ચેતન પટેલ/સુરત: 75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરમાં 75 કિલોમીટર લાંબો સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેક ગુજરાતમાં સૌથી લાંબો સાયકલ ટ્રેક સુરત ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેક પર લાલ રંગથી સાંકેતિક સાઈકલ બનાવવામાં આવી છે. જેથી લોકોને ખબર પડે કે આ ટ્રેક વિશેષ સાઈકલ ચાલકો માટે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે ત્યારે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સાયકલનો વપરાશ વધારે કરે અને તેમને સુંદર અનુભવ મળે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 કિલોમીટર સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. લોકો વધારે સંખ્યામાં સાયકલ તરફ વડે એ માટે આ ટ્રેક તૈયાર કરાયો છે. સાથો સાથે સાયકલ પર્યાવરણ માટે પણ ખૂબ જ લાભકારી છે, લોકોને ક્વોલિટી ઓફ લિવિંગ ગુણવત્તાયુક્ત આપવા માટે આ વિચારણા કરાઈ હતી. 


કેમ પાટીદારોના દીકરા-દીકરીઓના નથી થતાં સગપણ? રાજકોટમાં યોજાયેલી ચિંતન શિબિરમાં થયા મોટા ખુલાસા


ગુજરાતમાં સૌથી લાંબો સાયકલ ટ્રેક સુરત ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આ ખાસ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જેથી પર્યાવરણની સાથોસાથ શહેરીજનો પણ સ્વસ્થ રહે. 75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરમાં 75 કિલોમીટર લાંબો આ સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેક પર લાલ રંગથી સાંકેતિક સાઈકલ બનાવવામાં આવી છે જેથી લોકોને ખબર પડે કે આ ટ્રેક વિશેષ સાઈકલ ચાલકો માટે છે.


આ શું? આંબા પરથી અધકચરી-નાની કેરીઓ પડવા લાગી! ગુજરાતમાં આજે કઈ કઈ જગ્યાએ વાતાવરણે બદલ્યો મિઝાજ?


સુરતમાં જે પબ્લિક બાઈ સાયકલિંગ શેરિંગ પ્રોજેક્ટ ટ્રેકિંગ હેઠળ અગિયાર સો જેટલી સાયકલ છે. જેમાં 1.60 લાખ લોકો રજિસ્ટ્રેશન કરી ચૂક્યા છે. આ સાથે સુરત પોલીસ સાયકલ ઉપયોગ કરીને પેટ્રોલિંગ પણ કરે છે. ધીમે ધીમે સાયકલનો ઉપયોગ વધારામાં વધારે થાય એ માટે સાયકલ ટ્રેક બનાવાયો છે. સાથે જ તેની પર લોકો સુંદર રીતે સાઈકલિંગ કરી શકે આ માટે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુરત શહેરમાં બનાવવામાં આવેલ છે. જેનો લોકો ઉત્સાહથી ઉપયોગ કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube