Lockdown Stories: રાશન ન મળતા ખાલી હાથે જનારાઓના આ કિસ્સા વાંચી આંખમાં પાણી આવી જશે
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં જરૂરિયાતમંદ લોકો રાશન ની દુકાન પર અનાજ લેવા પહોંચી રહ્યા છે. પરંતુ મોટાભાગના લોકોને અનાજ ન મળતાં રાશનની દુકાન પરથી ખાલી હાથે ઘરે પરત ફરવું પડી રહ્યું છે. આવા જ કેટલાક કિસ્સા વડોદરામાં પ્રકાશમાં આવ્યા છે. આ વાંચી તમારા આંખમાં આંસુ આવી જશે.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં જરૂરિયાતમંદ લોકો રાશન ની દુકાન પર અનાજ લેવા પહોંચી રહ્યા છે. પરંતુ મોટાભાગના લોકોને અનાજ ન મળતાં રાશનની દુકાન પરથી ખાલી હાથે ઘરે પરત ફરવું પડી રહ્યું છે. આવા જ કેટલાક કિસ્સા વડોદરામાં પ્રકાશમાં આવ્યા છે. આ વાંચી તમારા આંખમાં આંસુ આવી જશે.
ગુજરાતમાં આવેલા તબલિગી જમાતના 68 હજી પણ મિસીંગ, સરકારે HCમાં સોંપ્યો રિપોર્ટ
વડોદરામાં સરકારી અનાજની દુકાનમાંથી રાશન કાર્ડ પર અનાજ લેવા લોકો આવી રહ્યા છે. દુકાન માલિક બીપીએલ કાર્ડ ધારકોને જ અનાજ આપી રહ્યા છે. ત્યારે એપીએલ કાર્ડ ધારકોને અનાજ ન મળતા દુકાન પરથી ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ સરકારી અનાજની દુકાન પર એક 55 વર્ષના મહિલા રસિકાબેન પટેલ અનાજ લેવા આવ્યા હતા. સરકારની જાહેરાત બાદ રસિકા બેનને એવી આશા હતી કે રાશન કાર્ડ પર અનાજ મળી જશે. પરંતુ દુકાન માલિકને જેવું રસિકાબેને પોતાનું એપીએલ કાર્ડ બતાવ્યું તો તરત જ અનાજ નહિ મળે તેવો તેમને જવાબ મળ્યો. જેથી તેવો નિરાશ થઈ ગયા. રસિકાબેનના પરિવારમાં તેઓ અને તેમના 60 વર્ષીય પતિ દિનેશ પટેલ જ છે. જેમને લોકડાઉનમાં ઘરમાં અનાજ ન હોવાના કારણે ફાફા પડી રહ્યા છે. દિનેશ પટેલ છૂટક મજૂરી કામ કરી મહિને 6 હજાર રૂપિયા કમાતા હતા. પરંતુ લોકડાઉનમાં કામ બંધ થઈ જતાં પગાર નથી આવી રહ્યો. જેથી રસિકાબેન અનાજ લેવા પહોંચ્યા. પરંતુ અનાજ ન મળતા ઝી 24 કલાક સાથે વાત કરતા સમયે તેમના આંખમાં આંસુ આવી ગયા અને ભીની આંખે સરકાર પાસે તમામને અનાજ મળે તેવી અપીલ કરી હતી.
લોકડાઉનમાં online order આપી રહ્યા છો તો બધુ પડતુ મૂકીને પહેલા આ વાંચજો
રસિકાબેનની જેમ જ રાશનની દુકાન પર એક 77 વર્ષના વૃદ્ધ બાબુભાઈ તડવી ભર તડકામાં સાયકલ લઈને અનાજ લેવા આવ્યા હતા. બાબુભાઈ ઘરમાં એકલા રહે છે અને તેવો પણ છૂટક મજૂરી કરી જીવન ગુજારે છે. પરંતુ લોકડાઉનમાં ખાવાની સમસ્યા ઉભી થતા રાશનની દુકાન પર હાથમાં ખાલી થેલી લઈ અનાજ લેવા આવ્યા. બાબુભાઈ પાસે પણ એપીએલ કાર્ડ છે. પરંતુ એપીએલ કાર્ડ પર અનાજ ન મળતું હોવાથી તેમને પણ ખાલી હાથ પરત ફરવું પડ્યું. બાબુભાઈ નિરાશ ચહેરે સાયકલ પર બેસી પોતાના ઘરે પરત ફર્યા અને હવે કોઈની પાસેથી માંગીને ખાઈશું તેવો જવાબ આપ્યો હતો.
તબલિગી જમાતના મૈલાના સાદને ક્રાઇમ બ્રાન્ચની નોટિસ, પૂછ્યા 26 સવાલ
રાશનની દુકાનના માલિકો સાથે અમે વાત કરી. ત્યારે દુકાન માલિકે કહ્યું કે સરકારે માત્ર બીપીએલ કાર્ડ ધારકો માટે જ અનાજનો જથ્થો આપ્યો છે. સરકારની અધૂરી જાહેરાતથી લોકો અનાજ લેવા આવી જાય છે ત્યારે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ જેથી લોકોને ધક્કા ખાવા ન પડે. આ ઉપરાંત અત્યારે પણ સરકારે તમામ રાશન કાર્ડ ધારકોને અનાજ આપવાની કોઈ જાણ કરી નથી કે પરિપત્ર પણ નથી આપ્યો. જેથી અમે એપીએલ કાર્ડ ધારકોને અનાજ નથી આપી રહ્યા.
મહત્વની વાત છે કે રોજ કમાઈ રોજ ખાનાર લોએર મિડલ ક્લાસ પરિવારની હાલત લોકડાઉનને કારણે ભારે કફોડી બની છે. આવા પરિવાર કોઈની સામે કોઈ હાથ લંબાવતા નથી અને સરકારી અનાજની દુકાન પર અનાજ લેવા જાય ત્યારે મળતું નથી. ત્યારે આવા સંજોગોમાં રાજ્ય ની સંવેદનશીલ સરકારે લોકડાઉન સમયમાં તમામ જરૂરિયાતમંદ લોકો અને રાશન કાર્ડ ધારકોને સરકારી અનાજની દુકાનમાંથી રાશન મળે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર