ગૌરવ પટેલ/અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોને લઇને અનેક અટકળો બાદ કોંગ્રેસે ગુજરાતની બે બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. કચ્છ બેઠક પરથી નરેશભાઇ એન મહેશ્વરીના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે નવસારી બેઠક પરથી ધર્મેશ પટેલને લોકસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની 15 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર, મોટાભાગના રિપિટ

ભરતસિંહ સોલંકીની થઇ હતી 2014માં હાર છતા કરાયા રીપીટ 
આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને લોકસભાની ટીકીટ આપવામાં આવી છે. જેમની 2014માં હાર થઇ હોવા છતા તેમને 2019ની લોકસભાની ચૂંટણીમાં ફરી વાર ટીકીટ આપીને રીપીટ કરવામાં આવ્યા છે. મહત્વનું છે, કે 2014ની લોકસભાની ચૂંટણીમાં આણંદ બેઠક પરથી દિલીપ પટેલ 490829 વોટ મેળવી વિજયી થયા હતા. જ્યારે ભરતસિંહ સોલંકી 427403 વોટ મેળવી હાર્યા હતા. છતા આ વખતે તેમને ફરી રીપીટ કરવામાં આવ્યા છે. 


છોટાઉદેપુર બેઠક પરથી રણજીત મોહનસિંહ રાઠવાને મળી ટીકીટ 
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા લોકસભા ચૂંટણના ઉમેદવારોની યાદીમાં ગુજરાતની છોટાઉદેપુર (21) બેઠક પરથી રણજીત સિંહ રાઠવાને ટીકીટ આપવામાં આવી છે. ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો તે વખતે આ બેઠક પરથી ભાજપનો વિજય થયો હતો અને જેમાં રામસિંહ રાઠવાને જનતાએ 604916 વોટ આપીને લોકસભાના સાંસદ બનાવ્યા હતા. તો કોંગ્રેસના નારનભાઇ રાઠવાએ આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.


[[{"fid":"207794","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Cong.jpg","field_file_image_title_text[und][0][value]":"Cong.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Cong.jpg","field_file_image_title_text[und][0][value]":"Cong.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Cong.jpg","title":"Cong.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


વડોદરા બેઠક પરથી યુવા નેતા પ્રશાંત પટેલને મળી ટીકીટ 
કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી જેમાં વડોદરા બેઠક પરથી પ્રશાંત પટેલને ટીકીટ આપવામાં આવી છે. આ બેઠક પરથી 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી વોટ સાથે વિજય થયા હતા. પીએમ મોદી આ બેઠક પરથી 845464 વોટ સાથે જીત્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મધુસુધન મિસ્ત્રી 275336 વોટ મેળવી હાર્યા હતા.


ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા ગુજરાતની ચાર સીટો પર કોંગ્રેસેના ઉમેદવાર જાહેર 


અમદાવાદ પશ્ચિમ પરથી રાજુ પરમારને મળી ટીકીટ 
લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અમદાવાદ વેસ્ટમાંથી રાજુ પરમારને ટીકીટ આપવામાં આવી છે. 2014માં આ સીટ પરથી ભાજપના ડો. કીરીટ સોલંકી 617104 વોટથી વિજયી થયા હતા. જ્યારે કોંગ્રેસમાઁથી ઇશ્વરભાઇ મકવાણા 296793 વોટ મેળવીને હાર્યા હતા.