બોલિવુડ-ટેલિવુડ સ્ટાર્સની લાડલી બની ગઈ સુરતની ટેણકી આર્યા, Photos જોઈને નજર ન લગાડતા

હવે બૉલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ સુરતના બાળ કલાકારનો ડંકો વાગશે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી સાડા ત્રણ વર્ષની બાળ કલાકારે સીરિયલોથી લઈ બોલિવૂડ ફિલ્મ સુધીની સફર કરી છે. આલિયા ભટ્ટનો બાળપણનો રોલ કરીને ફેમસ થયેલી સુરતની આર્યા સાકરીયાને બાર્બી ગર્લ તરીકે બોલિવુડ અને ટેલિવુડ સ્ટાર્સમાં લાડલી બની ગઈ છે.

ચેતન પટેલ/સુરત :હવે બૉલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ સુરતના બાળ કલાકારનો ડંકો વાગશે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી સાડા ત્રણ વર્ષની બાળ કલાકારે સીરિયલોથી લઈ બોલિવૂડ ફિલ્મ સુધીની સફર કરી છે. આલિયા ભટ્ટનો બાળપણનો રોલ કરીને ફેમસ થયેલી સુરતની આર્યા સાકરીયાને બાર્બી ગર્લ તરીકે બોલિવુડ અને ટેલિવુડ સ્ટાર્સમાં લાડલી બની ગઈ છે.

1/6
image

બૉલિવુડમાં હવે ગુજરાતી કલાકારો પોતાના અભિનયથી ધૂમ મચાવી રહ્યા છે. એક પછી એક ઉભરતા સિતારાઓ ગુજરાતથી મળી રહ્યાં છે. ત્યારે સુરતના કતારગામના સાકરીયા પરિવારની સાડા ત્રણ વર્ષની આર્યા આટલી નાની ઉંમરમાં અભિનય ક્ષેત્રે પોતાનું નામ બનાવવામાં સફળ થઈ છે. સિરિયલ ‘હમારીવાલી ગૂડ ન્યૂઝ6માં જુહી પરમાર સાથે કામ કરતી આ આર્યા બોલિવૂડ જગતમાં ધીમે ધીમે ફેમસ થઈ રહી છે.   

2/6
image

2020માં જ યોજાયેલા એવોર્ડ સમારોહમાં પણ ટબૂકડી સ્ટાર આર્યાએ એવોર્ડ મેળવી લીધો છે. ટીવી સીરિયલ ઉપરાંત ‘બ્રોકન ટુ’ નામની વેબસીરિઝમાં પણ કામ કરી ચૂકી છે. આ સિવાય વેસ્ટસાઈડ, ટાટા સ્કાય, ટીવીસી, પુમા, એસબીઆઈ લાઈફ જેવી કંપનીઓની જાહેરાતોમાં ચમકી છે.

3/6
image

બાર્બી ગર્લ સીરિયલોની સાથે સાથે બોલિવૂડ ફિલ્મમાં પણ અભિનય કરી ચૂકી છે. મહેશ ભટ્ટના ડાયરેક્શનમાં ‘સડક-2’માં તેણીએ આલિયા ભટ્ટના બાળપણનો રોલ નિભાવ્યો છે.

4/6
image

પોતાની સ્ટાઈલ અને મીઠા અંદાજની બોલી સાથે બોલિવૂડના કલાકારોની માનીતી બનેલી આર્યા સાકરીયાને સુરત સાથે ખૂબ જ પ્રેમ હોવાની વાત પણ કરી હતી. કેટલોગથી શરૂઆત કરીને 9 ફેબ્રુઆરી 2017માં જન્મેલી સુરતની આ આર્યા અનેક કંપનીઓના કેટલોગ પર કામ કરી ચૂકી છે. 

5/6
image

આટલી નાની ઉંમરમાં સુરતથી બોલિવૂડ સુધીની સફર કરનારી આર્યાને જોઈને કોઈ પણ વ્યક્તિ પ્રભાવિત થઈ જાય છે. સુરતના આ નવા ટેલેન્ટનો આજે આર્યા નવો ચહેરો બની છે.

6/6
image