• હિન્દુ જાગરણ મંચના નેતા નીરજ જૈને કહ્યું કે, વડોદરામાં લવ જેહાદનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. હિન્દુ યુવતીઓને ફસાવીને તેઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે

  • મુસ્લિમ યુવક હિન્દુ ધર્મ નથી અપનાવતા. ત્યારે સરકાર પાસે લવ જેહાદનો કડક કાયદો બનાવવા અમારી માંગ


રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં 23 વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે નિકાહ (love jihad) કરવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. 23 વર્ષીય યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને તેના નિકાહ કરાવાયા છે. અયાઝ શેખ નામના યુવકે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને તેનું નામ બદલીને આહિરા શેખ કરાવ્યું અને મહારાષ્ટ્રમાં જઈને નિકાહ કર્યા હતા. ત્યારે બે દિવસથી હિન્દુ જાગરમ મંચ અને હિન્દુ સમાજ દ્વારા આ ઘટનાને વખોડીને યુવકને ધર્મ પરિવર્તન કરવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય બ્રાહ્મણ દીકરીનું ધર્મ પરિવર્તન કરીને તેના નિકાહ કરાવાયા છે. ત્યારે ચકચારિ કિસ્સામાં શહેરના અગ્રણીઓએ પણ ભારે વિરોધ નોંધાવ્યો છે. તેમજ યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તો સમગ્ર કિસ્સા મામલે યુવતીના ભાઈએ જણાવ્યું કે, યુવકે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામથી મારી બહેનનો પરિચય કર્યો હતો. તેથી મારા પરિવારે કારેલીબાગ પોલીસમાં અરજી આપી છે. સમગ્ર મામલામાં ભાજપ નેતાઓ અને હિન્દુ સંગઠનો વચ્ચે પડ્યા છે. હાલ યુવતીનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. મને મારી બહેન પાછી જોઈએ, એને પટાવી ફોસલાવી માઈન્ડ વોશ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ યુવતીના પિતાએ કહ્યું કે, તેઓ સમગ્ર ઘટના મામલે અઁધારામાં હતા. 


આ પણ વાંચો : શોકિંગ!!! જામનગરના કસ્ટમ વિભાગમાંથી ગાયબ થયું 1 કરોડનું સોનું 


યુવતીની આપવીતી
ધર્મ પરિવર્તન કરનારી યુવતીએ કહ્યું કે, તે 6 વર્ષથી અયાઝના સંપર્કમાં હતી. શરૂઆતના દિવસોમાં મળ્યા બાદ તેઓ પ્રેમમાં પડ્યા હતા. જેના બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. મને નિકાહ કરવા માટે અયાઝ મુંબઈ લઈ ગયો હતો, જ્યાં બાન્દ્રાની મસ્જિદમાં મારા નિકાહ કરાવાયા હતા. જેના બાદ અમે વડોદરા આવ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મને લોકોનો સપોર્ટ મળ્યો હતો. લોકોએ મને સમજાવી છે. તેથી વિચારીશ. હવે હુ અયાઝને પણ હિન્દુ બનવા માટે કહીશ. 


સરકાર લવ જેહાદનો કડક કાયદો બનાવે - નીરજ જૈન 
વડોદરામાં હિન્દુ યુવતી દ્વારા મુસ્લિમ યુવક સાથે નિકાહ કરવાનો મામલા હિન્દુ જાગરણ મંચના નેતા નીરજ જૈને કહ્યું કે, વડોદરામાં લવ જેહાદનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. હિન્દુ યુવતીઓને ફસાવીને તેઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. વડોદરાની યુવતીએ પણ હિન્દુ યુવક સાથે નિકાહ કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે. વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા બે માસમાં 79 બનાવો બન્યા છે. પરંતુ મુસ્લિમ યુવક હિન્દુ ધર્મ નથી અપનાવતા. ત્યારે સરકાર પાસે લવ જેહાદનો કડક કાયદો બનાવવા અમારી માંગ છે. 


આ પણ વાંચો : બોલિવુડ-ટેલિવુડ સ્ટાર્સની લાડલી બની ગઈ સુરતની ટેણકી આર્યા, Photos જોઈને નજર ન લગાડતા


ગુજરાતમાં પણ યુપીની જેમ લવ જેહાદનો કાયદો બને 
તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં લવ જેહાદના વધી રહેલા કિસ્સાને ધ્યાને રાખીને યોગી આદિત્યનાથ દ્વારા કડક કાયદો લાવવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ પણ આવો કાયદો લાવવા જઇ રહી છે તેવામાં ગુજરાતમાં પણ આ પ્રકારનો કાયદો આવે તેવી માંગ ઉઠી રહી છે. જેમાં વડોદરાના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પહેલ કરી હતી. તાજેતરમાં શૈલેષ સોટ્ટાએ માંગ કરીને કહ્યું હતું કે, લવ જેહાદના કિસ્સાઓ ગુજરાતમાં પણ ખૂબ જ વધી રહ્યા છે. તેવામાં આવા કિસ્સાઓને ડામવા માટે કડક કાયદો આવે તે ઇચ્છનીય છે. હું ગુજરાત સરકારને આ અંગે રજુઆત પણ કરીશ. જે પ્રકારે ગુજરાતમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે તે જોતા ઉત્તરપ્રદેશ સરકારની જેમ જ ગુજરાત સરકારે પણ કાયદો લાવવો જોઇએ.