કોંગ્રેસે બીજી યાદી જાહેર કરતા જ કકળાટ થયો, કેટલાક વોર્ડ પ્રમુખ હરખાયા તો કેટલાક ગિન્નાયા...
- નવા વાડજના વોર્ડ પ્રમુખ અરવિદ રાઠોડે રાજીનામની ચીમકી ઉચ્ચારી છે. 35 વર્ષથી કાંગ્રેસમાં હોવા છતાં ટિકિટ માટે તેમની અવગણના થઈ
- અમદાવાદ મહાનગર પાલિકા માટે કોંગ્રેસે નો રિપીટ થિયરી અપનાવી. જાહેર કરાયેલા 38માંથી માત્ર 4 ઉમેદવારોને જ રિપિટ કરવામાં આવ્યા
ગૌરવ પટેલ/અમદાવાદ :સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Polls) માં કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. અમદાવાદ મનપાની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસે યુવાનોને વધુ તક આપી છે. કોંગ્રેસે કોંગ્રેસે અમદાવાદના 10 વોર્ડના 38 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં મોટા ભાગના ઉમેદવારો તો પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. જે બતાવે છે કે, કોંગ્રેસે (congress) પશ્ચિમ વિસ્તારમાં નવા ચહેરાઓને તક આપી છે. ગોતા વોર્ડ, ચાંદલોડિયા વોર્ડ, રાણીપ વોર્ડ, નવા વાડજ વોર્ડ, ઘાટલોડિયા વોર્ડ, થલતેજ વોર્ડ, નારણપુરા વોર્ડ, નરોડા વોર્ડ, નવરંગપુરા વોર્ડ, વાસણા વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે. નોંધનીય છે કે, કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે યાદી જાહેર કરી છે, જેમાં પહેલી યાદીમાં 5 મહાનગર પાલિકાના ઉમેદવારોના કેટલાક નામો જાહેર કરાયા હતા, જ્યારે બીજી યાદીમાં અમદાવાદ મનપાના નામો જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ કોંગ્રેસમાં કકળાટ શરૂ, રાજીનામા પડવાની શક્યતા
અમદાવાદ મહાનગર પાલિકા (ahmedabad) ની કાંગ્રેસની ટિકિટ જાહેર થતાં જ પાર્ટીમાં કકળાટ શરૂ થયો છે. નવા વાડજના વોર્ડ પ્રમુખ અરવિદ રાઠોડે રાજીનામની ચીમકી ઉચ્ચારી છે. 35 વર્ષથી કાંગ્રેસમાં હોવા છતાં ટિકિટ માટે તેમની અવગણના થઈ છે તેવુ તેમનુ માનવું છે. વોર્ડ પ્રમુખને વિશ્વાસમાં લીધા વિના ટિકિટ જાહેર કરાઈ છે તેવુ તેમણે જણાવ્યું. જાહેર કરાયેલા ઉમેદવાર અંગે વોર્ડ પ્રમુખ સાથે કોઇ ચર્ચા થઈ નથી. ત્યારે નારાજગીના કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે.
આ પણ વાંચો : આ 5 રાશિ માટે લકી છે ફેબ્રુઆરી મહિનો, નોકરી-વેપારમાં ખૂલશે નસીબના તાળા
અમદાવાદ માટે કોંગ્રેસે અપનાવી નો રિપીટ થિયરી
અમદાવાદ મહાનગર પાલિકા માટે કોંગ્રેસે નો રિપીટ થિયરી (no repeat theory) અપનાવી છે. જાહેર કરાયેલા 38માંથી માત્ર 4 ઉમેદવારોને જ રિપિટ કરવામાં આવ્યા છે. 38 ઉમેદવાર પૈકી 18 એસસી-ઓબીસી, 11 પટેલ, 4 વણિક, 2 સોની, 1 બ્રાહ્મણ તથા 1 ક્ષત્રિય સમાજના ઉમેદવારો છે. તો 38માંથી 80 ટકા ઉમેદવાર 35થી 45 વય જૂથના છે. 20 ટકા ઉમેદવાર 45થી 55 વર્ષની વય જૂથના છે. નવા વાડજમાંથી કમલેશ પટેલ, ઘાટલોડિયામાંથી સુનિલ ઠાકોર, થલતેજમાંથી ખ્યાતિ પટેલ અને વાસણામાંથી તૃપ્તિ રાવલને રિપીટ કરાયા છે. 35થી 45 વર્ષના 30ને ટિકિટ, સોશિયલ મીડિયા સેલના 3નો સમાવેશ થયો છે.
કોંગ્રેસ નવા ચહેરાઓને તક આપી
કોંગ્રેસે અમદાવાદ (ahmedabad congress) ના 10 વોર્ડના 38 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં મોટા ભાગના ઉમેદવારો તો પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે પશ્ચિમ વિસ્તારમાં નવા ચહેરાઓને તક આપી છે. ગોતા વોર્ડ, ચાંદલોડિયા વોર્ડ, રાણીપ વોર્ડ, નવા વાડજ વોર્ડ, ઘાટલોડિયા વોર્ડ, થલતેજ વોર્ડ, નારણપુરા વોર્ડ, નરોડા વોર્ડ, નવરંગપુરા વોર્ડ, વાસણા વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે. નોંધનીય છે કે, કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે યાદી જાહેર કરી છે, જેમાં પહેલી યાદીમાં 5 મહાનગરપાલિકાના ઉમેદવારોના કેટલાક નામો જાહેર કરાયા હતા, જ્યારે બીજી યાદીમાં અમદાવાદ મનપાના નામો જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : એક નર્સે મોઢું દબાવ્યું, બીજીએ હાથ પકડ્યો... ત્યારે જઈને ડરને માર્યે ચીસાચીસ કરતી ડોક્ટરને વેક્સીન અપાઈ
નેતાઓને સંબંધીઓની ટિકિટ અપાઈ
અમદાવાદમાં કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં વોર્ડ પ્રમુખનું વજન વધુ પડ્યું છે. અમદાવાદના 4 વોર્ડ પ્રમુખો અને 2 વોર્ડ પ્રમુખના સબંધીને ટિકિટ આપવામાં આવી છે. 10 વોર્ડની યાદી પૈકી 6 વોર્ડમાં વોર્ડ પ્રમુખ અથવા તેમના સબંધીને ટિકિટ ફાળવાઈ છે. જેમાં નવરંગપુરા વોર્ડ પ્રમુખન જયકુમાર પટેલ, વાસણમાં વોર્ડ પ્રમુખ વિનુભાઈ ગોહિલ, નરોડામાં વોર્ડ પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ, નારાણપુરમાં વોર્ડ પ્રમુખ સિદ્ધાર્થ સોની, થલતેજમાં વોર્ડ પ્રમુખ તલાશ પટેલના સંબંધીને મનપાની ટિકિટ મળી છે. તો ગોતામાં વોર્ડ પ્રમુખ હરેશ ભાવસારના સંબંધીને ટિકિટ અપાઈ છે.
આ પણ વાંચો : ફટ ફટ અવાજ કરીને બૂલેટ ફેરવનારાઓ ચેતી જજો, આ અપડેટ વાંચીને ગાડી ચલાવજો
આવતીકાલે તમામ નામોની જાહેરાત થશે
તો બીજી તરફ, અમદાવાદ સહિત 6 મનપાના ઉમેદવાર માટે કોંગ્રેસની મથામણ હજી યથાવત છે. નીરિક્ષકોએ યાદી સોંપી છે, જેના પર પ્રદેશ પ્રમુખ અંતિમ મહોર મારશે. નિરીક્ષકોએ 75 ટકાથી વધુ ઉમેદવારોની યાદી પ્રદેશ નેતૃત્વને સોંપી છે. પ્રદેશ અધ્યક્ષ ઉમેદવારોની યાદી પર અંતિમ નિર્ણય લેશે. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની 2 યાદી જાહેર કરી છે. બાકી રહેલા ઉમેદવારો માટે આજની બેઠકમાં ચર્ચા થશે. આવતીકાલે કોંગ્રેસ તમામ મનપાના બાકી રહેલા ઉમેદવારોની યાદી જાહેર કરશે. પહેલી યાદીમાં કોંગ્રેસે યુવાનોને વધુ તક આપી છે તે સ્પષ્ટ દેખાય છે. અમદાવાદના ઉમેદવારોમાં કોંગ્રેસે યુવાનો પર પસંદગી ઉતારી છે. આવતીકાલ સુધીમાં બાકી રહેલા તમામ નામોની જાહેરાત થઈ જશે.
આ પણ વાંચો : અમદાવાદના પ્રખ્યાત મહારાજના સમોસા અને તેની આજુબાજુની દુકાનોમાં આગ, 8 ને રેસ્ક્યૂ કરાયા