અમદાવાદમાં પ્રાણ ફૂંકાયો, લોકડાઉન ખૂલતા જ રસ્તા પર ટ્રાફિક જામ, પાનપાર્લરની દુકાનો પર લાઈન
સતત ધબકતુ શહેર અમદાવાદ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે સૌથી વધુ પ્રભાવિત થયું હતું. પરંતુ આખરે 60 દિવસ બાદ જાણે અમદાવાદમાં પ્રાણ ફૂંકાયો હોય તેવુ જોવા મળ્યું. અમદાવાદના રસ્તાઓ પર વાહનો દોડતા જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં દુકાનો શરૂ થઈ હતી. પરંતુ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત હોવાને કારણે હજી પણ અમદાવાદમાં અનેક દુકાનો અને ઓફિસ ખૂલી નથી.
ગૌરવ પટેલ/અતુલ તિવારી/અમદાવાદ :સતત ધબકતુ શહેર અમદાવાદ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે સૌથી વધુ પ્રભાવિત થયું હતું. પરંતુ આખરે 60 દિવસ બાદ જાણે અમદાવાદમાં પ્રાણ ફૂંકાયો હોય તેવુ જોવા મળ્યું. અમદાવાદના રસ્તાઓ પર વાહનો દોડતા જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં દુકાનો શરૂ થઈ હતી. પરંતુ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત હોવાને કારણે હજી પણ અમદાવાદમાં અનેક દુકાનો અને ઓફિસ ખૂલી નથી.
આજથી ગુજરાત લોકડાઉનમુક્ત : આખરે જનજીવન ધબકતુ થયું, લોકોની ગાડી પાટા પર આવી
અમદાવાદમાં લોકડાઉન ખૂલતા જ ટ્રાફિક જામ
અમદાવાદના નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં પરવાનગી મળેલી દુકાનો ખૂલેલી જોવા મળી. અમદાવાદના અનેક વિસ્તારોમાં હેર સલૂન, મોબાઈલ - એસેસરીઝની દુકાન, કપડાંની દુકાન, સ્ટેશનરીની દુકાનો ખુલી. લોકડાઉનમાં દુકાનો બંધ રહેતા સાફ સફાઈ કરતા દુકાનદારો નજરે પડ્યા. હેર સલૂનની દુકાનો ખુલતા લોકો હેર કટ માટે લોકો દુકાનોમાં પહોંચ્યા હતા. તો સાથે સેનેટાઇઝર, માસ્ક અને દો ગજ દુરીનો નિયમ પાળતા પણ લોકો નજરે ચઢ્યા. મોટાભાગની ભીડ હેર કટિંગ શોપમાં જોવા મળી રહી છે. હેર કટ કરાવનાર માસ્ક સાથે અને હેર કટ કરનાર માસ્ક તેમજ હાથમાં ગ્લોઝ સાથે જોવા મળ્યા.
Photos : લોકડાઉનનમાં 60 દિવસ બાદ પત્નીએ ચેતેશ્વર પૂજારાના વાળ કાપી આપ્યા
[[{"fid":"264538","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"lockdown_hair_cut_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"lockdown_hair_cut_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"lockdown_hair_cut_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"lockdown_hair_cut_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"lockdown_hair_cut_zee.jpg","title":"lockdown_hair_cut_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
અમદાવાદ પશ્ચિમમાં ગેરેજ ખુલવાની શરૂઆત થઈ છે. ટુ વહીલર લઈને શહેરીજનો રીપેરીંગ માટે પહોંચ્યા હતા. ગેરેજના મલિકો તરફથી પણ તકેદારી રાખવામાં આવી રહી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝર સાથે દુકાનો ખુલી. 5 થી વધુ લોકોને દુકાન પર ન રાખવાની ગાઈડલાઈનનું પાલન કરતા દુકાનદારો જોવા મળ્યા. અમદાવાદ પશ્વિમમાં લોકડાઉનમાં આપેલી રાહતની અસર જોવા મળી. લાંબા સમયથી સુનકાર ભાસતા રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો
જોવા મળી હતી. અમદાવાદ, સરખેજ ગાંધીનગરના રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકડાઉન ખૂલ્યાના પહેલા જ દિવસે ટ્રાફિક પોલીસ ટ્રાફીક નિયંત્રણના કંટ્રોલ કરતા નજરે પડ્યા હતા. દોઢ મહિનાના લાંબા સમય બાદ અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
પાન પાર્લરના દુકાનો પર લાઈન લાગી
અમદાવાદમાં પાન પાર્લરની દુકાનો પર સવારથી જ લોકોની લાઈન લાગેલી જોવા મળી. તમાકુ અને તમાકુની બનાવટના બંધાણીઓ ગલ્લા પર ઉમટ્યા હતા. લોકો તમાકુ અને ગુટકાના મ્હોં માંગ્યા ભાવે ખરીદી રહ્યા છે. જોકે, પાન પાર્લરની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગનો સદંતર અભાવ જોવા મળ્યો છે. બંધાણીઓમાં કોરોનાનો કોઈ ડર દેખાતો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર