વડોદરા: ગેસનો બાટલો ધડાકાભેર ફાટ્યો, વિસ્ફોટ એટલો ભયાનક કે ઘરમાં તિરાડો પડી
સમા- સાવલી રોડ પર ઐયપ્પા ગ્રાઉન્ડ નજીક આવેલા આનંદ સોસાયટીનાં એક મકાનમાં ગેસનો બાટલો લીક થતા આગ લાગી ગઇ હતી. જેના પગલે વિસ્ફોટ થયો હતો. જેમાં મકાન માલિકનાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જો કે મોટી દુર્ઘટના ટળી હતી. જો કે મકાન માલિકને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમને નજીકની હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયા છે. વડોદરા ફાયર વિભાગને કોલ મળ્યો હતો, સમા-સાવલી રોડ પર આવેલા આનંદવન સોસાયટીમાં મકાન નંબર 7-8માંથી ધુમાડા સાથે આગ લાગી ગઇ છે. અંદર ભયાનક વિસ્ફોટ થયો છે. જેથી ફાયરની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી હતી. આગ પર તુરંત જ કાબુ મેળવાયો હતો. ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવાઇ હતી. જ્યારે મકાન માલિક લીલાધર યાદવને માથાને ભાગે ઇજા થયેલી હોવાથી 108ની મદદથી સયાજી હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયા હતા.
વડોદરા : સમા- સાવલી રોડ પર ઐયપ્પા ગ્રાઉન્ડ નજીક આવેલા આનંદ સોસાયટીનાં એક મકાનમાં ગેસનો બાટલો લીક થતા આગ લાગી ગઇ હતી. જેના પગલે વિસ્ફોટ થયો હતો. જેમાં મકાન માલિકનાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જો કે મોટી દુર્ઘટના ટળી હતી. જો કે મકાન માલિકને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમને નજીકની હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયા છે. વડોદરા ફાયર વિભાગને કોલ મળ્યો હતો, સમા-સાવલી રોડ પર આવેલા આનંદવન સોસાયટીમાં મકાન નંબર 7-8માંથી ધુમાડા સાથે આગ લાગી ગઇ છે. અંદર ભયાનક વિસ્ફોટ થયો છે. જેથી ફાયરની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી હતી. આગ પર તુરંત જ કાબુ મેળવાયો હતો. ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવાઇ હતી. જ્યારે મકાન માલિક લીલાધર યાદવને માથાને ભાગે ઇજા થયેલી હોવાથી 108ની મદદથી સયાજી હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયા હતા.
અરવલ્લી: ભિલોડાની સીમમાં મહિલાનો ઝાડ સાથે લટકતો દેહ મળી આવતા ચકચાર
છાણી ફાયર વિભાગનાં અનુસાર આગનો કોલ મળ્યો હતો. અમે સ્થળ પર ગયા હતા. આગ એલપીજી ગેસનો બાટલો ફાટવાનાં કારણે લાગી હતી. આગને કાબુમાં લેવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. જો કે સૌપ્રથમ ગેસનો બાટલાને બહાર કાઢવા ઉપરાંત અંદર કોઇ વ્યક્તિ હોય તો તેને બહાર કાઢવા માટે ક્લિયરન્સ કરવામાં આવ્યા બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. ગેસનાં 3 બાટલા ઘરમાંથી મળી આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube