Loksabha Election 2024: ગુજરાતમાં ભાજપને આ વિવાદથી ફાયદો, ટિકિટ રહી તો રૂપાલા લીડનો નવો રેકોર્ડ બનાવશે
Loksabha Election 2024: પાટીદાર સમાજ બહુ હોશિયાર અને પ્રભુત્વવાળો સમાજ છે. આ સમાજ કોઈની સામે સીધો મેદાનમાં નથી ઉતરતો પરંતુ રૂપાલાના સતત થઈ રહેલા વિરોધ બાદ હવે અનેક જગ્યાએ પાટીદારોના સંમેલનો શરૂ થવા લાગ્યા છે. અનેક સ્થળે પાટીદારોએ બેઠકો બોલાવી છે અને તેમાં ખુલ્લીને રૂપાલાનું સમર્થન કરાયું છે. તો પાટીદાર યુવાઓની સૌથી મોટા સંગઠન SPGએ રૂપાલાને સહયોગ આપવાની વાત કરી છે. હવે રૂપાલાને નવું જીવતદાન મળી જાય તો પણ નવાઈ નહીં...
Loksabha Election 2024: ક્ષત્રિય સમાજ ઝૂકવા તૈયાર નથી અને ભાજપ રાજપૂતોની માગ માનવા તૈયાર નથી. આ બધાની વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પુરશોત્તમ રૂપાલા બરાબર ઘેરાયા છે. ક્ષત્રિયોનો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. સમગ્ર ક્ષત્રિયો એક થઈને રૂપાલા હટાવો મુમેન્ટ જોડાય છે. ત્યાં હવે રૂપાલાનું સમર્થન પણ થવા લાગ્યું છે.
રાજપૂત સમાજ ખૂલીને સામે આવ્યો
રૂપાલાના સમર્થનમાં હવે પાટીદાર સમાજ ખુલ્લીને ઉતરી ગયો છે. તો ક્યાંક રાજપૂતો પણ વિવાદનો અંત લાવવા અને રૂપાલના સમર્થનમાં નિવેદન આપ્યા છે. આજનો દિવસ રૂપાલા માટે મહત્વનો છે. આજે રાજકોટ, ગોધરા અને ગાંધીનગરમાં મહત્વની મીટિંગો છે. 7 ક્ષત્રિયાણીઓએ કમલમ ખાતે જોહરની આપેલી ચીમકીને પગલે પોલીસે તેમના ઘરે પહોંચી હતી. આ વિવાદ વધતો જ જાય છે. જેનો હાલમાં ઉકેલ આવે તેવી સંભાવના ઘણી જ ઓછી છે. રાજકોટમાં રેલી બાદ ધંધૂકામાં સભા યોજાઈ છે. આ સિવાય 9મીએ કમલમ ઘેરાવનો પણ કાર્યક્રમ ફાયનલ થયો છે.
કમલમ જતાં ડર લાગે છે? ટિકિટ એ ભાજપ સંગઠનનો વિષય સરકારનો નહીં, મામલતદારને આવેદન કેમ?
- રૂપાલાનો મામલો હવે બન્યો બે સમાજની લડાઈ?
- શું ક્ષત્રિયોના વિરોધથી થઈ ગયો રૂપાલાને ફાયદો?
- ક્ષત્રિયોના વિરોધ પછી પાટીદારો આવ્યા સમર્થનમાં
- રૂપાલા માટે પાટીદારો સોશિયલ મીડિયામાં થયા એક્ટિવ
- વિવાદનો અંત લાવવા રાજવીએ પણ કરી અપીલ
ઈલેક્શન તો રૂપાલામાં જ નીકળશે, વિકાસની કોઈ વાતો ન કરતા, ચૂંટણીમાં જનતા જ ભૂલાઈ
એક તરફ રૂપાલા સામે ક્ષત્રિયો પોતાની એક માગ પર અડગ છે. જ્યાં સુધી રૂપાલાનું નામ રદ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ જ સમાધાન નહીં કરવામાં આવે. બીજી તરફ ભાજપ રૂપાલાને બદલે તેમ લાગતું નથી. જેના કારણે વિવાદ વધતો જ જઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી રૂપાલા વિરોધી માહોલ સોશિયલ મીડિયાથી લઈ રાજ્યમાં જોવા મળી રહ્યો હતો પરંતુ હવે આ લડાઈ કદાચ બે સમાજ વચ્ચેની બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ક્ષત્રિયોના આક્રમક વિરોધ પછી હવે પાટીદાર સમાજ પણ મેદાનમાં આવી ગયો છે. પાટીદારોએ સોશિયલ મીડિયા પર રૂપાલાના સમર્થનમાં કેમ્પ્યેન શરૂ કરી દીધું છે. અને ખુલ્લીને પાટીદારો હવે રૂપાલાના સમર્થનમાં આવી ગયા છે.
એક કરોડ રૂપિયા કમાતો વર જોઈએ છે, વિદેશમાં હોય તો વધુ સારું, યુવતીની જબરી ડિમાન્ડો
પાટીદાર સમાજ બહુ હોશિયાર અને પ્રભુત્વવાળો સમાજ છે. આ સમાજ કોઈની સામે સીધો મેદાનમાં નથી ઉતરતો પરંતુ રૂપાલાના સતત થઈ રહેલા વિરોધ બાદ હવે અનેક જગ્યાએ પાટીદારોના સંમેલનો શરૂ થવા લાગ્યા છે. અનેક સ્થળે પાટીદારોએ બેઠકો બોલાવી છે અને તેમાં ખુલ્લીને રૂપાલાનું સમર્થન કરાયું છે. તો પાટીદાર યુવાઓની સૌથી મોટા સંગઠન SPGએ રૂપાલાને સહયોગ આપવાની વાત કરી છે. તમામ રીતે સહયોગ માટે SPG તૈયાર હોવાની વાત તેમણે કરી છે.
સાચી પડી રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી! જાણો આગામી 8 મહિનામાં શું શું થઈ શકે?
પાટીદાર જ નહીં પરંતુ ક્ષત્રિયોના લાંબા ચાલેલા આંદોલન અને પોતાની અક્કડ માગને કારણે હવે રાજપૂતોમાં પણ અંદરો અંદર ભાગલા જોવા મળી રહ્યા છે. જે રાજા-મહારાજાઓના નિવેદનને લઈ વિવાદ થયો હતો. તે મામલે હવે દાંતા સ્ટેટના પૂર્વ રાજવીએ રૂપાલાનું સમર્થન કર્યું અને આ વિવાદનો જલદી હલ કાઢવા ક્ષત્રિય સમાજને અપીલ કરી છે.
અમદાવાદમાં ફરી હુક્કાબાર ધમધમ્યા! કેફેની આડમાં ભાવિન પટેલ ચલાવતો હતો હુક્કા પાર્લર
ક્ષત્રિયો અને રૂપાલા વચ્ચેની આ લડાઈમાં કદાચ રૂપાલાની જીત થતી હોય તેમ હાલ તો લાગી રહ્યું છે. તો ક્ષત્રિયોના આ આંદોલનથી રાજકોટમાં રૂપાલાની સ્થિતિ મજબૂત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટમાં સૌથી વધુ પાટીદાર સમાજના મતો છે. પરંતુ આ મત કડવા અને લેઉવા વચ્ચે વહેંચાયેલા છે. છેલ્લી ત્રણ ટર્મથી લોકસભા ટિકિટ કડવા પાટીદાર સમાજને મળે છે. જેના કારણે લેઉવા પાટીદાર સમાજમાં નારાજગી જોવા મળે છે. પરંતુ ક્ષત્રિયોના આ આંદોલનને કારણે કડવા અને લેઉવા એક થઈને પાટીદાર બની ગયા છે. જેનો સીધો ફાયદો રૂપાલાને થઈ શકે છે.
અમદાવાદના ઝડપથી વિકસતા વિસ્તારમાં માત્ર 13.50 લાખમાં ફ્લેટ! બેંક કરશે ઈ-હરાજી
રાજકોટ લોકસભા બેઠકના જ્ઞાતિ ગણિતની વાત કરીએ તો, કુલ 20 લાખ 96 હજાર 366 મતદારો છે. જેમાં પાટીદાર 25 ટકા, કોળી 15 ટકા, માલધારી 10 ટકા, મુસ્લિમ 10 ટકા, ક્ષત્રિય 8 ટકા, દલિત 8 ટકા, બ્રાહ્મણ 7 ટકા અને લોહાણા 6 ટકા છે. રાજકોટ લોકસભામાં આવતી તમામ સાતેય બેઠક પર હાલ ભાજપનો કબજો છે. જો કડવા અને લેઉવા પાટીદાર સમાજ એક થઈને મત આપે તો રાજકોટમાં રૂપાલાને જીતતા કોઈ રોકી શકે તેમ નથી. કદાચ આ જ કારણે ભાજપ રૂપાલાને બદલવાની હિંમત નથી કરી રહ્યું. તો દિલ્લી દરબારમાં હાજરી આપ્યા બાદ પરત ફરેલા રૂપાલાએ ક્ષત્રિય વિવાદ પર બોલવાનું ટાળ્યું હતું.
ગુજરાતમાં વટની લડાઈમાં બે સમાજ વચ્ચે આરપારની જંગ શરૂ, રાજપૂતો અને પાટીદારો સામસામે
- ક્ષત્રિયોના આંદોલનથી રૂપાલાને ફાયદો?
- રાજકોટમાં સૌથી વધુ પાટીદાર સમાજના મતો
- પાટીદાર મત કડવા અને લેઉવા વચ્ચે વહેંચાયેલા
- છેલ્લી ત્રણ ટર્મથી લોકસભા ટિકિટ કડવા પાટીદાર સમાજ પાસે
- લેઉવા પાટીદાર સમાજમાં નારાજગી હોઈ શકે છે
- ક્ષત્રિયોના આંદોલનથી કડવા-લેઉવા એક થઈને પાટીદાર બન્યા
- પાટીદારોનો સીધો ફાયદો રૂપાલાને થઈ શકે છે
સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, જાણો ક્યારથી શરૂ થશે ઝીરો DAનું કેલ્ક્યુલેશન!
શું છે રાજકોટનું જ્ઞાતિગણિત?
- કુલ 20 લાખ 96 હજાર 366 મતદારો
- પાટીદાર 25 ટકા
- કોળી 15 ટકા
- માલધારી 10 ટકા
- મુસ્લિમ 10 ટકા
- ક્ષત્રિય 8 ટકા
- દલિત 8 ટકા
- બ્રાહ્મણ 7 ટકા
- લોહાણા 6 ટકા
કેમ થઈ રહ્યું છે હાર્દિકનું હૂટિંગ? રોહિત શર્મા કે કેપ્ટન્સી ઉપરાંત આ 5 મોટા કારણો
ગુજરાતમાં ક્ષત્રિયોની વસતી લગભગ 17 ટકા જેટલી છે. જ્યારે પાટીદારો 40થી 42 ટકા જેટલા છે. અને પાટીદારો સામાન્ય રીતે ભાજપની પરંપરાગત વોટબેંક માનવામાં આવે છે. ભાજપને ડર છે કે જો રૂપાલાને બદલીશું તો કદાચ પાટીદાર સમાજ વિરોધમાં જતો રહેશે. અને આ જ ડરને કારણે તે પોતાની પરંપરાગત મત બેંકને નારાજ કરવા નથી માંગતું. હવે જોવાનું રહેશે આ મામલે આગળ શું થાય છે.