કમલમ જતાં ડર લાગે છે? ટિકિટ એ ભાજપ સંગઠનનો વિષય સરકારનો નહીં, મામલતદારને આવેદન કેમ?

Loksabha Election 2024: રૂપાલાના પોસ્ટરો સળગાવાઈ રહ્યાં છે અને રેલીઓ નીકળી રહી છે અને મામલતદારને આવેદનપત્રો અપાઈ રહ્યાં છે. ખરેખર તો રૂપાલાને સામાજિક ટિપ્પણી મામલે તો ક્લિનચીટ આપી દેવાઈ છે. હવે રૂપાલાની ટિકિટ રાખવી કે કાપવી એ ભાજપ સંગઠનનો વિષય છે. રૂપાલાની ટિકિટ એ સરકારી અધિકારીનો વિષય જ નથી. એવું નથી લાગતું કે કમલમે આવેદનપત્રો આપવાની જરૂર છે પણ ક્ષત્રિયો અવળા પાટે જઈ રહ્યાં છે.

કમલમ જતાં ડર લાગે છે? ટિકિટ એ ભાજપ સંગઠનનો વિષય સરકારનો નહીં, મામલતદારને આવેદન કેમ?

Loksabha Election 2024: ક્ષત્રિયો અને રૂપાલાનો વિવાદ હવે ગુજરાતમાં વધતો જાય છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ક્ષત્રિયોને કોણ અવળે પાટે ચડાવી રહ્યું છે. ક્ષત્રિયોનો વિવાદ હવે રાજકોટ પૂરતો ના રહીને ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પહોંચ્યો છે. ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામે ગામ પોસ્ટરો લાગી રહ્યાં છે અને ભાજપના નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે. રૂપાલાના પોસ્ટરો સળગાવાઈ રહ્યાં છે અને રેલીઓ નીકળી રહી છે અને મામલતદારને આવેદનપત્રો અપાઈ રહ્યાં છે. ખરેખર તો રૂપાલાને સામાજિક ટિપ્પણી મામલે તો ક્લિનચીટ આપી દેવાઈ છે. હવે રૂપાલાની ટિકિટ રાખવી કે કાપવી એ ભાજપ સંગઠનનો વિષય છે. 

શા માટે ભાજપના ભાજપૂતો પદ છોડે?
ગુજરાતમાં ભાજપમાં રહેલા નેતાઓને ભાજપૂતો સાથે સરખાવાઈ રહ્યાં છે પણ જેઓ વિરોધ કરી રહ્યાં છે તેઓ ભાજપમાં નાના પદ પર હોવા છતાં ભાજપનું પ્રાથમિક સભ્ય પદ છોડવાનું નામ લેતા નથી. દરેક એવી અપેક્ષા રાખે છે ભાજપમાં ટોચના પદે રહેલા ક્ષત્રિયો પદ ત્યાગીને સમાજ સાથે રહે...એ ક્ષત્રિય સમાજના નેતાઓ પાર્ટી અને સરકારમાં હાજર રહીને સમાજના આગેવાન તરીકે સમાજનો પક્ષ રાખી રહ્યાં છે. જેઓ વિરોધ કરી રહ્યાં છે એ સામાન્ય પદે હોવા છતાં પણ ભાજપ છોડી રહ્યાં નથી. આમ ભાજપમાં રહેવું પણ છે અને વિરોધ પણ કરવો છે. 

સીએમ કે મંત્રીનો અભિપ્રાય પણ માન્ય ગણાતો નથી
રાજકારણનો નિયમ છે કે જે તે પાર્ટી અને સંગઠનનું કદ હંમેશાં ઉંચું હોય છે કારણ કે પાર્ટીના જીતેલા ઉમેદવારોમાંથી કોને મંત્રી બનાવવા કે કોને સીએમ એ પાર્ટીના નેતાઓ નક્કી કરતી હોય છે. એમ લોકસભા હોય કે વિધાનસભા કયા ઉમેદવારને ટિકિટ આપવી કે નહીં એ પાર્ટી નિર્ણય કરતી હોય છે. જેમાં સીએમ કે મંત્રીનો ફક્ત અભિપ્રાય લેવાય છે. રૂપાલાની ટિકિટનો નિર્ણય ભાજપ સંગઠને લેવાનો છે નહીં કે ભાજપની સરકારે, તો ક્ષત્રિયો રેલી કાઢીને મામલતદારને શા માટે આવેદન આપી રહ્યાં છે એ ગુજરાતમાં સૌથી ચર્ચાતો સવાલ છે.

કમલમે આવેદનપત્રો આપવાની જરૂર છે
રૂપાલાની ટિકિટ એ સરકારી અધિકારીનો વિષય જ નથી. એવું નથી લાગતું કે કમલમે આવેદનપત્રો આપવાની જરૂર છે પણ ક્ષત્રિયો અવળા પાટે જઈ રહ્યાં છે. ભાજપ સંગઠન ત્યારે જ એલર્ટ બનશે કે રેલો દરેક જિલ્લાની કમલમ ઓફિસ સુધી પહોંચે... ચૂંટણી અધિકારીએ તો ઓલરેડી ક્લિનચીટ આપી દીધી છે. સરકારનો તો આ પ્રકરણમાં કોઈ રોલ જ નથી.. ભાજપના દરેક તાલુકા મથકે કમલમ ઓફિસો છે પણ કમલમ જતાં કોને ડર લાગે છે? હા એ વાત સાચી કે કમલમ એ ભાજપની પ્રાઈવેટ પ્રોપર્ટી છે એમાં વિરોધ કરવો એ શક્ય નથી, ભાજપ તમારી સામે ફરિયાદ કરી શકે છે પણ શાંતિથી તમે રજૂઆત તો કરી શકો છો.

મામલતદાર કઈ રીતે પાર્ટીને ઓર્ડર કરી શકે..
હાલમાં ગુજરાતના દરેક તાલુકા મથકે રેલીઓ નીકળી રહી છે અને મામલતદારને આવેદન અપાઈ રહ્યાં છે. જેનો કોઈ મતલબ જ નથી. સરકાર સંલગ્ન વિષય હોય અને મામલતદારને આવેદન અપાય તો તમારી રજૂઆત ચીફ સેક્રેટરી સુધી પહોંચે અને એ રજૂઆતનો ઉકેલ આવે પણ મામલતદાર ભાજપ સંગઠનને ટિકિટ રદ કરવા માટે આદેશ કરે એવી કોઈ કાયદામાં પણ જોગવાઈ નથી. જે સૌથી વધારે વિરોધ કરી રહ્યાં છે પદ્મિનીબા વાળા ભાજપ સાથે જોડાયેલા છે. એ રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે બુમરાણ મચાવી રહ્યાં છે. 

સૌથી પહેલાં એમને ભાજપ છોડવાની જરૂર છે પણ ભાજપના નેતાઓને ભાજપૂતો સાથે સરખાવતા ક્ષત્રિયો પોતે ભાજપમાંથી રાજીનામા આપી રહ્યાં નથી. આમ પ્રકરણમાં ભાજપનો વિરોધ પણ થઈ રહ્યો છે પણ કોઈએ પાર્ટી પણ છોડવી નથી. કરણી સેનાના રાજ શેખાવતે ભાજપ છોડી છે જેઓ ફક્ત પ્રાથમિક સભ્ય હતા. આમ એમને તો ભાજપ સાથે ન્હાવા નીચાવાનો  આમ રૂપાલા પ્રકરણના વિવાદનો હાલમાં તો કોઈ ઉકેલ નથી, ક્ષત્રિયો અને પાટીદારો માટે હવે એ વટનો સવાલ છે તો ભાજપ દૂર રહી તમાશો જોઈ રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news