• 3 મહિના સુધી સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાં 100 યુનિટના 3500 વિદ્યાર્થીઓએ ડિજીટલ સરવે કર્યો હતો.

  • અચાનક આવી પડેલ આ વિકટ પરિસ્થિતિને કારણે 43.9% લોકો તણાવમાં આવી ગયા છે


અતુલ તિવારી/અમદાવાદ :GTUના એન.એસ.એસ. વિભાગ દ્વારા ‘કોવિડ-19થી થયેલ માનસિક અસર' વિષય પર સર્વે કરાયો છે. 16 થી 60 વર્ષના જુદા-જુદા 5 વય જૂથના લોકો પર સરવે હાથ ધરાયો હતો. 2050થી વધુ લોકો પર કોવિડ-19થી થયેલ માનસિક અસર અંગેનો સરવે હાથ ધરાયો હતો. આ સરવેમાં ચોંકાવનારી માહિતી  સામે આવી છે. સરવેમાં 43.9% લોકો તણાવ, 39.6% લોકો ગુસ્સાથી અને 42.9% ઉદાસીનતાથી પીડિત જોવા મળ્યા


  • તણાવમાં આવેલા 43.9% લોકોમાંથી 5.7% લોકો આજદિન સુધી પણ તણાવમાંથી બહાર આવી શક્યા નથી. 

  • 36.2% લોકો આ પરિસ્થિતિના કારણોસર ચિંતા અનુભવી રહ્યા હતાં, જેમાંથી 7% લોકો આજે પણ ચિંતા અનુભવી રહ્યા છે. 

  • ગુસ્સો અને ઉદાસીનતા બાબતે અનુક્રમે 39.6% અને 42.9%નું પ્રમાણ જોવા મળ્યું હતું. જ્યારે હજુ પણ 12.7% લોકો ગુસ્સો અને 11.4% લોકો ઉદાસીનતા અનુભવી રહ્યા છે. 

  • 10% લોકો હાલના સમયે પણ કોવિડ 19થી ગભરાયેલા છે, જ્યારે કુલ 38.1% લોકો કોવિડ-19ની પરિસ્થિતીમાં ગભરાયેલા જોવા મળ્યા હતાં


આ પણ વાંચો : આદિપુરુષ ફિલ્મ વિશે વિશ્વ હિન્દુ પરિષદની ધમકી, ‘સૈફ અલી ખાનની જીભ કાપી નાંખીશું...’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 મહિના સુધી સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાં 100 યુનિટના 3500 વિદ્યાર્થીઓએ ડિજીટલ સરવે કર્યો હતો. આ સરવેમાં 1405 પુરુષ અને 645થી વધુ મહિલાઓનો સમાવેશ કરાયો હતો. 
સમાજને મદદરૂપ થવા લોકોમાં કોરોના સંદર્ભે જાગૃતિ આવે તે હેતુથી આ સરવે કરાયો હતો. 


ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(GTU)ના એન.એસ.એસ. વિભાગ દ્વારા વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને કારણે માનવજાત પર થયેલ સામાજિક, આર્થિક અને માનસિક અસર સંદર્ભે ડિજીટલ સર્વે હાથ ધરાયો હતો. જીટીયુ એન.એસ.એસના સ્વયંસેવકો દ્વારા સમગ્ર રાજ્યમાંથી 5 વયજૂથની કેટેગરીમાં 2050 કરતા વધારે લોકો પર સર્વે કરાયો. સર્વેમાં 43.9% લોકો તણાવ, 39.6% લોકો ગુસ્સાથી અને 42.9% ઉદાસીનતાથી પીડિત જોવા મળ્યા. 10% લોકો હાલના સમયે પણ કોવિડ 19થી ગભરાયેલા જોવા મળ્યા છે.


આ પણ વાંચો : ગાર્ડ ઓફ ઓનર સાથે PSI અનિતા જોશીને વિદાય અપાઈ, પરિવાર રડી પડ્યો....


સ્વયંસેવકો દ્વારા સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી 3 મહિના દરમિયાન ગુજરાતના 33 જિલ્લાઓમાં 100 યુનિટના 3500 વિદ્યાર્થીઓએ કોવિડ-19ની પરિસ્થિતિને કારણોસર લોકોમાં જોવા મળેલ તણાવ, અનિંદ્રા, ગુસ્સો આવવો, ઉદાસીનતા, વ્યક્તિગત સમસ્યાના ઉકેલ માટે આત્મવિશ્વાસની સક્ષમતા જેવા વિવિધ મુદ્દાઓને સાંકળીને વર્તમાન પરિસ્થિતિને કારણે આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર થયેલ અસર બાબતે ડિજીટલ સર્વે કર્યો. અચાનક આવી પડેલ આ વિકટ પરિસ્થિતિને કારણે 43.9% લોકો તણાવમાં આવી ગયા છે. જ્યારે કે 5.7% લોકો આજદિન સુધી પણ તેમાંથી બહાર આવી શક્યા નથી. તણાવ બાબતે 41.5% લોકોને કોઈ પણ પ્રકારની અસર થયેલ જોવા મળી ન હતી.


અપૂરતી ઉંઘની સમસ્યામાં 43.9% લોકોને કોઈ સમસ્યા નડી નથી, પરંતુ 36.9% લોકો આ સમસ્યાથી પીડાયા હતાં. જ્યારે 5.5% લોકો હાલના સમયે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. 36.2% લોકો આ પરિસ્થિતિના કારણોસર ચિંતા અનુભવી રહ્યા હતાં. જ્યારે 7% લોકો આજે પણ ચિંતા અનુભવી રહ્યા છે. સૌથી વધુ માનસિક અસર બાબતે વ્યક્તિમાં ગુસ્સો અને ઉદાસીનતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. જેમાં ગુસ્સો અને ઉદાસીનતા બાબતે અનુક્રમે 39.6% અને 42.9%નું પ્રમાણ જોવા મળ્યું હતું. જ્યારે 12.7% લોકો ગુસ્સો અને 11.4% લોકો ઉદાસીનતા અનુભવી રહ્યા છે. 10% લોકો હાલના સમયે પણ કોવિડ 19થી ગભરાયેલા છે. જ્યારે 38.1% લોકો કોવિડ-19ની પરિસ્થિતીમાં ગભરાયેલા જોવા મળ્યા હતાં.


આ પણ વાંચો : ‘વેક્સીન ખૂબ જ જલ્દી આવી છે, આ વાત બે ધારી તલવાર કહી શકાય, આ શસ્ત્ર સિવાય કોઈ વિકલ્પ નથી’


આ સર્વેમાં 1405 પુરુષ અને 645થી વધુ મહિલાઓનો સમાવેશ થતો હતો. 16-20 વર્ષની વયજૂથમાં સર્વાધિક 1300 લોકો જોડાયા હતા. જ્યારે  21−30 વર્ષની વયજૂથમાં 561, 31 − 40 વર્ષની વયજૂથમાં 140, 41-50 વર્ષની વયજૂથમાં 39 લોકો અને 51-60 વર્ષની વયજૂથના 10 લોકોએ આ સર્વેમાં ભાગ લીધો હતો.


કોવિડ19 ની પરિસ્થિતિમાં વ્યક્તિગત સમસ્યાના ઉકેલ માટે આત્મવિશ્વાસની સક્ષમતા બાબતે 41.4% લોકોએ હકારાત્મકતા દર્શાવી હતી. જ્યારે 15.5% લોકો તે માટે અસમર્થ હતાં. સમગ્ર કોવિડ19 ની પરિસ્થિતિને કારણે આરોગ્ય અને માનસિક અસર બાબતે 25.5% લોકો હાલ પણ અસરગ્રસ્ત છે. જ્યારે 35% લોકો અસરગ્રસ્ત થયા હતાં. સમાજ ઉપયોગી આ સર્વેના સફળતાપૂર્વક આયોજન બદલ જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે જીટીયુ એનએસએસ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડૉ. અલ્પેશ દાફડા અને સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનયરિંગના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ભરત વાઢિયાની આ કામગીરીને બિરદાવી હતી.