અમદાવાદ: દેશમાં સાત તબક્કામાં થઇ રહેલી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 14 રાજ્યોની 117 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાત, કેરલ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, અસમ, દાદર નાગર હવેલી અને દમણ-દીવની બધી લોકસભા બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. ગુજરાતના દિગ્ગજ નેતાઓ સહિત ચર્ચિત ચહેરાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પીએમ મોદીના માતા હીરાબા, અમિત શાહ, વિજય રૂપાણી, જાણિતા ક્રિકેટર ચેતેશ્વર પુજારા, હાસ્ય કલાકાર સાંઇરામ દવે સહિતે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી. ત્યારે અમે તમારા માટે ખાસ વિડીયો લઇને આવ્યા છીએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ Video, મતદાન પહેલા પીએમ મોદીએ અમિત શાહની પૌત્રીને વ્હાલથી રમાડી


મતદાન બાદ પીએમ મોદીએ આપ્યું નિવેદન
રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યા બાદ પીએમ મોદીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ,'ત્રીજા તબક્કાનું મતદાન છે. મારું સૌભાગ્ય છે કે મને મારું કર્તવ્ય નિભાવવાની ગૌરવભરી પળ ગૃહરાજ્ય ગુજરાતમાં મત આપવાની તક મળી. જે રીતે કુંભના મેળામાં સ્નાન કરીને એક પવિત્ર આનંદ આવે છે. તેજ રીતે લોકતંત્રના આ મહાપર્વમાં મત આપીને હું તેવી અનુભૂતિ કરું છું. દેશના તમામ નાગરિકો ભાઈઓ બહેનોને આગ્રહ કરીશ કે તેઓ લોકતંત્રના આ  પર્વમાં જ્યાં પણ મતદાન બાકી છે ત્યાં પૂરેપૂરા ઉત્સાહ અને એક ઉત્સવ તરીકે મતદાન કરે. મતદાન કોને કરે કે કોને ન કરે... ભારતના મતદાતા સમજદાર છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું તેની વિશેષતા આખી દુનિયા માટે એક અભ્યાસનો વિષય છે. દેશમાં નિર્ણાયક સરકાર બનાવવાની તેમની સક્રિય ભાગીદારીનું હું સ્વાગત કરું છું.


Live: નર્મદાના 314 ગામના આદિવાસીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર, ધરણા ધરી વિરોધ વ્યક્ત કર્યો

અમિત શાહે પણ કર્યો મતાધિકારનો ઉપયોગ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યાં. નારણપુરા ખાતેના મતદાનમથકે પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ અમિત શાહે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ગુજરાતની 26 બેઠકો પર ઉત્સાહજનક મતદાનના અહેવાલ છે. દેશભરના મતદારોને અપીલ કરતા કહ્યું કે ભારે સંખ્યામાં બહાર નીકળીને લોકતંત્રના ઉત્સવમાં પોતાની ભાગીદારી નોંધાવો. તમારો એક મત દેશને સમર્થ બનાવી શકે છે, સમૃદ્ધ બનાવી શકે છે, દેશને વિકાસના પાટા પર ચઢાવી શકે છે. ખાસ કરીને યુવાઓ અને જેમને પ્રથમવાર મતાધિકાર મળ્યો છે તેમને અપીલ છે કે તમારે ભવિષ્યના ભારતના નિર્માણ માટે મતદાન કરવાનું છે. દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તથા દેશના અર્થતંત્રને ગતિ આપવા માટે મતદાન કરવાની લોકોને અપીલ કરી. 


લોકસભા ચૂંટણી 2019: જાણો ગુજરાતની 26 બેઠકો પર કોણ-કોણ છે મેદાનમાં


પીએમ મોદીના માતા હીરાબાએ રાયસણ ખાતે કર્યું મતદાન
પીએમ મોદીના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણના મતદાન મથકે જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમની સાથે પીએમ મોદીના નાના ભાઈ પંકજ મોદી પણ હાજર હતાં. 



ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં કર્યું મતદાન
મતદાન બાદ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, મતદાન કરીને મે મારી જવાબદારી મેં નિભાવી. બધાને વિનંતી કે થોડો સમય કાઢીને મતદાન કરે. નાગરિક તરીકે આપણે મતદાન કરવું ખુબ જરૂરી છે. સમય કાઢીને પણ નાગરિકોએ મતદાન કરવું જોઈએ. દેશ પ્રત્યે આપણી જવાબદારી છે. 



હાર્દિક પટેલ સામાન્ય માણસની જેમ લાઇનમાં ઉભો રહ્યો, કર્યું મતદાન
નેતા હાર્દિક પટેલ સામાન્ય માણસની જેમ લાઇનમાં ઉભો રહ્યો અને મતદાન કર્યું હતું. આ સમયે વાતચીત દરમિયાન હાર્દિકે પ્રવર્તમાન વોટિંગ સ્થિતિની સમીક્ષા પણ કરી હતી.

શંકરસિંહ વાઘેલાએ મત આપીને ભાજપ પર કર્યા આકરા પ્રહાર
આજે મતદાતાઓનો દિવસ છે, તેમના મતનો અધિકાર વાપરવાનો દિવસ છે. લોકશાહીમાં દરેક મતદાતા અને તેનો મત કિંમતી હોય છે. તેથી સવારથી જ લોકોમાં મત આપવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો લાઈનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે. આ સંજોગોમાં મત આપીને નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

જાણીતી સેલિબ્રિટીઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ
ગુજરાતના વોટર્સ માટે આજે જેટલો મહત્વનો દિવસ છે, એટલો જ મહત્વનો લોકસભાની બેઠક પર ઉભા રહેનારા ઉમેદવારો માટે છે. તેમના હાર-જીતના લેખાજોગા આજે મતદારો પોતાની એક આંગળીથી નક્કી કરશે. ત્યારે આજે ઉમેદવારો, દિગ્ગજ નેતાઓ, મહાનુભાવો પણ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે.

અલ્પેશ ઠાકોરે પહેર્યો કેસરિયો, કર્યું મતદાન જુઓ વીડિયો
અલ્પેશ ઠાકોરે આપ્યો તેનો અમુલ્ય મત. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી પણ અલ્પેશ ઠાકોરનું નામ પ્રભાવી નેતાઓમાં આવે છે. હાલ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસથી છેડો ફાડ્યો છે, અને એ વાતથી નારાજ છે કે, તેમને અને તેમના સમર્થકોને લોકસભા ચૂંટણીમાં ટિકીટ આપવામાં ન આવી. મેવાણી ખુદ માટે રાષ્ટ્રીય પ્રોફાઈલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. 


ગુજરાત નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કર્યું મતદાન
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે કર્યો મતાધિકારનો ઉપયોગ હતો, મતદાન કરતાં પહેલા કર્યા શિવ મંદિરમાં દર્શન કર્યા હતા. 

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજકોટમાં મતદાન કર્યું
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજકોટમાં મતદાન કર્યું હતું. કેશુબાપાના પરિવારે પણ મતદાન કર્યું હતું.

અંબાજીમાં ચૂંદડીવાળા માતાજી એટલે પ્રહલાદભાઈ જાનીએ મતદાન કર્યું
આજે અંબાજીની પ્રાથમિક શાળામાં દેશ અને દુનિયામાં ચૂંદડીવાળા માતાજી તરીકે ખ્યાતિ પામેલા પ્રહલાદભાઈ જાનીએ મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે માતાજીના હુલામણા નામથી ઓળખાતા પ્રહલાદભાઈ 77 વર્ષથી અન્નજળ લેતા નથી. જેઓ અચૂક મતદાન કરે છે અને લોકોને મતદાન કરવાનું પણ કહે છે. 



રાજકોટના રાજવી પરીવારે વિન્ટેજ કારમાં આવી કર્યુ મતદાન
રાજકોટના રાજવી પરિવારના કાદમ્બરી દેવી વિન્ટેજ કારમાં બેસી પહોંચ્યા હતાં મતદાન મથકે અને રાજવી પરિવારના સભ્યોએ કર્યું મતદાન