ઝી બ્યુરો/સુરત: સુરતના અમરોલી કોસાડ ગામમાં રહેતા વિધર્મી યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચે પ્રેમ જાળમાં ફસાવી ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ પડાવી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. સાથે આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા મામલો અમરોલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પરિવારજનોએ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી યુવક સામે બળાત્કાર અને 14 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી યુવતીને તેના ચુંગાલમાંથી છોડાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ વરસાદ ગયો નથી! તારીખો સાથે મેઘો ક્યાં-કેવી બોલાવશે ધડબડાટી? જાણો અંબાલાલની આગાહી


અમરોલીમાં કોસાડ ગામમાં આવેલા ટાંકી ફળિયુમાં રહેતો ઈરફાન અકબરભાઈ સિંધી બોરિંગ મૂકવાનું કામ કરે છે. 2022 માં ઇરફાને એક યુવતી સાથે મિત્રતા કર્યા બાદ પ્રેમ જાળમાં ફસાવી હતી. છેલ્લા દોઢ વર્ષથી અવાર નવાર તેને લગ્ન કરવાની લાલચ સાથે પ્રલોભન આપી તેની પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ પડાવી લીધા હતા. આ ઉપરાંત અવાર નવાર યુવતીને અશ્વની કુમાર સ્મશાન પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં તથા સતાધાર ચાર રસ્તા પાસે આવેલ હોટલમાં વરીયાવી ટી પોઇન્ટ પાસે આવેલ હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. 


સનાતનના સન્માનમાં, ભાજપ ઉતરશે મેદાનમાં, મંત્રીઓને PM મોદીએ કહ્યું- મજબૂતીથી જવાબ આપો


જો આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. યુવતીના પરિવારે દીકરી સાથે થયેલા અન્યાય ને લઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઈરફાન સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઇરફાનની રાજસ્થાનથી ધરપકડ કરી હતી અને ત્યાંથી યુવતીને તેના ચુંગાલમાંથી છોડાવી હતી. 


સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર; આ મહંતને સોંપાઈ મોટી જવાબદારી


પોલીસ પૂછપરછ દરમિયાન ઇરફાન સિંધીએ યુવતી પાસેથી લીધેલા 14 લાખ રૂપિયા બે અલગ અલગ જગ્યાએ બોરિંગ મૂકવામાં વાપરી નાખ્યા હોવાનું કબુલ્યું છે. હાલ તો પોલીસે ઇરફાનની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


AUS, NZ અને કેનેડા નહીં આ 2 દેશો છે ભારતીય છાત્રોની પહેલી પસંદ, લાગે છે લાઈનો