ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જેના અનુસાર ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં એકસાથે તમામ 26 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણીની મત ગણતરી 23 મેના રોજ કરવામાં આવશે. એટલે કે, ગુજરાતમાં હવે આજની તારીખથી 45 દિવસ મતદાન યોજાશે. તેની સાથે જ રાજ્ય વિધાનસભામાં ખાલી થયેલી બે બેઠક ઊંઝા અને તાલાલાની પેટા ચૂંટણી યોજવાની પણ ચૂંટણી પંચે જાહેરાત કરી છે. જોકે, તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા જવાહર ચાવડા અને પરસોત્તમ સાપરિયાની બેઠકોની ચૂંટણીની પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ 


  • જાહેરનામાની તારીખઃ 28 માર્ચ, 2019

  • ઉમેદવારી પત્ર ભરવાની તારીખઃ 28 માર્ચ,2019થી 4 એપ્રિલ, 2019

  • ઉમેદવારી પત્ર ચકાસણી તારીખઃ 5 એપ્રિલ, 2019

  • ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખઃ 8 એપ્રિલ, 2019

  • મતદાનની તારીખઃ 23 એપ્રિલ, 2019

  • મતગણતરીની તારીખઃ 23 મે, 2019

  • ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખઃ 27 મે, 2019


લોકસભા ચૂંટણી 2019ઃ દેશમાં આજથી આચાર સંહિતા લાગુ, 23 મેએ મળશે નવો નાથ


ગુજરાતમાં લોકસભાની બેઠકઃ કુલ 26 (સામાન્ય-20, એસસી-2 અને એસટી-4)
એસસી-2 સીટઃ કચ્છ(01), અમદાવાદ પશ્ચિમ(08)
એસટી-4 સીટઃ દાહોદ(19), છોટા ઉદેપુર(21), બારડોલી(23), વલસાડ(26)


લોકસભા ચૂંટણી 2019: ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં યોજાશે ચૂંટણી


ગુજરાતમાં મતદાર
કુલ મતદારઃ 4,47,46,179
પુરુષ મતદારઃ 2,32,56,688
મહિલા મતદારઃ 2,14,88,437
ત્રીજી જાતિના મતદારઃ 1,054


10 લાખ બુથ પર 90 કરોડ મતદાતાઓ નોંધાયા, EVM સાથે GPS જોડવામાં આવશે


ગુજરાતમાં વયજૂથ પ્રમાણે મતદારો


વયજૂથ     મતદારની સંખ્યા
18-19  7,67,064
20-29 98,68,243
30-39   1,15,11,639
40-49 89,80,735
50-59  67,28,586
60-69  40,76,031
70-79 20,75,743
80+  7,38,156

ગુજરાતમાં મતદાન મથક 


  • કુલઃ 51,709

  • શહેરીઃ 17,330

  • ગ્રામીણઃ 34,379


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....