લોકડાઉનમાં વાતાવરણ શુદ્ધ થયું, વડોદરાના કન્ટ્રોલ રૂમના વાયરલેસમાં અન્ય શહેરોના મેસેજ સંભળાય છે
વડોદરામાં કોરોના (Coronavirus) ના આજે વધુ 19 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે. આ સાથે જ વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 304 થઈ ગઈ છે. આમ, હવે કોરોનાએ વડોદરામાં 300 નો આંકડો વટાવ્યો છે. તો બીજી તરફ, કોરોનાથી આજે વધુ એક દર્દીનું મોત પણ થયું છે. પાણીગેટના રહેવાસી 45 વર્ષીય સરવર મન્સુરીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધી કોરોનાથી 20 લોકોના મોત નિપજ્યા છે.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં કોરોના (Coronavirus) ના આજે વધુ 19 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે. આ સાથે જ વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 304 થઈ ગઈ છે. આમ, હવે કોરોનાએ વડોદરામાં 300 નો આંકડો વટાવ્યો છે. તો બીજી તરફ, કોરોનાથી આજે વધુ એક દર્દીનું મોત પણ થયું છે. પાણીગેટના રહેવાસી 45 વર્ષીય સરવર મન્સુરીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધી કોરોનાથી 20 લોકોના મોત નિપજ્યા છે.
વતન કેવી રીતે જઈશ? લોકોના મૂંઝવતા પ્રશ્ન અંગે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત
લક્ષણો વગરના દર્દીની સંખ્યા વધી
વડોદરામાં કોરોનાના લક્ષણો ન હોય (asymptomatic coronavirus) તેવા પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. એક્ટિવ 167 દર્દીમાંથી 70 દર્દીઓમા કોરોના લક્ષણો જ દેખાયા નથી. પરંતુ પોઝિટિવ સમાચાર એ પણ છે કે, કોરોનાના લક્ષણો ન હોય તેવા દર્દીઓ વહેલા સાજા થઈ રહ્યાં છે. કોરોના લક્ષણો ના હોય તેવા પોઝિટિવ દર્દીઓમાંથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
બીજા એક સારા સમાચાર એ છે કે, લોકડાઉનને કારણે વાતાવરણ સ્વચ્છ થયું છે અને હવા પણ શુદ્ધ થઈ છે. તો વડોદરામાં પણ લોકડાઉનના કારણે વાતાવરણ શુદ્ધ થયું છે. જેની સીધી અસર જોવા મળી છે. પોલીસના વાયરલેસ સિસ્ટમની ક્લિયારિટી વધી ગઈ છે. વડોદરા પોલીસના કંટ્રોલ રૂમના વારયલેસમાં કચ્છ, ગાધીનગર અને સુરતના મેસેજ સંભળાવા લાગ્યા છે. રાત્રે 12 વાગ્યાથી વહેલી સવાર સુધી દૂરના જિલ્લાના મેસેજ સંભળાય છે. મેસેજમાં અવાજ પણ સ્પષ્ટ આવે છે. તો સાથે જ વડોદરાના મેસેજ પણ અન્ય જિલ્લામાં સંભળાવા લાગ્યા છે.
વધી રહેલા કેસને કારણે ગાંધીનગરના તમામ પ્રવેશદ્વારો બંધ કરાયા, કયો રોડથી જઈ શકાશે તે જાણી લેજો
વડોદરામાં સિવિલ ડિફેન્સ અને એનસીસીના 400 યુવાનો કોરોના મહામારીમા દેશ સેવા માટે આગળ આવ્યા છે. કોઈ પણ પ્રકારના વેતન વગર આ યુવાનો દિવસ રાત કામ કરી રહ્યાં છે. 40 દિવસના લોકડાઉનમાં જીવ બચાવવા લોકો ધર મા પુરાયા છે ત્યારે આ યુવાનો તંત્રની મદદમાં આવ્યા છે. આ સેવાભાવી યુવાનો વડોદરા પોલીસની કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યાં છે. કોરોના સામેની લડતમાં પોતાની ચિંતા કર્યા વગર તંત્રની મદદમાં આવ્યા છે.
કરજણ પોલીસ દ્વારા પાન પડીકીની હોલસેલ દુકાનમાં દરોડા પાડ્યા હતા. જેમાંથી સિગારેટ-ગુટકાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. 1 લાખ 50 હજાર ઉપરાંતનો જથ્થો ઝડપાયો છે. કરજણ પોલીસે વેપારીની ધરપકડ કરી છે. આ પહેલા બ્લેકમાં ડબલભાવે ગુટકા સિગારેટ વેચતો હતો. 200 રૂપિયાના પેકેટના 800 રૂપિયા સુધીની રકમ વેપારી ગ્રાહકો પાસેથી વસૂલતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર