શોકિંગ!!! જામનગરના કસ્ટમ વિભાગમાંથી ગાયબ થયું 1 કરોડનું સોનું

શોકિંગ!!! જામનગરના કસ્ટમ વિભાગમાંથી ગાયબ થયું 1 કરોડનું સોનું
  • સોનાના જથ્થાની ગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 2156.72 ગ્રામ સોનાની ઘટ મળી આવી
  • 2016ના વર્ષમાં કચ્છ કસ્ટમ વિભાગને વિધિવત રીતે સોનુ સોંપાયું હતું

મુસ્તાક દલ/જામનગર :જામનગરના કસ્ટમ વિભાગમાંથી અધધ કહી શકાય તેવા એક કરોડના સોનાની ચોરી થઈ છે. કસ્ટમ વિભાગના કોઈ કર્મચારીએ રૂ.1.10 કરોડનું સોનું ચોરી ગયાની ઘટના બની છે. કચ્છ કસ્ટમ દ્વારા ભૂકંપ સમયે જામનગર કસ્ટમમાં આ સોનુ જમા કરાવ્યું હતું. ત્યારે આ સોનું પાછું સોંપતી વેળાએ 2 કિલો જેટલું સોનુ ઓછું મળ્યું હતું. ત્યારે આ ચકચારી ઘટનાથી કસ્ટમ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જામનગર કસ્ટમ વિભાગ દ્વારા સિટી-બી ડિવિઝનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

કચ્છમાંથી 1 કરોડનું સોનુ જામનગર ખસેડાયું હતું 
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર કસ્ટમ વિભાગ હસ્તકના સોનામાંથી રૂપિયા એક કરોડની કિંમતના 2156.72 ગ્રામ સોનાની ચોરી થઈ છે. જામનગર કસ્ટમ વિભાગના અધિકારીએ બે કિલો સોનાની ચોરી કોઈ અંદરના જ માણસે કરી હોવાનું કહેવાય છે. 1982 અને 1986ના વર્ષમાં કચ્છ કસ્ટમ વિભાગે દરોડા પાડ્યા હતા. દાણચોરીથી ભારતમાં લાવવામાં આવી રહેલો સોનાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો વર્ષ 2001 સુધી ભૂજના કસ્ટમ વિભાગમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. પરંતુ વિનાશક ભૂકંપ બાદ કસ્ટમ વિભાગની ભૂજની કચેરીને ભારે નુકસાન થયું હતું. તેથી વિભાગમાંથી સોનુ ખસેડીને જામનગર કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યું હતું. 2016ના વર્ષમાં કચ્છ કસ્ટમ વિભાગને વિધિવત રીતે સોનુ સોંપાયું હતું. 

આ પણ વાંચો : રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયાર સાથે ઝડપાયા 

2156.72 ગ્રામ સોનાની ઘટ મળી આવી 
અત્યાર સુધી આ સોનુ કસ્ટમ વિભાગમાં સુરક્ષિત હતું. પરંતુ હાલ સોનાના જથ્થાની ગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 2156.72 ગ્રામ સોનાની ઘટ મળી આવી હતી. આ સોનાની માર્કેટ કિંમત 1 કરોડ 10 લાખ રૂપિયા થાય છે. ત્યારે સરકારી વિભાગમાંથી સોનુ ગાયબ થતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે ફરિયાદ દાખલ કરવામા આવી છે કે, અંદરના જ કોઈ કર્મચારીએ આવુ કર્યું હોઈ શકે છે.  

તાજેતરમાં તમિલનાડુમાંથી સોનુ ગાયબ થયું
તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પણ ચાર દિવસ પહેલા આવી ઘટના બની હતી. અહી સીબીઆઈ તિજોરીમાંથી 103 કિલોથી વધુ સોનુ ગાયબ થયુ હતું. ગાયબ થયેલુ સોનુ 2012 ના વર્ષ દરમિયાન એક દરોડામાં મળી આવ્યું હતું. સેફ કસ્ટડીમાં રાખવામાં આવેલ 45 કરોડ રૂપિયાના સોનામાં ઈંટ અને જ્વેલરી સામેલ હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news