જુઓ Video, મતદાન પહેલા પીએમ મોદીએ અમિત શાહની પૌત્રીને વ્હાલથી રમાડી

પીએમ મોદીનો બાળકો સાથેનો પ્રેમ દરેક કાર્યક્રમ, દરેક પ્રસંગમાં ઝળકાઈ આવે છે. ભારે ભીડ વચ્ચે પણ તેઓ બાળકોને વ્હાલ કરતા નજરે ચઢતા હોય છે, તો ક્યારેક ખોળામાં ઉપાડીને રમાડતા જોવા મળ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં રાણીપ ખાતે મતદાન કેન્દ્રમાં વોટ આપતા પહેલા તેમનો અનોખો બાળપ્રેમ જોવા મળ્યો હતો. 

જુઓ Video, મતદાન પહેલા પીએમ મોદીએ અમિત શાહની પૌત્રીને વ્હાલથી રમાડી

અમદાવાદ :પીએમ મોદીનો બાળકો સાથેનો પ્રેમ દરેક કાર્યક્રમ, દરેક પ્રસંગમાં ઝળકાઈ આવે છે. ભારે ભીડ વચ્ચે પણ તેઓ બાળકોને વ્હાલ કરતા નજરે ચઢતા હોય છે, તો ક્યારેક ખોળામાં ઉપાડીને રમાડતા જોવા મળ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં રાણીપ ખાતે મતદાન કેન્દ્રમાં વોટ આપતા પહેલા તેમનો અનોખો બાળપ્રેમ જોવા મળ્યો હતો. આ બાળક બીજું કોઈ નહિ, પણ અમિત શાહની પૌત્રી હતી. પીએમ મોદી મતદાન કરતા પહેલા અમિત શાહની પૌત્રી પર વ્હાલ વરસાવતા જોવા મળ્યા હતા. 

પીએમ મોદીએ મતદાન કર્યું, તે પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ અમિત શાહના દીકરા જય શાહની દીકરીને ઉંચકીને રમાડતા જોવા મળી રહ્યાં છે. તેઓ અમિત શાહની પૌત્રીમાં હવામાં ઉછાળીને રમાડી રહ્યા છે તે વીડિયો સામે આવ્યો છે. બાળકીને ખોળામાં લઈને તેમણે મીડિયા સામે જીતનું સાઈન બતાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, અમિત શાહ પણ તેમની વ્હાલસોયી પૌત્રી વગર કોઈ સારું કામ કરતા નથી. ગાંધીનગર બેઠક પર નામાંકન ભરતા સમયે પણ તેઓ પૌત્રી સાથે જોવા મળ્યા હતા. રોડ શોમાં પણ તેમનો આખો પરિવાર તેમની સાથે રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news