‘વેક્સીન ખૂબ જ જલ્દી આવી છે, આ વાત બે ધારી તલવાર કહી શકાય, આ શસ્ત્ર સિવાય કોઈ વિકલ્પ નથી’
Trending Photos
- વેક્સીન આપ્યા બાદના પરિણામો સમજવા જરૂરી છે, પરંતુ mRNA બેઝ પર બની રહેલી વેક્સીન એ એક પ્રકારનું વાયરલ જેનેટિક મેટિરિયલ છે.
- જે બોડીના સેલમાં જતું હોય છે અને શરીરમાં કોડ બનાવતું હોય છે. જેનાથી ઇમ્યુનિટી ડેવલપ થાય છે
અતુલ તિવારી/અમદાવાદ :સદીથી સૌથી મોટી મહામારી કોરોના સામે લડવા દેશ તૈયાર ગયો છે. ટૂંક સમયમાં દેશભરમાં વેક્સીનેશન (vaccination) ની પ્રક્રિયા શરૂ થઈ જશે, ત્યારે વેક્સીનેશન સંદર્ભે ઝી 24 કલાકએ જાણીતા તબીબ ડોક્ટર મિતાલી વસાવડા સાથે વાતચીત કરી. તેઓએ કહ્યું કે, કોરોના વાયરસ સામે જીતવા રસી સિવાય કોઈ વિકલ્પ નથી ત્યારે સરકાર દ્વારા ડિસ્ટ્રીબ્યુટ થનારી વેક્સીન (corona virus) જ એકમાત્ર વિકલ્પ છે.
આ પણ વાંચો : કોરોના શરીરમાં પ્રવેશતા સૌથી પહેલા શું થાય છે? અંગો વચ્ચે કેવી રીતે ફરે છે વાયરસ? આ રહ્યાં બધા જવાબ
વેક્સીનના બે શોટ લેવાના હોય છે
ડો. મિતાલીએ કહ્યું, વેક્સીન સામાન્ય પરિસ્થિતિ કરતા ખૂબ જ જલ્દી આવી છે, પણ આ વાત હાલ બે ધારી તલવાર કહી શકાય. પરંતુ આ શસ્ત્ર સિવાય કોઈ વિકલ્પ નથી. અત્યાર સુધી જેટલી વેક્સીનની વાત થઈ રહી છે એ સેફ લાગી રહી છે. પણ લાંબા સમય બાદ તેના પરિણામો જોવાની જરૂર રહેશે. વેક્સીન DNA પ્લાઝમીટ ટેકનોલોજી, mRNA તેમજ જુદા જુદા બેઝ પર બનતી હોય છે. ત્યારે કઈ વેક્સીન કયા બેઝ પર બનેલી છે તે સમજવું જરૂરી છે. વેક્સીન આપ્યા બાદના પરિણામો સમજવા જરૂરી છે, પરંતુ mRNA બેઝ પર બની રહેલી વેક્સીન એ એક પ્રકારનું વાયરલ જેનેટિક મેટિરિયલ છે. જે બોડીના સેલમાં જતું હોય છે અને શરીરમાં કોડ બનાવતું હોય છે. જેનાથી ઇમ્યુનિટી ડેવલપ થાય છે. આ વેક્સીનના બે શોટ લેવાના રહે છે, જેમાં પહેલા બાદ બીજો ડોઝ 21 કે 28 દિવસ બાદ લેવાનો રહે છે.
આ પણ વાંચો : રાજકોટ આગકાંડમાં મૃત્યુઆંક વધ્યો, વધુ એક દર્દીએ સારવારમાં દમ તોડ્યો
કોરોનાથી સાજા થયા હોય તો પણ વેક્સીન લઈ શકાય
તેમણે કહ્યું, સરકારે વેક્સીન આપવા માટે પ્રાયોરિટી નક્કી કરી છે, એ જરૂરી છે. કેમકે વેક્સીનેશનની પ્રક્રિયા દેશમાં લાંબા સમય સુધી ચાલશે. વેક્સીન લીધા બાદ કેટલો સમય ઇમ્યુનિટી ડેવલપ થશે એની હજુ સ્પષ્ટતા નથી. કોરોના થયો હોય અને સજા થઈ ગયા હોઈએ ત્યારબાદ ફરી ક્યાર સુધી સંક્રમિત નહીં થઈએ એની જાણકારી નથી. કેટલાક કિસ્સાઓમાં ફરી કોરોના થયા એવા કેસો સામે આવ્યા છે. કોરોનાથી સજા થયા હોઈએ તો પણ વેક્સીન લઈ શકાય, સ્વાસ્થ્ય વ્યક્તિ પણ કોરોનાથી બચવા વેક્સીન લઈ શકે છે. કેટલાક કિસ્સામાં વેક્સીન લીધા બાદ શરીરમાં ચકામા પડવા, સામાન્ય તાવ આવે તેવું જોવા મળે છે પણ એ ખાસ ચિંતાજનક હોતું નથી, પરંતુ વેક્સીન આપ્યા બાદ લાંબા સમયના પરિણામો જણાવા જરૂરી બને છે. વેક્સીન લેવાથી કોરોના નહીં જ થાય એવું પણ સમજવું નહિ, પરંતુ વેક્સીન લીધી હોય અને જો કોરોના થાય તો તેની આડઅસરો ઘટાડી શકાય છે.
આ પણ વાંચો : અમદાવાદ: બાપુનગરના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 15 દુકાનો અને પાર્કિગના વાહનો બળીને ખાખ થયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે