિડ મહામારીના કારણે એલ રૂમમાં 14 ટેબલના બદલે 7 ટેબલ રાખવા પડે એમ છે. જેથી એકસાથે મતગણતરી શક્ય નથી.


આ પણ વાંચો : નવસારીમાં પતિ-પત્ની એકસાથે ચૂંટણી જંગમાં, પ્રચાર માટે કર્યું ટાઈમ મેનેજમેન્ટ 


જેથી હવે 23 ફેબ્રુઆરીએ મહાનગર પાલિકાની ચૂંટણીની મતગણતરી અને 2 માર્ચે તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા માટે મતગણતરી થશે..જો કે હાઈકોર્ટના ચુકાદના પકડારવા કોંગ્રેસે સુપ્રીમમાં પિટિશન કરવાની તૈયારી બતાવી છે. ભાજપે ચૂંટણી પંચની દલીલોને માન્ય રાખત હાઈકોર્ટના ચુકાદને આવકાર્યો છે. તેમજ કાઉન્ટિંગ અલગ અલગ રાખવાથી નુકસાન સાથે છે તેવા કોઈ પુરાવા અરજદાર તરફથી આપવામાં આવ્યા ન હતા.