રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની એક કિશોરી દુષ્કર્મનો ભોગ બની છે. મકરપુરા વિસ્તારમાં વિધર્મી સ્કુલ વાન ચાલકે કિશોરીને ફસાવીને અને તેનો કિસ કરતો વીડિયો ઉતારી તેને બ્લેકમેઈલ કરી હતી. બ્લેકમેલ કરીને તે વારંવાર કિશોરી સાથે દુષ્કર્મ આચરતો હતો. મકરપુરા પોલીસ કિશોરીની માતાની ફરિયાદ પર મોઈન ચૌહાણ નામના યુવકની ધરપકડ કરી છે. 


દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યુ પાસેથી ગરીબોની રોજી છીનવાશે, લારી-ગલ્લા હટાવીને માલેતુજારોને કમાણી કરાવાશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 વર્ષની કિશોરીની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, બે વર્ષ પહેલા તેની દીકરી ધોરણ 11માં અભ્યાસ કરતી હતી, અને રોજ ચાલતી ઘરેથી સ્કૂલે જતી હતી. ત્યારે ઓનએનજીસીમાં સ્કૂલવાન ચાલકનુ કામ કરતો મોઈન ચૌહાણ નામનો યુવક રોજ મારી દીકરીને હોર્ન મારીને હેરાન કરતો હતો. તો ક્યારેક કાર સામે લાવીને ઉભો રહી જતો. એક દિવસ તેણે મારી દીકરીને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું કે, ‘જો તુ મારી સાથે વાત નહી કરે તો દવા પી મરી જઈશ.’ આવી ધમકી આપી તેણે મારી દીકરીને ફસાવી હતી. બાદમાં એક દિવસ તેણે મારી દીકરીને જબરદસ્તી કારમાં બેસાડીને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તેણે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. 


ટોચની સ્પોર્ટસ સેલિબ્રિટીએ ઈન્સ્ટાગ્રામ પર મા બનવાની જાહેરાત કરી 

એક દિવસ તે મારી દીકરીને કમાટીબાગ લઈ ગયો હતો, ચુંબન કરતો વીડિયો લીધો હતો. જેને લઈને તે વારંવાર કિશોરીને બ્લેકમેલ કતો હતો. આ બાદ કિશોરીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાવી હતી. જેના બાદ પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોંધી મોઈન ચૌહાણની ધરપકડ કરી હતી. મોઈન અજીત ચૌહાણ તરસાલી વિસ્તારના ચોરાવાળા ફળિયામાં રહે છે.  


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :