Amreli News : આજે મધર્સ ડે છે. દેશભરમાં દીકરીઓ અને માતાઓ માટે આ દિવસ સ્પેશિયલ છે. પરંતું અમરેલીમાં લીલીયામાં આ દિવસે ગમગીની છવાઈ ગઈ. કારણ કે, એક યુવા પત્નીએ પોતાનું જીવન ટૂંકાવ્યુ હતું. પતિના મોતના આઘાત સહન ન કરી શકનાર પત્નીએ મોત વ્હાલું કર્યું છે. લીલીયામાં એક સાથે બે અર્થી ઉઠી હતી. જેને કારણે આખા ગામમાં શોકનો માહોલ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, અમરેલીના જિલ્લાના લીલીયા ગામે રહેતા ધવલ રાઠોડના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા. ધવલ રાઠોડના પ્રિન્સી નામની યુવતી સાથે છ મહિના પહેલા પ્રેમલગ્ન થયા હતા. તેમનો નવો નવો લગ્ન સંસાર સુખેથી શરૂ થયો હતો. પરંતુ વિધાતાને જાણે કંઈક ઓર જ મંજૂર હતું. આ પ્રેમને કોઈની નજર લાગી ગઈ. ધવલ રાઠોડને એકાએક હાર્ટએટેક આવ્યો હતો. તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, પરંતુ તે પહેલા તેનુ મોત નિપજ્યુ હતું. ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 


કર્ણાટકમાં ગુજરાતની દાળ ન ગળી : રસોઈયા-કરિયાણા સાથે મેદાનમાં ઉતરેલા 40 નેતાઓ ફેલ ગયા


મધર્સ ડે પર કાળજું કંપાવતી ઘટના બની, બાળકીને મૂકીને પારણું હલાવનારી ગાયબ થઈ ગઈ


આ સાંભળીને પ્રિન્સી પર આભ તૂટી પડ્યું હતું. પ્રિન્સી સ્તબ્ધ થઈ ગઈ હતી. તેનુ લગ્નજીવન ભાંગી ગયું હતું. પરંતુ ધવલ વગર મારું શું થશે, હું નહિ જીવી શકું તે વિચારીને પ્રિન્સીએ પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ હતું. 


આ ઘટના બંનેના પરિવાર પર વ્રજઘાતની જેમ તૂટી પડી હતી. બે પરિવારે દીકરો અને દીકરી બંને ગુમાવ્યા હતા. હજી છ મહિના પહેલા જ જે પરિવારમાં લગ્નની શરણાઈઓ વાગતી હતી, ત્યાં હવે માતમ છવાયો હતો. પ્રેમીયુગલની એકસાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. એકસાથે બે લોકોની અર્થીથી લીલીયાની ગલીઓ પણ ગમગીની બની હતી. આ સમયે પરિવારનો આક્રંદ કંપારી છુટાવી દે તેવો હતો.  


જનેતાએ મરતા પહેલા પાંચ લોકોને જીવન દાન આપ્યું, પરિવારે પુષ્પવર્ષા કરીને માતાને વિદાય


ખેડૂતો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, ઉનાળામાં પાણી નહિ ખૂટે તેવી વ્યવસ્થા કરાશે