રાજુ રૂપારેલિયા/દ્વારકા :ગુજરાતના જે ત્રણ જિલ્લા કોરોના મુક્ત હતા, તેમાં દ્વારકા જિલ્લાનો પણ સમાવેશ હતો. જે ગર્વ લેવાની બાબત હતી. પરંતુ હવે દ્વારકા જિલ્લાને પણ કોરોનામુક્ત ન કહી શકાય. ગઈકાલે ગ્રીન ઝોન દેવભુમિ દ્વારકામાં કોરોનાના 2 કેસ પોઝિટિવ આવ્યા હતા. જેના બાદ તંત્રમા દોડધામ વધી ગઈ હતી. જેને પગલે સમગ્ર બેટદ્વારકા ક્વોરેન્ટાઈન કરાયું હતું. ત્યારે આજે દેવભૂમિ દ્વારકાને રેડ ઝોન જાહેર કરાયું હતું. આ ઉપરાંત તકેદારીના પગલા ત્વરિત લઈ લેવામાં આવ્યા છે. 


આજના મહત્વના સમાચાર : અમદાવાદના પૂર્વથી પશ્ચિમ વિસ્તારોને જોડતા 5 બ્રિજ બંધ કરાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીએમ દ્વારા આદેશ કરાયો છે કે, અન્ય સ્ટેટ માંથી આવનાર વ્યક્તિને 7 દિવસ માટે ફરજિયાત ગવર્મેન્ટ ક્વોરેન્ટાઈ કરાશે. બેટદ્વારકામાં ચીફ ઓફિસર, પીએસઆઈ, મામલતદાર સહિત 3 ટીમો બનાવી સતત 24 કલાક ચેકિંગ હાથ ધરાયું છે. 
બેટ દ્વારકામાં પીએસઆઈ સહિત ટુકડી મૂકાઈ છે. તેમજ અવરજવરના તમામ માર્ગો બંધ કરાયા છે. ડોર ટુ ડોર જીવન જરૂરિયાતચીજ વસ્તુઓ માટે SDM દ્વારકા દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 


વલસાડ : પરવાનગી વગર પત્નીને મહેસાણા મૂકવા ગયેલા પોલીસ કર્મચારીનો ભાંડો ફૂટ્યો


કોસ્ટગાર્ડ મરીન પોલીસની પણ આ માટે મદદ લેવાઈ છે. બેટદ્વારકાના તમામ વિસ્તારોને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે. 2 પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવેલ 90 ખાનગી અને 40 સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરવાની કાર્યવાહી કરાઈ છે. 
35 વ્યક્તિઓ બેટ દ્વારકાથી લઈને દ્વારકા આહીર સમાજમાં ગવર્મેન્ટ ક્વોરેન્ટાઈન કરાયા છે. તેમના સેમ્પલ લેવાની વ્યવસ્થા તાત્કાલિક અસરથી કરાઈ છે. 2 પોઝિટિવ કેસના આગમનથી દ્વારકા જિલ્લાના સલાયામાં તમામ વેપારીઓની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. 


ગાંધીનગરના આકાશમાંથી કોરોના વોરિયર્સ માટે પુષ્પવર્ષા, વડોદરામાં આર્મીએ હોસ્પિટલ બહાર બેન્ડ વગાડ્યું 


ગ્રીન ઝોનમાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભુમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ પાંચ જિલ્લાઓ ગ્રીન ઝોનમાં હતા. જો કે આજે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ 2 કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં ચકચાર મચી ગઇ છે. કોરોના કેસ દેવભુમિ દ્વારકામાં કેસ ક્યાંથી આવ્યો તે અંગે પણ તંત્ર દોડતું થયું છે. બેટદ્વારકામાં રાજસ્થાનનાં અજમેરથી બંન્ને લોકો આવ્યા હતા. તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો હતો. 40 વર્ષીય પુરૂષ અને 28 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર