વતન કેવી રીતે જઈશ? લોકોના મૂંઝવતા પ્રશ્ન અંગે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત

ગુજરાત સરકારની લોકડાઉનમાં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને આઠ આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે. ગુજરાતના શ્રમિકો અને વેપારીઓને અન્ય રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતના જે લોકો બહાર છે તે લોકોને પણ લાવવા માટે આ અધિકારીઓ કામ કરશે. આ પ્રોસેસ તબક્કાવાર હાથ ધરાશે. આગામી દસ થી પંદર દિવસમાં કામગીરી પૂર્મ થશે. કોઈએ અધીર થઈને તાત્કાલિક કલેક્ટર કે મામલતદાર કચેરીએ જવાની જરૂરી છે. પોર્ટલ પર લોકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેની શરત રાખવામાં આવી છે કે, શરદી તાવ કે ઉઘરસ તથા અન્ય કોઈ ગંભીર બીમારીના લક્ષણો હોય તેઓને પરવાનગી આપવામાં આવશે નહિ, સંપૂર્ણ સ્વસ્થ હોય તેવા લોકો જ જઈ શકશે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે ગ્રૂપ દ્વારા કરવામાં આવશે. વિગતવાર માહિતી ઓનલાઈન ભરવાની રહેશે. 

વતન કેવી રીતે જઈશ? લોકોના મૂંઝવતા પ્રશ્ન અંગે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત સરકારની લોકડાઉન (Lockdown) માં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને આઠ આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. જેઓ જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે. ગુજરાતના શ્રમિકો અને વેપારીઓને અન્ય રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતના જે લોકો બહાર છે તે લોકોને પણ લાવવા માટે આ અધિકારીઓ કામ કરશે. આ પ્રોસેસ તબક્કાવાર હાથ ધરાશે. આગામી દસ થી પંદર દિવસમાં કામગીરી પૂર્મ થશે. કોઈએ અધીર થઈને તાત્કાલિક કલેક્ટર કે મામલતદાર કચેરીએ જવાની જરૂરી છે. પોર્ટલ પર લોકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેની શરત રાખવામાં આવી છે કે, શરદી તાવ કે ઉઘરસ તથા અન્ય કોઈ ગંભીર બીમારીના લક્ષણો હોય તેઓને પરવાનગી આપવામાં આવશે નહિ, સંપૂર્ણ સ્વસ્થ હોય તેવા લોકો જ જઈ શકશે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે ગ્રૂપ દ્વારા કરવામાં આવશે. વિગતવાર માહિતી ઓનલાઈન ભરવાની રહેશે. 

પોતાના વતનમાં પરત જવા માંગતા લોકો માટે વધુ માહિતી આપતા અશ્વિની કુમારે જણાવ્યું કે, ટ્રાન્સપોર્ટેશન ની વ્યવસ્થા જે તે વ્યક્તિએ પોતાના માટે પોતાના એ જ કરવાની રહેશે. આજ સાંજ સુધીમાં ઓનલાઇન વ્યવસ્થા માં કેવી રીતે કરવી તે ગોઠવી દેવામાં આવશે. લોકોએ ઓનલાઈન અરજી કરવી પડશે. જે તે વિસ્તારના કલેકટરના વેબપોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. 

સરકારની અન્ય જાહેરાતો

  • ૨૦મી એપ્રિલથી ૧૦મી જૂન સુધીમાં સુજલામ સુફલામ યોજનાનો તબક્કો હાથ ધરવામાં આવશે
  • ચેકડેમ, નદીઓ અને તળાવોને ઊંડા કરવામાં આવશે 
  • મનરેગા યોજના હેઠળ વધુને વધુ શ્રમિકો રોજગારી મેળવી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે
  • મનરેગા યોજનામાં અલગ અલગ જિલ્લામાં 11 લાખ 11 હજારથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે. 
  • શહેરી વિસ્તારોમાં ખાનગી બાંધકામ પ્રોજેક્ટમાં 243 પ્રોજેક્ટ શરૂ થયા છે
  • રાજકોટ સુરત વડોદરા અમદાવાદ સહિતના બાંધકામ મજૂરોને ત્યાંને ત્યાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે
  • 633 સરકારી બાંધકામ પ્રોજેક્ટ હાલ ચાલુ છે. સરકારી પ્રોજેક્ટોમાં 47 હજાર થી વધુ શ્રમિકોને રોજગારી મેળવી રહ્યા છે
     

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news