તેજશ મોદી/સુરત :સુરત (Surat) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ સારી હોવાનો દાવો ભલે પોલીસ કરતી હોય. પરંતુ સતત ગુનેગારો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેમાં એક યુવકને કેટલાક અસામાજિક તત્વો ચપ્પુ જેવા ઘાતક હથિયાર બતાવી ધમકાવી અને મારી રહ્યા છે. આ લુખ્ખા તત્વો આ યુવક પાસેથી રૂપિયા લૂંટી (loot) ભાગી જાય છે. જે દુકાન પર આ ઘટના બની હતી, ત્યાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીની રજાઓમાં હાઉસફુલ રહ્યું કાંકરિયા, લાખોની કમાણીથી AMCનું ખિસ્સું ભરાયું


સુરતના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહેલો એક આ વીડિયો વરાછા વિસ્તારનો હોવાનું કહેવામાં આવે છે. આ વીડિયોમાં એક દુકાન પર એક યુવક ઉભો હોય છે, ત્યારે પાછળના ભાગેથી ત્રણ અસામાજિક તત્વો આવે છે. આ તત્ત્વો યુવક સાથે દાદાગીરી કરવાનું શરૂ કરે છે, અને અચાનક તેઓ આ યુવકને માર પણ મારે છે. અસામાજિક તત્વો પોતાની પાસે રહેલા ચપ્પુ જેવા ધારદાર હથિયાર વડે યુવકને ડરાવે-ધમકાવે છે. યુવકના ચહેરા પર ડર જોઈ શકાય છે, તે સતત છોડી દેવા માટે કહી રહ્યો હોય છે, પરતું અસામાજિક તત્વો સતત તેને માર મારે છે. 


કમોસમી વરસાદથી પાટડીના નાના રણમાં ફસાયા 1000થી વધુ લોકો, જુઓ પછી શું થયું...


બાદમાં આ અસામાજિક તત્વો યુવકના ખિસ્સામાંથી તેનું પર્સ કાઢે છે અને તેમાંથી જાતે જ રૂપિયા લઇ લે છે. આ સમયે દુકાનના માલિક સતત અસામાજિક તત્વોને ત્યાંથી જતા રહેવા કહે છે, પરતું અસામાજિક તત્વો તેમની સાથે પણ દાદાગીરી કરે છે. યુવક પાસેથી રૂપિયા લઇ તેને ધમકી આપી અસમાજિક તત્વો ફરાર થઇ જાય છે. આ સમગ્ર ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, જોકે આ ઘટનાએ પોલીસની કામગીરી સામે જરૂરથી સવાલ ઉભા કરી દીધા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :