• સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સુરતના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ

  • સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો માટે 21 ફેબ્રુઆરીનાં રોજ મતદાન યોજાશે

  • 6 ફેબ્રુઆરીનાં રોજ ફોર્મ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થશે, 9મી સુધીમાં પાછા ખેંચી શકાશે


ચેતન પટેલ/સુરત :સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Polls) નો જંગ રસપ્રદ બન્યો છે. બંને પક્ષના ઉમેદવારો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે. ભાજપ તરફથી પૂર્વ ડે. મેયરની ટિકિટ કપાવાની સંભાવનાથી વિરોધનો વંટોળ ઉભો થયો છે. કારણ કે, પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ ત્રણ ટર્મથી કોર્પોરેટર છે. ત્યારે ભાજપની નવી નીતિ પ્રમાણે ત્રણ ટર્મથી ચૂંટાતા લોકોને ટિકિટ નહિ મળે તેવો નિયમ છે. તો બીજી તરફ, કોંગ્રેસ (congress) ના ઉમેદવાર ધીરુ લાઠિયાને ટિકિટ અપાતા વિરોધ ઉઠ્યો છે. કોંગ્રેસે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસૂરિયાને અન્ય વોર્ડમાંથી ચૂંટણી લડવાનું કહેતા તેમની નારાજગી સામે આવી છે. આમ, નારાજગીના દોર વચ્ચે સુરત (surat) માં બે દિવસમાં 1351 ફોર્મ વહેંચાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાનગરપાલિકાની ચૂંટણી (Local Body Elections) માં ઉમેદવારી નોંધાવી કોર્પોરેટર બનવાનું સ્વપ્ન જોઈ રહેલા મોટી સંખ્યામાં લોકોએ ફોર્મ વિતરણનાં પ્રથમ દિવસે જ જિલ્લા કલેક્ટર દ્વારા ઊભા કરવામાં આવેલા 30 સેન્ટરો ઉપરથી ફોર્મ મેળવવાની શરૂઆત કરી હતી. સામાન્ય સંજોગોમાં BJP તેમજ Congress જેવા રાજકીય પક્ષોનાં ઉમેદવારો ફોર્મ ભરવાની તૈયારી કરતા હોય છે, પરંતુ ભાજપનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ (cr patil) દ્વારા 60 વર્ષથી વધુની ઉંમરનાં તેમજ ત્રણ ટર્મથી કોર્પોરેટર હોય તેવા ઉમેદવારોને બાકાત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી યુવા કાર્યકરો હોશભેર ઉમેદવારીપત્રો લઈ આવ્યા હતા. જેને પગલે પ્રથમ દિવસે જ 455 જેટલા ફોર્મ ઉપડી ગયા હતા. વર્તમાન સમયમાં કોરોના વાયરસ સંક્રમણનાં ભય અને વહીવટી સરળતા માટે જિલ્લા કલેક્ટર દ્વારા પાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તો બે દિવસમાં 1351 જેટલા ફોર્મ ઉપડ્યા છે. 


આ પણ વાંચો : કોંગ્રેસે બીજી યાદી જાહેર કરતા જ કકળાટ થયો, કેટલાક વોર્ડ પ્રમુખ હરખાયા તો કેટલાક ગિન્નાયા... 


મહાનગર પાલિકામાં કોર્પોરેટરની ચૂંટણી (local election) માટે હાલમાં 15 સ્થળોએ ચાલી રહેલી ઉમેદવારીપત્ર વહેંચણી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં બીજા દિવસે વધુ 753 ઉમેદવારીપત્ર ઉમેદવારો લઇ ગયા છે. ગઈકાલે 598 ઉમેદવારીપત્રો વહેંચાતા અત્યાર સુધીમાં કુલ 1351 ઉમેદવારીપત્ર વહેંચવામાં આવ્યા છે. 


ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાનાં 30 વોર્ડની કુલ 120 જેટલી બેઠકો ઉપર ચૂંટણી લડવાનું આયોજન કરી રહેલા ઉમેદવારોનો પહેલા દિવસે જ રાફડો ફાટ્યો હતો. જેમાં ખાસ કરીને પ્રથમ દિવસે કોંગ્રેસ ભાજપ જેવા રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ તરીકે દાવેદારી કરનાર લોકો ફોર્મ લઇ ગયા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 30 અલગ અલગ સેન્ટરો પરથી ફોર્મનું વિતરણ કરવાની શરૂઆત કરી હોવાથી ઉમેદવારોને મોટી રાહત થઇ છે.


આ પણ વાંચો : એક નર્સે મોઢું દબાવ્યું, બીજીએ હાથ પકડ્યો... ત્યારે જઈને ડરને માર્યે ચીસાચીસ કરતી ડોક્ટરને વેક્સીન અપાઈ 


કોરોનાને કારણે 30 સ્થળોએ ફોર્મ વિતરણ અને સ્વીકારાશે
ચૂંટણી કામગીરી માટે બે વોર્ડ એક ચૂંટણી અધિકારી અને એક મદદનીશ અધિકારીની નિમણૂંક કરવામાં આવી હોય છે. આ વખતે 30 સ્થળોએ ફોર્મ વિતરણ અને સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે. વધુમાં જોવા જઈએ તો ઉમેદવારી કરવા ઈચ્છતા લોકો હાલ માત્ર ફોર્મ મેળવી રહ્યાં છે. ત્યારબાદ પક્ષનાં આદેશ અને એફિડેવિટ સહિતની વિવિધ પ્રક્રિયા પૂર્ણ કરી 6 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. 8 તારીખ સુધીમાં ફોર્મ ચકાસણી અને 9 તારીખે ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે અને 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.


આ પણ વાંચો :ફટ ફટ અવાજ કરીને બૂલેટ ફેરવનારાઓ ચેતી જજો, આ અપડેટ વાંચીને ગાડી ચલાવજો