કમોસમી વરસાદથી પાટડીના નાના રણમાં ફસાયા 1000થી વધુ લોકો, જુઓ પછી શું થયું...

ક્યાર વાવાઝોડા (Kyaar Cyclone) ને કારણે ત્રણ દિવસથી રાજ્યભરમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક તરફ ખેડૂતોનો પાક ધોવાયો છે, તો બીજી તરફ અનેક લોકો ક્યાંકને ક્યાંક અટવાયા હતા. ત્યારે  સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના નાના રણ (Little Rann of Kachchh) માં 1000થી વધુ લોકો ફસાયા હતા. ત્યારે તમામને તંત્ર દ્વારા હેમખેમ (Rescue) બહાર કાઢવામાં આવ્યા હતા.
કમોસમી વરસાદથી પાટડીના નાના રણમાં ફસાયા 1000થી વધુ લોકો, જુઓ પછી શું થયું...

મયુર સંઘી/સુરેન્દ્રનગર :ક્યાર વાવાઝોડા (Kyaar Cyclone) ને કારણે ત્રણ દિવસથી રાજ્યભરમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક તરફ ખેડૂતોનો પાક ધોવાયો છે, તો બીજી તરફ અનેક લોકો ક્યાંકને ક્યાંક અટવાયા હતા. ત્યારે  સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના નાના રણ (Little Rann of Kachchh) માં 1000થી વધુ લોકો ફસાયા હતા. ત્યારે તમામને તંત્ર દ્વારા હેમખેમ (Rescue) બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળી હોવાથી પાટડીના નાના રણમાં આવેલ વચ્છરાજ બેટના દર્શને ગયેલા લોકો અંદર ફસાયા હતા. એકાએક વરસાદ શરૂ થતા રણના કાચા રસ્તાઓ પર કીચડ થઈ ગયું હતું. જેમાં ગાડીઓ અંદર ખૂંચી ગઈ હતી. ગાડીઓ એક ડગલુ પણ ખસી શકે તેવી હાલતમાં ન હતી. લગભગ 100થી વધુ ગાડીઓ રણમાં ગઈ હતી. ત્યારે આ અંગે સ્થાનિક તંત્રને જાણ થતા તેઓને બહાર લાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.  

આવતીકાલે પ્રવાસીઓને મોટી ભેટ આપશે PM મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરશે આ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
 
તમામ લોકોને ટ્રેકટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ માટે જિલ્લા કલેકટર ટીમ અને સ્થાનિક લોકો કામે લાગ્યા હતા. ફસાયેલા લોકો અને ગાડીના એક્સક્લુઝીવ વીડિયો સામે આવ્યો છે. જોકે, હાલ વરસાદ બંધ રહેતા પરિસ્થિતિ શાંત થઈ છે. તમામ પ્રવાસીઓ દ્વારા વહીવટી તંત્ર દ્વારા રાત્રે જમવાની અને સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news